ETV Bharat / state

Prosperity Through Cooperation Program: બાજીપુરામાં અમિત શાહના 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ

author img

By

Published : Mar 12, 2022, 5:31 PM IST

તાપીના બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ (Prosperity Through Cooperation Program)ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન અમિત શાહ આવવાના છે. તેઓ અહીં પશુપાલકોને સંબોધિત પણ કરશે. પોલીસ દ્વારા આ કાર્યક્રમને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Prosperity Through Cooperation Program: બાજીપુરામાં આયોજિત અમિત શાહના 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરે ઓપ
Prosperity Through Cooperation Program: બાજીપુરામાં આયોજિત અમિત શાહના 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરે ઓપ

તાપી: કેન્દ્રીય સહકારિતા મંત્રાલય દ્વારા દેશનો પ્રથમ 'સહકારથી સમૃદ્ધિ'નો કાર્યક્રમ (Prosperity Through Cooperation Program) તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સુમુલ ડેરી (sumul dairy program)ના સહકારથી આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન અમિત શાહ (union cooperative minister amit shah) સહિતના આગેવાનો ઉપસ્થિત રહશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પશુપાલકોને સંબોધશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પશુપાલકોને સંબોધશે.

સહકારથી સમૃદ્ધિનો દેશનો પહેલો કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે, સહકારી ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવા માટે સહકારિતા મંત્રલાય વિભાગ (ministry of cooperation india)ની રચના કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રે જોડાયેલા દરેક પશુપાલકોનો વિકાસ (Development of pastoralists) થાય તે ઉદ્દેશ્યથી સહકારથી સમૃદ્ધિનો દેશનો પહેલો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપુરા ગામે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક પશુપાલકો ઉપસ્થિત રહેશે. જેમને દેશના સહકાર વિભાગના કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સંબોધશે.

આ પણ વાંચો: Amit Shah becomes Cooperative Minister: 13 માર્ચે તાપીના બાજીપુરા આવશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

કાર્યક્રમને લઇને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત

આ કાર્યક્રમની પૂરતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે તૈયારીના ભાગ રૂપે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત (police bandobast for amit shah program) ગોઠવવામાં આવ્યો છે.સૂત્રો પ્રમાણે આ કાર્યક્રમમાં 1 લાખ લોકોને ભેગા કરવામાં આવશે. 13 માર્ચને રવિવારે સવારે 11 વાગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બાજીપુરા પહોંચશે.

આ પણ વાંચો: તાપીના બાજીપૂરા ખાતે યોજાનાર 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

ચૂંટણીના કારણે કાર્યક્રમ મોકૂફ રખાયો હતો

ઉલ્લેખનીય છે કે, ત્રીજી લહેરમાં કોવિડના કેસ (Corona Cases In Gujarat)માં ઘટાડો નોંધાતા કાર્યક્રમ માટે 19મી ફેબ્રુઆરીની તારીખ નક્કી થઇ હતી, પરંતુ ઉત્તરપ્રદેશની ચૂંટણી મુદ્દે તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ તેમાં વ્યસ્ત થઇ જતાં ફરી એક વખત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.