ETV Bharat / state

River Link Project in Gujarat : પાર, તાપી, નર્મદામાં રિવર લિંક પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો સખત વિરોધ

author img

By

Published : Feb 9, 2022, 3:59 PM IST

દક્ષિણ ગુજરાતમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ (River Link Project in Gujarat) અંગે ધરમપુરના ગામડાઓના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ચાસમાંડવા ગામેથી વહેતી તાન નદી ડેમ બનાવવામાં આવશે જેથી 379 કુટુંબને વિસ્થાપિત લઈને લોકોએ સખત વિરોધ છે.

River Link Project in Gujarat : પાર, તાપી, નર્મદામાં રિવર લિંક પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો સખત વિરોધ
River Link Project in Gujarat : પાર, તાપી, નર્મદામાં રિવર લિંક પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો સખત વિરોધ

વલસાડ : તાજેતરમાં રજૂ થયેલા બજેટ લઈને દક્ષિણ ગુજરાતમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ (River Link Project in Gujarat) અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. જેને પગલે ધરમપુરના પૈખેડ અને ચાસમાંડવા ગામેથી વહેતી તાન નદી પર 52 મીટરની ઊંચાઈ 2703 મીટર લંબાઈનો ડેમ બનાવવામાં આવશે. તેને કારણે 7 ગામના 379 કુટુંબને વિસ્થાપિત કરવાની ફરજ પડે એમ છે. તેથી સ્થાનિકોનો ડેમ બનાવવા (Opposition to the River link project) સામે સખત વિરોધ છે.

ચાસમાંડવા ગામેથી વહેતી તાન નદી અને ઔરંગા નદીના ફાટા પર ડેમ બનશે

પાર, તાપી, નર્મદામાં રિવર લિંક પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો સખત વિરોધ

2002માં સરકાર દ્વારા વખતો વખત ચાસમાંડવા ગામે સર્વે કરવામાં આવ્યો હતો. તે સમયે વહેતી તાન નદીનો જ્યાં ઔરંગા નદીનો ફાંટો પડે છે. એ સ્થળ ડેમ માટે પસંદ કરવામાં આવ્યું હતું. જ્યાં 52 મીટર ઊંચાઈ ધરાવતો ડેમ બનાવવામાં આવશે. આ ઉપરાંત 2002ની આસપાસમાં સૂચિત ડેમ માટે સર્વે કરવામાં આવ્યો હતો. તે સમયે 379 કુટુંબને વિસ્થાપિત કરવા પડશેનું નક્કી કર્યું હતું. જો કે હાલ સ્થિતિ વિપરીત છે. કારણ કે વર્ષો વીતવા બાદ હવે નદીના પટમાં આસપાસમાં અન્ય ઘરો પણ અસ્તિત્વમાં આવ્યા છે. એટલે વિસ્થાપિત કુટુંબનો આંકડો ઘટે (Dam in Chasmandva village) નહિ પણ હજુ વધી શકે એમ છે.

પૈખેડ અને ચાસમાંડવા બંને ધરમપુર તાલુકાના ગામોમાં સંભવિત ડેમ બનશે

રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર તાલુકાના બે ગામો પૈખેડા ખાતે પાર અને નાર નદીના ફાટા ઉપર જ્યારે ચાસ માંડવા ગામે તાન નદી અને ઔરંગા નદીના ફાટા ઉપર ડેમ બનશે. ત્યાં જળ વિધુત મથકો (Power station on the river Tan) પણ બનાવવાની સરકારની યોજના છે. તેમજ પૈખેડ જળાશય પર 3 મેગાવોટના ત્રણ જળ વિધુત મથકો ઉભા કરવામાં આવશે. જ્યારે ચાસમાંડવા ગામે 1 મેગા વોટના 2 વિધુત મથકો ઉભા કરવાની સરકારની યોજના છે.

સ્થાનિક ગ્રામજનો જળાશય બનાવવા સામે સખત વિરોધ

જો ચાસમાંડવા તાન નદી પર ડેમ બને તો અનેક લોકો ને વિસ્થાપિત કરવાની ફરજ પડશે લોકો વર્ષો થી પોતાની જમીનમાં ખેતી ઘરમાં રહેતા આવ્યા છે એ તમામ ખાલી કરવા પડશે અને સરકાર દ્વારા તેમને ત્યાં જમીન આપવામાં આવે એ જમીન માં જવું પડે એમ છે એટલે કે પોતાની જગ્યા છોડી ને અન્ય સ્થળે જવું પડશે જેને લઈ સ્થાનિકો હવે લડી લેવાના મૂડમાં છે.

આ પણ વાંચોઃ તૈયાર રહેજો..! બીલીમોરા પાલિકાની આળસ ઉનાળામાં પાણીની સમસ્યા નોતરશે..!

ડેમનો વિરોધ કરવા માટે રિવર લિંક પ્રોજેક્ટ કમિટી સ્થાનિકોએ રચી

સ્થાનિકોને યોગ્ય વળતર જમીન અને જગ્યા મળે એ માટે સર્વે કરવાનું સરકારે શરૂ કર્યું હતું. તે સમયથી જ સ્થાનિકોમાં વિરોધના શૂર ઉઠ્યા હતા. અને તે સમયે જ રિવરલિંક વિરોધ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાસમાંડવા ગામમાં રિવર લિંક પ્રોજેકટને લઈ સ્થાનિકોમાં સખત વિરોધનો (Locals protest Riverlink project) વંટોળ ઉઠ્યો છે. ગામમાં નદી તરફ જતા માર્ગમાં મોટા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ડેમ માટે સર્વે કરવા આવનાર કોઈપણ લોકોએ ગ્રામ પંચાયતની પરવાનગી લીધા વિના પ્રવેશ કરવો નહીં.

આદિવાસી ક્ષેત્ર હોવાને લઇ લોકો માત્ર ખેતી પર દારોમદાર

આદિવાસી વિસ્તાર હોવાને લઇને સ્થાનિક રહીશો માત્ર ખેતી ઉપર સમગ્ર મદાર રહેલો છે. પરંતુ જો આગામી દિવસોમાં અહીં જળાશય બનાવવામાં આવે તો ખેતીવાડીની જગ્યા તેમજ સ્થાનિક લોકો ઘરવિહોણા બને તેવી શક્યતાઓ રહેલી છે. જેને પગલે અહીંના તમામ લોકો અને 379 જેટલા પરિવાર ઘર અને જમીન વિનાના બને એવી શક્યતા નકારી શકાય નહીં.

આ પણ વાંચોઃ Union Budget 2022 : વર્ષોથી માત્ર કાગળ પર રહેલો રિવર લિન્ક પ્રોજેક્ટ આવશે અમલમાં, જાણો શું છે આ પ્રોજેક્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.