Crackdown on Moneylenders in Vadodara : મુદ્દલ પર વ્યાજખોરોએ વધુ 42 લાખ બાકી કાઢ્યાં, બે વ્યાજખોરને દબોચતી વડોદરા પોલીસ

author img

By

Published : Jan 17, 2023, 4:24 PM IST

Crackdown on Moneylenders in Vadodara : મુદ્દલ પર વ્યાજખોરોએ વધુ 42 લાખ બાકી કાઢ્યાં, બે વ્યાજખોરને દબોચતી વડોદરા પોલીસ

ગુજરાતમાં વ્યાજખોરો સામે ઝૂંબેશ(Crackdown on moneylenders ) ચાલી રહી છે તેમાં ચોંકાવનારા કિસ્સા સામે આવે છે. વડોદરામાં વેપારીએ ફરિયાદ (Vadodara Crime News )નોંધાવી છે કે 11.50 લાખ રૂપિયા પર વ્યાજખોરોએ વધુ 42 લાખ બાકી કાઢ્યાં છે. વડોદરા પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી (Vadodara Police Arrest two Moneylenders )લેવાયાં છે.

વડોદરા ગુજરાતમાં વ્યાજખોરો સામે ઝૂંબેશ ચાલી રહી છે. ગુજરાત પોલીસ તમામ જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને અંકુશમાં લેવા પીડિતોને ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે વડોદરા પોલીસમાં એક વેપારીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સામાં 11.50 લાખના મુદ્દલ પર વ્યાજખોરોએ વધુ 42 લાખ બાકી કાઢ્યાં છે.

મકરપુરા પોલીસ મથકમાં વ્યાજખોર સામે ફરિયાદ વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકમાં વેપારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ધંધાર્થે નાણાંની જરૂરિયાત હોઇ 12 ટકા વ્યાજે લીધેલી. વેપારીએ આ રકમ વ્યાજ સહિત ચૂકવવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ચાલુ રહી છે. વ્યાજખોરોએ વધુ 42 લાખની રકમ બાકી કાઢી છે. એટલું જ નહીં કોરા ચેક પરત ન આપી પઠાણી ઉઘરાણી કરતા વેપારીએ બે વ્યાજખોરો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો Illegal Money Laundering : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ

વ્યાજ સહિત ભરપાઈ છતાં ઉઘરાણી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં શહેરના માણેજા વિસ્તારમાં રહેતા અને કપડાં સિલાઈ તથા ડીપ ક્લિનિંગનો વેપાર કરતાં કુમારસિંહ શ્રીરામ પરવેશસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી કે હું અગાઉ નારેશ્વર રોડ ઉપર આવેલ કંપનીમાં નોકરી કરતો હતો. તેના સુપરવાઇઝર નિમેષભાઈ પટેલ (રહે. કંડારી ગામ) પાસેથી ધંધાર્થે જરૂરિયાત હોઈ 12 ટકા માસિક વ્યાજે દોઢ લાખ રૂપિયા લીધા હતાં. સાથે ટુકડે ટુકડે લીધેલ 6.50 લાખની રકમ 12 ટકા વ્યાજ સાથે પરત કરી હતી. તેમ છતાં વધુ 20 લાખની રકમ બાકી કાઢી ઉઘરાણી કરે છે.

પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી સાથે જ ધંધામાં નાણાંની વધુ જરૂરિયાત હોઈ પાડોશી હિરેનભાઈ શાહ (રહે.કૃષ્ણા કોમ્પ્લેક્સ માણેજા) પાસેથી રૂપિયા 5 લાખ 12 ટકા વ્યાજે લીધા હતાં. જે તમામ રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી છે છતાં પણ વધુ 22 લાખની માગણી કરે છે. મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદી અનુસાર મકરપુરા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ખંડણી, ધાકધમકી તથા નાણાં ધિરાણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Vadodara usurers : માંજલપુરમાં વ્યાજખોરોના સામે પોલીસની લાલ આંખ, અનેક લોકોની સમસ્યા દૂર

બે વ્યાજખોરને દબોચતી વડોદરા પોલીસ આ અંગે એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે આ બંને આરોપીઓને મકરપુરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને આ બંને વિરુદ્ધ મકરપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.ૉ

વડોદરા પોલીસની કામગીરી નાણાં ધિરાણ અધિનિયમ હેઠળ વડોદરા શહેરમાં 5 જાન્યુઆરીથી આજદિન સુધીમાં અલગ અલગ પોલીસ મથકમાં 25 થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે ગુનાઓમાં 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ રોપીઓમાં આજદિન સુધી કુલ 08 આરોપીઓને પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.