ETV Bharat / state

પાછલા પંદર દિવસથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા, લાખો લોકો નેટવર્કથી વંચિત - Mobile network in Junagadh

author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 3:36 PM IST

પાછલા 15 દિવસથી જુનાગઢનું પર્યટન અને તીર્થક્ષેત્ર ભવનાથ મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટીને લઈને ભારે મુશ્કેલીમાં જોવા મળે છે. અહીં મોબાઈલ નેટવર્ક મળતું ન હોવાને કારણે અહીંના સ્થાનિક લોકો સૌથી વધારે પ્રભાવિત છે. તેમજ પ્રવાસીઓ પણ મોબાઈલ નેટવર્કની સમસ્યાથી ત્રસ્ત છે.

પાછલા પંદર દિવસથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા, લાખો લોકો નેટવર્કથી વંચિત
પાછલા પંદર દિવસથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા, લાખો લોકો નેટવર્કથી વંચિત (ETV Bharat)

નેટવર્ક વિહોણું ભવનાથ (ETV Bharat)

જુનાગઢ : પાછલા 15 દિવસથી જુનાગઢનો ભવનાથ વિસ્તાર મોબાઈલ નેટવર્ક અને કનેક્ટિવિટીને લઈને મુશ્કેલીમાં ફસાયેલું જોવા મળી રહ્યો છે. સૌથી વધારે સમસ્યા અહીં રહેતા સ્થાનિક લોકોને પડી રહી છે. વર્તમાન સમયને કમ્યુનિકેશનનો સમય પણ માનવામાં આવે છે. તેની વચ્ચે આજે ભવનાથ વિસ્તાર મોબાઈલ નેટવર્ક નહીં મળવાની સમસ્યાથી પીડિત છે. અહીંના સ્થાનિક લોકોએ મોબાઈલ સેવા પૂરી પાડતી ખાનગી કંપનીઓને અનેકવાર ફરિયાદ કરી છે. તેમ છતાં મોબાઈલ નેટવર્ક આજ દિન સુધી પૂર્વવત થયું નથી.

વર્લ્ડ કમ્યુનિકેશન દિવસે નેટવર્ક વિહોણું ભવનાથ : જોગાનુજોગ વિશ્વ કમ્યુનિકેશન દિવસ પણ મનાવવામાં આવી રહ્યો છે. તેની વચ્ચે લાખો પર્યટકોનું કેન્દ્ર ભવનાથ મોબાઈલ નેટવર્ક વગર 15મી સદીમાં ઊભેલું હોય તેવું જોવા મળે છે. અહીં એશિયાનો સૌથી લાંબો રોપે વે પણ સ્થાપિત થયો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોપવેમાં મુસાફરી માટે આવતા હોય છે. જેને મોબાઈલ નેટવર્ક નહીં મળવાથી પરિવાર અને અન્ય સંબંધીત કામો માટે પણ ખૂબ મુશ્કેલીના ભર્યા સમયમાંથી પસાર થવું પડે છે.

તમામ કામો મોબાઈલ આધારિત : કમ્યુનિકેશનના યુગમાં આજે મોટાભાગના કામો ઓનલાઇન થઈ ગયા છે જેમાં મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી અનિવાર્ય બની જતી હોય છે. ટિકિટ બુકિંગ કરવાથી લઈને ભોજનનું બિલ કોઈ પણ પ્રવાસન ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ ટિકિટ હોટલમાં રોકાવા માટેનું એડવાન્સ બુકિંગ બેંકમાંથી પૈસાની લેતી દેતી અને કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદી આજે મોબાઇલ બેન્કિંગ મારફતે થઈ રહી છે. આવા સમયમાં નેટવર્ક નહીં મળવાને કારણે ડિજિટલ યુગની વચ્ચે જgનાગઢનું ભવનાથ જાણે કે 15મી સદીમાં પરત ફર્યું હોય તેવો અહેસાસ પણ અહીં આવતા લોકો અને ખાસ કરીને ભવનાથના સ્થાનિક લોકો કરી રહ્યા છે.

ભવનાથ વિસ્તારમાં મોબાઇલના ટાવરો : પહેલા જ્યારે ભવનાથ વિસ્તારમાં મોબાઇલના ટાવરો લગાવવાને લઈને પ્રતિબંધ હતો ત્યારે ભવનાથ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કનું સપનું પણ દુસાહસ સમાન હતું. પરંતુ આધુનિક સમયમાં ભવનાથ વિસ્તારનો સમાવેશ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરવામાં આવ્યા બાદ અહીં મોટાભાગની મોબાઇલ સેવાઓ પૂરી પાડતી કંપનીના ટાવરો નાખવામાં આવ્યા છે. 15 દિવસ પૂર્વે મોટાભાગના ટાવરો કામ કરી રહ્યા હતા. શહેરની સરખામણીએ ભવનાથમાં ઇન્ટરનેટની સ્પીડ ખૂબ ધીમી મળતી હતી પરંતુ કોઈ પણ ગ્રાહકને મોબાઈલ ફોન પર વાત થઈ શકે તેવું નેટવર્ક ચોક્કસ પણે મળતું હતું. પરંતુ આજે મોબાઇલમાં ઇન્ટરનેટ સ્પીડ તો વાત કરવી ખૂબ દૂરની ગણાશે. કોઈ પણ વ્યક્તિ સાથે ફોન પર સાદી વાત પણ થઈ શકતી નથી આટલી હદે મોબાઇલનું નેટવર્ક બંધ બતાવે છે.

  1. ગિરનારને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવા ભવનાથ તળેટીમાં શરૂ કરાઈ વિશેષ ચેકપોસ્ટ - Free From Plastic Pollution
  2. Junagadh: ભવનાથના વેપારીઓનો વિરોધી મિજાજ, પ્લાસ્ટિક પ્રદૂષણના કડક અમલ સામે નારાજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.