ETV Bharat / state

Board Exam: કોરોના કાળ પછી પહેલી વાર બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ, જાણો શું કહે છે શિક્ષણ વિદ્

author img

By

Published : Feb 10, 2023, 6:22 PM IST

Board Exam: કોરોના કાળ પછી પહેલી વાર બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ, જાણો શું કહે છે શિક્ષણ વિદ્
Board Exam: કોરોના કાળ પછી પહેલી વાર બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ, જાણો શું કહે છે શિક્ષણ વિદ્

કોરોના કાળ પછી રાજ્યભરમાં આ વખતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. તેમાં પણ હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બાળકોને અનેક પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. તેવામાં હવે શિક્ષણ વિદે આ અંગે વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરી હતી.

બાળકો માટે હેલ્પલાઈન શરૂ કરાઈ

વડોદરાઃ કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષા આપી શક્યા નહતા. જોકે, હવે બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જશે. ત્યારે તેમના મનમાં અનેક મૂંઝવણ અને સવાલો ઊભા થતા હોય છે. આ માટે તેમના પ્રશ્નોને કઈ રીતે સમજી શકાય અને તણાવથી દૂર રાખી શકાય તે માટે ETV ભારત દ્વારા શિક્ષણવિદ્ સાથે વાતચીત કરવામાં આવી અને તેઓ શુ કહી રહ્યા છે તે જાણો.

આ પણ વાંચોઃ Board Exam 2023: બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા કૉલેજના પ્રોફેસરે દૂર કરી, આપ્યું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન

શું કહે છે શિક્ષણવિદ્ઃ આ અંગે વડોદરા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષા પહેલા રહેલા ડર અને સવાલો અંગે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં સ્કૂલના આચાર્ય સાથે મનોચિકિત્સક મળીને 5 સભ્યની ટીમ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડી રહી છે.

શહેર જિલ્લામાં શરૂ થઈ હેલ્પલાઈનઃ આ અંગે આચાર્ય અને હેલ્પલાઈનના સભ્ય પરેશ શાહે જણાવ્યું હતું કે, માર્ચ 2023ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચે શરૂ થઈ રહી છે. શહેર અને જિલ્લામાં સાંત્વના હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓના સવાલો આવી રહ્યા છે કે, કોરોનાની મહામારીમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાથી વંચિત રહ્યા છીએ. તેઓ દ્વારા કેટલાય સવાલ કરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીનો સવાલ: કેવું સેન્ટર આવશે, બોર્ડનું પેપર કેવું હોય, કયા સમયગાળામાં કેવી ઈફેક્ટ પડે, કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ?

જવાબ : વિદ્યાર્થીઓએ સેન્ટર બાબતે નિશ્ચિત રહેવું જોઈએ. પરીક્ષાના પેપર બાબતે પણ ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં માત્ર તૈયારી પર ધ્યાન આપવું જોઈએ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા માટે તૈયારી કરવું જોઈએ.

વિદ્યાર્થીનો સવાલ: ધોરણ10ના વિદ્યાર્થીઓ ગણિત વિષય અઘરો પડી રહ્યો છે. તેના માટે શું કરવું જોઈએ?

જવાબ: ખાસ કરીને વિધાર્થીઓમાં કઠિન વિષયને લઈ ક્યાંકને ક્યાંક ડર જોવા મળી રહ્યો છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને ભરપૂર આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં બેસવું જોઈએ. અંતિમ સમયમાં બેઝિક મેથ્સ લેવું તે શક્ય નથી. આ માટે એક માત્ર ઉપાય છે કે, પરિણામ જે કંઈ આવે અને ગણિત વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ જૂલાઈ મહિનામાં બેઝિક મેથ્સ સાથે બોર્ડની પરીક્ષા લેવાનું વિચારી શકે છે. હાલ કોઈ પણ વ્યક્તિએ ગભરાવવાની જરૂર નથી. માત્ર ભરપૂર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે.

વિદ્યાર્થીનો સવાલ: પરીક્ષાને લઈ કેવું આયોજન કરવું જોઈએ?

