ETV Bharat / state

મૃત ST કર્મચારીના પરિજનોની સરકારે મદદ ન કરતા સ્ટાફે ફાળો ઉઘરાવી સહાયતા કરી

author img

By

Published : May 15, 2021, 9:28 PM IST

સૌરાષ્ટ્રમાં કોરોનાથી ST વિભાગમાં અત્યાર સુધીમાં 150 કર્મચારીઓના મૃત્યુ થયા છે. ત્યારે રાજ્ય સરકાર પાસે આ અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે કે ST વિભાગના કર્મચારીને ફ્રન્ટલાયન વોરીયર્સ તરીકે સમાવેશ કરવામાં આવે પરંતુ સરકારે મદદ ન કરતા STના સ્ટાફે મૃતક કર્મીઓના પરિવાર માટે ફાળો શરુ કરવામાં આવ્યો છે. જેમાં 1 અઠવાડિયામાં કુલ 1 લાખ રૂપિયા ભેગા થયા છે.

મૃત ST કર્મચારીના પરિજનોની સરકારે મદદ ન કરતા સ્ટાફે ફાળો ઉઘરાવી સહાયતા કરી
મૃત ST કર્મચારીના પરિજનોની સરકારે મદદ ન કરતા સ્ટાફે ફાળો ઉઘરાવી સહાયતા કરી

  • મૃત ST કર્મચારી માટે ફાળો ઉઘરાવી આર્થિક મદદ
  • સરકારે ST બસ કર્મચારીઓને નથી ગણ્યા કોરોના વોરિયર
  • રૂપિયા 1 લાખ જેટલી રકમ ભેગી થઈ

રાજકોટ : શહેર સહીત પાંચ ડીવીઝનમાં 18 સહીત રાજ્યના 150 કર્મીઓ કોરોના સામે ન જંગ હાર્યા છે ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરીયર્સ જાહેર કરી રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવે.

મૃત ST કર્મચારીના પરિજનોની સરકારે મદદ ન કરતા સ્ટાફે ફાળો ઉઘરાવી સહાયતા કરી
મૃત ST કર્મચારીના પરિજનોની સરકારે મદદ ન કરતા સ્ટાફે ફાળો ઉઘરાવી સહાયતા કરી

ગત 7 મે થી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરુ કરતા એક અઠવાડિયામાં રૂપિયા 1 લાખ એકઠા થયા

રાજ્ય સરકારે કોરોના વોરીયર્સ ન ગણી સહાય ન કરતા રાજકોટની લાઈન ચેકિંગ શાખાના બે અધિકારીએ સૌરાષ્ટ્રના પાંચ ડીવીઝનમાં મૃત્યુ પામતા કર્મીઓના પરિવારને સહાય માટે ફાળો ઉઘરાવવાનું શરુ કર્યુ છે. ઓનલાઈન ફાળામાં રૂ.1 લાખ તો એકઠા થઇ ગયા છે પરંતુ તે અપૂરતી જણાતા હવે બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે.માટે તા.7 મે થી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરુ કરતા એક અઠવાડિયામાં રૂ.1 લાખ એકઠા થયા છે. જોકે હવે ડીવીઝનના તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.