ETV Bharat / state

આસોજ ગામ નજીક અકસ્માત બે ના મોત એક ગંભીર, હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં સન્નાટો

author img

By

Published : Nov 15, 2022, 7:39 PM IST

વડોદરા નજીક સાવલી રોડ પર ગોઝારો (Vadodara Savli Road) અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર 3 યુવાનોને પસાર થઈ (Accident near Asoj village) રહેલી બોલેરો જીપે અડફેટે લેતા એક યુવાનનું સ્થળ પર મોત થઇ ગયું હતું અને બીજાને હોસ્પિટલમાં મોત થયું હતું. તો અન્ય એકને હજુ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પરંતુ આ ધટના બનતા પરિવારજનોના હૈયાફાટ રૂદન હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો

આસોજ ગામ નજીક અકસ્માત બે ના મોત એક ગંભીર, હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં સન્નાટો
આસોજ ગામ નજીક અકસ્માત બે ના મોત એક ગંભીર, હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં સન્નાટો

વડોદરા નજીક સાવલી રોડ પર (Vadodara Savli Road) આસોજ ગામ પાસે બાઇક સવાર 3 યુવાનોને પસાર થઈ રહેલી બોલેરો જીપે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત (Accident near Asoj village) સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ફંગોળાઇ ગયા વડોદરાના પાણીગેટ (Panigate Bawchawad of Vadodara) બાવચાવાડમાં રહેતો દેવ કહાર ગૌતમ નંદલાલ કહાર અને દંતતેશ્વરમાં રહેતો કિશન કાળુભાઇ વણઝારા મંજુસર GIDCથી બુલેટ ઉપર વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન સાવલી આસોજ ગામ પાસે રોંગ સાઇટ ઉપર સામેથી આવી રહેલી બોલેરો જીપના ચાલકે ત્રણ મિત્રો સવાર બુલેટને અડફેટે લેતા ત્રણ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન વણઝારાનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે ગૌતમ કહારનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દેવ કહારને બંને પગમાં અને કમરમાં ગંભીર ઇજા પહોંચતા વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મોત નીપજ્યું દેવ ધોરણ-10માં અભ્યાસ કરે છે. ગૌતમ કહાર પણ પાણીગેટ બાવચાવાડ (Panigate Bawchawad of Vadodara) સ્લમ ક્વાટર્સમાં રહે છે. જ્યારે દંતેશ્વર સાંઇનાથ નગરમાં કિશન વણઝારા રહે છે. અને મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરે છે. તેની મોટર સાઇકલને પંકચર પડતા તેણે તેના મિત્ર ગૌતમ કહારને મદદ માટે બોલાવ્યો હતો. આથી ગૌતમ કહાર તેના મિત્ર દેવ કહારને લઇ મંજુસર ગયા હતા. ત્રણેય મિત્રો બુલેટ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. બુલટે કિશન વણઝારા ચલાવી રહ્યો હતો. આસોજ પાસે સામેથી રોંગ સાઇટ ઉપર આવી રહેલી બોલેરો જીપના ચાલકે ત્રણ મિત્રો સવાર બુલેટને અડફેટમાં લેતા ત્રણેય મિત્રો રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન વણઝારા અને ગૌતમ કહારનું મોત નીપજ્યું છે.

હોસ્પિટલમાં સન્નાટો જ્યારે દેવને બે પગમાં અને માથામાં ગંભીર ઇજા થઇ હતી હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં બુલેટ ચાલક કિશન વણઝારાનું સ્થળ પણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત ગૌતમ કહાર અને દેવ કહારને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ગૌતમ કહારનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ ત્રણે મિત્રોના પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા બંને મિત્રોના પરિવારજનોના હૈયાફાટ રૂદન હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. અકસ્મતાના આ બનાવ અંગે મંજુસર પોલીસે બોલેરો જીપ ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.