જવાબ: પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવું જોઈએ. દરેક વિષય પાછળ 3થી 4 દિવસનો સમય ફાળવવો જોઈએ. સાથે એક વિષય પાછળ અંદાજીત ત્રણ ત્રણ કલાકના 5 પેપર આપી પરીક્ષા ઘરે આપે અને તૈયારી કરે તો વિદ્યાર્થીઓ લખીને તૈયારી કરશે તો જરા પણ સમસ્યા નહીં રહે.

વિદ્યાર્થીનો સવાલઃ કેટલાક વિદ્યાર્થીઓ સંગીતના કારણે વાંચવામાં મુશ્કેલીઓ આવી રહી છે તે બાબતે શુ કરવું?

જવાબઃ આ સમસ્યાનું કોઈ સમાધાન નથી, પરંતુ આપણે જાતે રૂમ બંધ કરી અને કાનમાં રૂ નાખી ધ્યાન એકત્ર કરવું જોઈએ. બાકી હાલમાં ચાલી રહેલા વિવિધ પ્રસંગોમાં પાર્ટી પ્લોટ સહિત અન્ય જગ્યાએ સંગીત બાબતે અન્ય કોઈ ઉપાય નથી. મહત્વની બાબત એ છે કે, ગત વર્ષે 5,000 વિદ્યાર્થીઓના કોલ મળ્યા હતા અને સૌથી વધુ એક માત્ર સવાલ હતો કે વાંચવાનું ભૂલી જવાય છે.

વિદ્યાર્થીનો સવાલઃ પરીક્ષા પૂર્વે કઈ બાબતો ધ્યાનમાં લેવી?

જવાબ: સામાન્ય રીતે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પૂર્વે અનેક સવાલો ઊભા થતા હોય છે, પરંતુ પરીક્ષા પહેલા માનસિક તણાવથી દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. પૂરતા પ્રમાણમાં વાંચન સાથે આરામ પણ કરી લેવો જોઈએ, જેથી પરીક્ષા સમયે બેચેની ન થાય. પરીક્ષા પહેલા અપાતી પરીક્ષા પ્રવેશપત્રની ઝેરોક્સ કરી લેવી જોઈએ, જેથી મૂળ કોપી ખોવાય કે ન મળે તો હેરાનગતિ ન થાય. પરીક્ષા માટે અપાતા પ્રવેશપત્રની ઉપર લેમિનેશન કરવું જોઈએ. પરીક્ષા કેન્દ્રની યોગ્ય તપાસ કરવી જોઈએ, જેથી અંતિમ ક્ષણે દોડધામ ન થાય. પરીક્ષા સમયે વર્ષ દરમિયાન ઉપયોગમાં લીધેલી પેન કે સામગ્રી ઉપયોગમાં લેવી, જેથી પરીક્ષામાં લખવામાં તકલીફ ન પડે. સાથે યોગ્ય રીતે વિષય પ્રમાણે પ્રેક્ટિસ પેપર ઘરે લખી પ્રેક્ટિસ કરી લેવી જોઈએ જેથી પરીક્ષામાં સરળતા રહે.

વિદ્યાર્થીઓના અભિપ્રાય: આ અંગે વિદ્યાર્થિની રાણા ભૂમિએ જણાવ્યું હતું કે, મને પરીક્ષા અંગે લઇ ગણી મૂંઝવણ હતી. આજે આ હેલ્પ ડેસ્ક પર મેં સવાલોના સારી રીતે જવાબો મળ્યા છે.મારી અંદર આત્મવિશ્વાસ માં વધારો થયો છે અને ખૂબ સારી રીતે હું પરીક્ષા આપી શકીશ.મને હેલ્પલાઇન ના માધ્યમથી મને ખુબ સારું મદદ મળી છે.

યોગ્ય માર્ગદર્શન મળ્યુંઃ આ અંગે વિદ્યાર્થી માનવે જણાવ્યું હતું કે, અમને યોગ્ય પ્રમાણમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને સર દ્વારા મોટિવેશન પણ આપતા ખૂબ સારું લાગે છે. આજે એમ હતું કે પેપર યોગ્ય રીતે ન લખી શકીએ ત્યારે યીગ્ય માર્ગદર્શન મળતા ખૂબ સારું માર્ગદર્શન મળતા અમે ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.