Vadodara usurers : માંજલપુરમાં વ્યાજખોરોના સામે પોલીસની લાલ આંખ, અનેક લોકોની સમસ્યા દૂર

author img

By

Published : Jan 16, 2023, 10:20 PM IST

Vadodara usurers : માંજલપુરમાં વ્યાજખોરોના સામે પોલીસની લાલ આંખ, અનેક લોકોની સમસ્યા દૂર

વડોદરા પોલીસ વિભાગે વ્યાજખોરોને લઈને હવે (Vadodara Crime News) લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર દ્વારા માંજલપુરમાં વ્યાજખોરોથી લોકોની ( manjalpur Police lok darbar usurers) સમસ્યા હલ કરવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મળતી માહિતી મુજબ 9 જેટલી ફરિયાદ સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. (vadodara usurers lok darbar)

વડોદરા સહિત રાજ્યભરમાં વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ

વડોદરા : શહેર સહિત રાજ્યભરમાં ગૃહપ્રધાનના આદેશ બાદ વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઈને આજે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આયોજિત પોલીસ લોક દરબારમાં પોલીસ કમિશનર જાતે હાજર રહ્યા હતા. વ્યાજખોરોથી ત્રસ્ત લોકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય દિશાનિર્દેશ આપ્યા હતા.

વ્યાજે રુપીયા લીધેલા વ્યક્તિ વાત કરી રજુ પોલીસ કમિશનરની હાજરીમાં શરૂ થયેલા લોક દરબારમાં માંજલપુરની દરબાર ચોકડી પાસે રહેતા નિરજ ઐયરે પોતાની વાત રજૂ કરી હતી કે, વર્ષ 2019માં તેનો એક્સીડન્સ થયો હતો. પૈસાની અછતને લઈને રવિ નાયર નામના વ્યક્તિ પાસે રૂપિયા દોઢ લાખને બદલે વ્યાજે ગાડી મૂકી હતી. જે કોઈ મધ્યસ્યથથી લઈને નરેશ નામના વ્યક્તિ જોડે ગાડી મુકાવી હતી. તે દરમિયાન કોરોના મહામારી આવી ગઈ હતી. જેથી લીધેલા પૈસા માંગતા હોવા છતાં પરિસ્થિતિને ધ્યાને રાખી પૈસા આપી શક્યો નહોતો. કોરોના મહામારીમાંથી રાહત મળી તેવી જ હું મૂડી અને વ્યાજ સાથે 2 લાખ રૂપિયા આપવા તૈયાર હોવાનું તે ભાઇને જણાવ્યું હતું.

5 લાખ રૂપિયા માંગ્યા જોકે, બાદ તે વ્યક્તિએ મને 3થી 4 લાખ આપ્યા બાદ જ ગાડી પાછી આપવા કહ્યું હતું. જે બાદ આર્થિક રીતે થોડી તકલીફો હોવાને કારણે છેલ્લા એક વર્ષથી હું તેની પાછળ છું. અઠવાડિયા પહેલા જ્યારે નરેશને ફોન કર્યો તો ગાડી ક્યાં છે તેની જાણ તેને ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ પૈસા આપવાની વાત કરી તો તેણે મારી ગાડી તેના મિત્ર પાસે હોવાનું જણાવ્યું હતું. જે હાલ 5 લાખ રૂપિયા ગાડી પરત આપવા માટે માંગી રહ્યો છે. પોલીસ સામે પોતાની સમસ્યા અને વ્યાજખોરોના ત્રાસ અંગે સમગ્ર બાબત જણાવતા પોલીસ કમિશનર દ્વારા મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

કમિશનરે કરી લાલ આંખ પોલીસ કમિશનરે લાલ આંખ કરતા જણાવ્યું કે, વ્યાજખોરોની સંપત્તિ જપ્ત કરવા માટે ઇડીની મદદ લેવાશે. શહેર પોલીસ કમિશનર ડો. શમસેરસિંગે વ્યાજખોરો સામે કડકાઇ દાખવતા હવે અનેકના નીચે રેલો આવશે તે નક્કી છે. માંજલપુરમાં આયોજિત લોક દરબારમાં પોલીસ કમિશનર ડો. શમસેરસિંગે જણાવ્યું કે, વ્યાજખોરોના વિરૂદ્ધમાં ગૃહપ્રધાનના આદેશ મુજબ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેમાં અત્યાર સુધી સારો રિસ્પોન્સ મળ્યો છે. અમે સાત જેટલા ગુના છેલ્લા પાંચ દિવસમાં દાખલ કર્યા છે અને 4 જેટલા લોકો સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો Vadodara usurers : વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે પોલીસનું લોક દરબાર

લોક દરબારમાં 9 ફરીયાદ માંજલપુરમાં આયોજિત લોક દરબારમાં તેમાં 9 ફરિયાદો આવી છે. આ અંગે ACP અને DCPને સુચના આપી છે. 9 ફરિયાદોમાં સાંજ સુધીમાં એક્શન લેવાશે, જો ગુનો બનતો હશે તો ગુનો દાખલ કરવામાં આવશે. મીડિયા મારફતે અમે જાહેર જનતાને નિવેદન કરીએ છીએ કોઇ પણ સંકોચ વગર 100 નંબર પર અથવા પોલીસ મથકમાં અથવા તો લોક દરબારમાં તમે ફરિયાદ કરી શકો છો. તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેની સંપતિ પરત કરાવવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Usurers: વ્યાજખોરીનો સૌથી મોટો કેસ, ઉઘરાણીથી કંટાળી વેપારીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અનેક લોકોની સમસ્યા દૂર મળતી માહીતી મુજબ પાણીગેટમાં એક ગુનો દાખલ થયો છે. જેમાં વ્યાજખોરો ભેંસ લઇ ગયા હતા. તે અમે માલિકને પરત અપાવી છે અને એક કેસમાં જમીન પર કબ્જો મેળવી લીધો હતો. તે અમે પરત અપાવી છે. જેટલા નાગરિકો અમારી પાસે આવશે તેટલા ઝડપથી અમે પગલા લઇ શકીશું અને તેની સમસ્યાનો નિકાલ લાવીશું. લોકો પોલીસ મથક જાય તો 100 નંબર પર ફરિયાદ કરી દે. પોલીસ તેમના ઘરે જઇને ફરિયાદ લઇ લેશે. રાવપુરામાં એક પેઢી વિરૂદ્ધ ચાર જેટલા ગુના દાખલ થયા છે. તેની તપાસમાં પ્રોપર્ટી મળી આવી છે જે વ્યાજખોરી કરીને વસાવવામાં આવી હતી. આ ચારેય મામલાની તપાસ અમે ક્રાઇમ બ્રાન્ચને આપી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચ ઇડી સાથે સંપર્ક કરીને તેની પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી કરશે. ઇડીની સાથે ઇન્કમટેક્સની પણ મદદ લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.