ETV Bharat / state

Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજના હજારો લોકો રસ્તા પર ઉતર્યા

author img

By

Published : Mar 5, 2022, 7:09 PM IST

પાર-તાપી-નર્મદા લિંક પરિયોજના (Par Tapi Narmada Link Project)ના વિરોધમાં વ્યારામાં આજે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનને જિગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસના વ્યારા નિઝર માંડવી તેમજ વાંસદાના ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.

Par Tapi Narmada Link Project:  પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજના હજારો લોકો રસ્તા પર ઉતર્યા
Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજના હજારો લોકો રસ્તા પર ઉતર્યા

તાપી: વ્યારા શહેર ખાતે આજે પાર-તાપી-નર્મદા લિંક પરિયોજના (Par Tapi Narmada Link Project)ના વિરોધમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને રેલી કાઢી કલેક્ટર કચેરી (vyara collector office) ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર આદિવાસી સમાજ (Tribe Community Gujarat) દ્વારા કેન્દ્ર સરકાર સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ (Protest Against Par Tapi Narmada Link Project) કરવામાં આવી રહ્યો છે. સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ડાંગ અને તાપી (Protest In Tapi) જિલ્લામાં યોજનાને લઈ મોટાપાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.

ધારાસભ્યોની હાજરીમાં વિરોધ પ્રદર્શન નીકાળવામાં આવ્યું

આ યોજનાને લઈને આદિવાસી વિસ્તાર (Tribes Area In Gujarat)ના મોટાભાગના ગામો ડૂબાણમાં જશે જેને પગલે આ યોજનાને રદ કરવાની સમગ્ર આદિવાસી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. પાર-તાપી-નર્મદા યોજનાના વિરોધમાં આજે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે મોટી સંખ્યામાં સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો તેમજ લોકો અને કોંગ્રેસના વ્યારા, નિઝર, માંડવી તેમજ વાંસદાના ધારાસભ્યો (Congress MLAs Protest In Gujarat) અને માજી પ્રધાન ડો. તુષાર ચૌધરી સહિતના અન્ય અગેવાનોની હાજરીમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: River Link Project in Gujarat : પાર, તાપી, નર્મદામાં રિવર લિંક પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો સખત વિરોધ

પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટથી અનેક લોકો વિસ્થાપિત થાય તેવી શક્યતા

તાપી જિલ્લામાં ડેમ વિરોધ અંગે આજે આદિવાસી એકતા મંચ (Adivasi Ekta Manch)દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જેમાં વ્યારાના મિશન નાકા પાસે એકત્ર થઈ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી રેલી સ્વરૂપે નીકળી તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અધિક ક્લેક્ટરને આવેદન સોંપવામાં આવ્યું હતું. પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત તાપી ખાતે અનેક લોકો વિસ્થાપિત થવાની શક્યતાને લઇને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે વ્યારાના મિશન નાકા (vyara mission naka) ખાતેથી આદિવાસી એકતા મંચના નેજા હેઠળ વિરોધ રેલી યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ, યોજશે વિશાળ રેલી

જિગ્નેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું

તાપી જિલ્લામાં આ પરિયોજનાને લઈ અંદાજે 38 જેટલા ગામો પ્રભાવિત થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં આજે તાપી, ડાંગ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી અગેવાનો અને લોકોએ વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના વ્યારા, વાંસદા, નિઝર અને માંડવીના ધારાસભ્ય સહિત પૂર્વ પ્રધાન તેમજ જીગ્નેશ મેવાણી (Jignesh Mevani Protest In Vyara) પણ હાજર રહ્યા હતા અને આ વિરોધને સમર્થન આપ્યું હતું. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના લોકો દ્વારા આજે પાર-તાપી-નર્મદા લિંક પરિયોજનાના વિરોધ સહિત તાપી ખાતેના ઝીંક પ્રોજેકટ (tapi zinc project)નું MOU પણ રદ કરવાની માંગ કરી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ યોજના રદ કરવાની માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.