ETV Bharat / state

વડોદરામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ત્રણ શખ્સે યુવતીની છેડતી કરી, 'પ્રેસમાં છું' કહી બદનામ કરવાની ધમકી પણ આપી

author img

By

Published : Jul 30, 2021, 9:27 AM IST

વડોદરા શહેરમાં દિવસેને દિવસે ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે તેવું લાગી રહ્યું છે. શનિવારે રાત્રે કરફ્યૂ (Night Curfew) દરમિયાન ત્રણ શખ્સે એક યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ (Pandya Bridge) પાસે આ છેડતીની ઘટના બની હતી. રાત્રિ કરફ્યૂ (Night Curfew) દરમિયાન પંડ્યા બ્રિજ પરથી પસાર થતી 20 વર્ષીય યુવતીનો ત્રણ શખ્સે પીછો કરી તેની છેડતી (Teasing) કરી હતી. આ ઉપરાંત આ ત્રણે શખ્સે યુવતી સાથે બિભત્સ વર્તન કરી તેને માર પણ માર્યો હતો. યુવતીએ આ અંગે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ત્રણ શખ્સે યુવતીની છેડતી કરી, 'પ્રેસમાં છું' કહી બદનામ કરવાની ધમકી પણ આપી
વડોદરામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ત્રણ શખ્સે યુવતીની છેડતી કરી, 'પ્રેસમાં છું' કહી બદનામ કરવાની ધમકી પણ આપી

  • વડોદરામાં રાત્રિ કરફયૂનો લાભ ઉઠાવી ત્રણ શખ્સે એક્ટિવાચાલક યુવતીની કરી છેડતી
  • યુવતીએ છેડતી કરનારા ત્રણેય શખ્સના ફોટો પાડ્યા તો તેઓ ઉશ્કેરાયા
  • ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સે યુવતીને વાળ પકડીને રોડ પર ઢસડીને માર માર્યો
  • યુવતીના પરિવારજનો સમયસર ઘટનાસ્થળે પહોંચતા ત્રણેય શખ્સ ભાગ્યા
  • એક શખ્સે પ્રેસમાં હોવાનો રોફ જમાવી યુવતીને બદનામ કરવાની ધમકી આપી
  • પોલીસે આરોપીના એક્ટિવા નંબર પરથી આરોપીઓની ધરપકડ કરી

વડોદરાઃ શહેરમાં રાત્રિ કરફ્યૂ (Night Curfew) દરમિયાન જાણે પોલીસ ઉંઘતી હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, શહેરના પંડ્યા બ્રિજ પર શનિવારે રાત્રે કરફ્યૂ દરમિયાન 20 વર્ષીય યુવતી એકલી એક્ટિવા પર જઈ રહી હતી. તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સે તેની છેડતી કરી હતી. ત્યારબાદ આ ત્રણેય શખ્સે તેનો પીછો પણ કર્યો હતો. આ ઉપરાંત ત્રણેય શખ્સે આ યુવતી સાથે બિભત્સ વર્તન કરી તેને માર માર્યો હતો. તો આ અંગે યુવતીએ ત્રણેય શખ્સ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં (Fatehganj Police Station) ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ બાળકીની છેડતી કરનારો ન મળતા પોલીસે મકાન માલિકના પુત્રને ઉપાડી લીધો, આરોપી મળતા 5 કલાક બાદ છોડ્યો

ત્રણેય શખ્સે યુવતીને 'પ્રેસમાં છું' કહી બદનામ કરવાની ધમકી આપી હતી

આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં (Dandiya Bajar Area) રહેતી 20 વર્ષીય યુવતી શનિવાર રાત્રે ગેંડા સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે એક્ટિવાસવાર ત્રણ અજાણ્યા શખ્સે યુવતીને અપશબ્દો બોલી તેની સાથે બિભત્સ વર્તન કર્યું હતું. ફરિયાદમાં યુવતીના જણાવ્યા પ્રમાણે, આ ત્રણેય શખ્સે પંડ્યા બ્રિજ સુધી તેનો પીછો કર્યો હતો. ત્રણેય શખ્સોમાંથી એક એક્ટિવા સવારે ‘હું પ્રેસમાં છું, તને બદનામ કરી નાખીશ’ તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ

યુવતીના પરિવારજનોએ તેને બચાવી

ઉલ્લેખનીય છે કે, આ વર્તનથી પરેશાન યુવતીએ અજાણ્યા એક્ટિવાસવાર ત્રણ યુવકોના ફોટા પાડ્યા હતા. આ બાબતથી ઉશ્કેરાયેલી ત્રિપુટીએ યુવતીના વાળ પકડી તેને જમીન પર ઢસડી ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે, યુવતીના પરિવારજનો નજીકમાંથી જ પસાર થતા હોવાથી યુવતીની મદદે દોડી આવ્યા હતા. આ ઉપરાંત આસપાસ રહેલા લોકો પર સ્થળ પર આવતાં હુમલાખોર ત્રિપુટી નાસી છૂટી હતી. ત્યારબાદ યુવતીએ ફતેહગંજ પોલીસ (Fatehganj Police Station) કન્ટ્રોલરૂમમાં ફરિયાદ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં કાર્યવાહીના પગલે આરોપીઓની એક્ટિવા કબજે કરીને ત્રણેય શખસોની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આ વિસ્તારમાં છેડતીની ઘટના નોંધાઈ હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.