ETV Bharat / state

Surendranagar Crime: જુગારના અડ્ડા પર દરોડા કેસમાં પોલીસકૃપા, 9 ખાખીધારી ઘરભેગા

author img

By

Published : May 3, 2023, 9:54 AM IST

Updated : May 3, 2023, 10:37 AM IST

સુરેન્દ્રનગર એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, લીંબડીના સૌકા ગામે જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે એક ટીમ તૈયાર કરી જુગારના અડ્ડા પર દરોડા પાડી કુલ 38 લોકોને પકડી લીધા છે. જ્યારે 28 લાખથી પણ વધારે કિંમતનો મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, આ જુગાર કેન્દ્ર કેટલા સમયથી ચાલતું હતું અને કોણ ચલાવતું હતું? આ ઉપરાંત આ કેસમાં અન્ય કેટલા શખ્સોની અને કયા શખ્સોની સંડોવણી છે? એની પણ તપાસ ચાલુ છે. જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. જિલ્લા પોલીસ વડાએ સૌકાના જુગારધામમાં ડી સ્ટાફના 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે.

ખેતરમાં ઓરડી બનાવીને જુગાર રમતા જુગારીઓ પર પોલીસ ત્રાટકી
ખેતરમાં ઓરડી બનાવીને જુગાર રમતા જુગારીઓ પર પોલીસ ત્રાટકી

ખેતરમાં ઓરડી બનાવીને જુગાર રમતા જુગારીઓ પર પોલીસ ત્રાટકી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચને એક ચોક્કસ માહિતી મળી હતી કે, લીમડી પાસેના સૌકા ગામે મોટી સંખ્યામાં જુગારપ્રેમીઓ જુગાર રમી રહ્યા છે. જે અન્ય ગામ કે શહેરમાંથી આવેલા છે. એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે આ અંગેની બાતમી મળી હતી. ખેતરમાં બનાવેલી એક ઓરડીમાં આ જુગાર રમાઈ રહ્યો હતો. જ્યાં અચાનક પોલીસ આવી પડતા દોડધામ મચી ગઈ હતી.જિલ્લા પોલીસ વડાએ સૌકાના જુગારધામમાં ડી સ્ટાફના 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા શખ્સો વિછીયા, રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના શહેરોમાંથી જુગાર રમવા અહીં આવતા હોવાનું જાણવા મળ્યું છે. જુગારીઓ સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગાર અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

9 પોલીસકર્મીઓ સસ્પેન્ડ: જિલ્લા પોલીસ વડાએ સૌકાના જુગારધામમાં ડી સ્ટાફના 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. તારીખ 1 મેના સૌકા ગામે એલસીબીએ પાસાનો જુગાર રમતા 38 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રોકડ 24 લાખ અને વાહન મોબાઇલ સહિત કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં લીમડી પોલીસ મથકના ડી સ્ટાફના 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ આમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવાય તેવી આશંકાઓ જોવા મળી રહી છે.

38 શખ્સોને ઝડપી પાડ્યા: એલસીબી પોલીસે સૌકા જુગારધામ પર રેડ કરી 38 શખ્સોને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, જુગાર, લૂંટ હત્યા સહિતના બનાવો અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે સામાજિક પ્રવૃત્તિનું દુષણ વધતું જઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી શહેરી અને જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિને ડામવા માટે એલસીબી ટીમને સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો Surendranagar News : બિયારણ કંપની વિરુદ્ધ ચેકિંગની માગણી, ખેતીવાડી અધિકારી સામે આક્ષેપો કરતા ખેડૂતો

પોલીસ પેટ્રોલિંગ: સુરેન્દ્રનગર એલસીબી પોલીસ લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળતા સૌકા ગામમાં મોટાપાયે જુગાર ધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી. એલસીબી પોલીસ ટીમ પૂર્વ તૈયારીમાં ગયેલા હતા. જેમાં સૌકા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રેડ કરવામાં આવી હતી. પોલીસને જોઈ જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ પૂર્વ તૈયારી સાથે આવેલી પોલીસે ગુડદી પાસાનો જુગાર રમતા 38 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિકના પતરાની ઓરડી: લીંબડી તાલુકાના સૌકા ગામના લીયાદના કાચા માર્ગે ખેતરમાં પ્લાસ્ટિકના પતરાની ઓરડી બનાવી બહારથી માણસો બોલાવી ગુદડી પાસાનો જુગાર રમાડતા હતા. જુગારધામમાં ઝડપાયેલા શખ્સો સૌરાષ્ટ્રમાંથી વિછીયા, રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના શહેરોમાંથી જુગાર રમવા આવતા હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે રેડ દરમિયાન રોકડ રૂપિયા 24 લાખ 21 હજાર અને મોબાઈલ કાર સહિત કુલ રૂપિયા 28, 77,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ લીંબડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો સુરેન્દ્રનગર લખતર હાઇવે પર અકસ્માત, બે પોલીસ કર્મીઓના થયા મોત

વધુ તપાસ:તમામ આરોપીઓને લીંબડી પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય શખ્સો તનવીરસિંહ અને રવિરાજસિંહ જેવો બંને સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું. આ જુગારધામની અંદર કોણ કોણ મોટા માથા સંડોવાયા છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Last Updated : May 3, 2023, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.