ETV Bharat / state

ચોટીલામાં વસતા 17 લાભાર્થીને જિલ્લા કલેકટર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા

author img

By

Published : Nov 15, 2020, 3:08 PM IST

Updated : Nov 15, 2020, 3:46 PM IST

સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર દ્વારા ધ્રાંગધ્રા અને ચોટીલા તાલુકાના અંદાજે 17થી વધુ પરિવારોને રહેણાંક માટેના પ્લોટ ફાળવવામાં આવતા લાભાર્થીઓની દિવાળી સુધરતા આનંદની લાગણી ફેલાઇ હતી.

ચોટીલામાં વસતા 17 લાભાર્થીને જિલ્લા કલેકટર દ્વારા પ્લોટ ફાળવાતાં આનંદ
ચોટીલામાં વસતા 17 લાભાર્થીને જિલ્લા કલેકટર દ્વારા પ્લોટ ફાળવાતાં આનંદ

  • સુરેન્દ્રનગરમાં ગરીબ પરિવારોને રહેણાક પ્લૉટ ફાળવવામાં આવ્યા
  • જિલ્લા કલેક્ટરે ચોટીલા તાલુકાના 17 પરિવારને પ્લોટ ફાળવ્યાં
  • પ્લોટ ફાળવાતા સમસ્ત સરાણીયા સમાજ ભાવુક બન્યો

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વિચરતી અને વિમુક્ત જાતિઓના અનેક પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ઝૂંપડાઓમાં વસવાટ કરે છે, ત્યારે આવા ગરીબ પરિવારોને રહેણાંક માટે કાયમી મકાન મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા ધ્રાંગધ્રા અને ચોટીલા તાલુકાના અંદાજે 17થી વધુ પરિવારોને રહેણાક પ્લોટ ફાળવવામાં આવતા લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ચોટીલામાં વસતા 17 લાભાર્થીને જિલ્લા કલેકટર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા

17 લાભાર્થીઓને 100 ચોરસ વાર પ્લોટ ફાળવવામાં આવ્યાં

ચોટીલાના નવા ગામ પાસે સર્વે નંબર 69માં 17 લાભાર્થીઓને 100 ચોરસવાર પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ચોટીલાની અંદર વર્ષોથી સ્થાયી થયેલા વિચરતી અને વિમુક્ત જાતિનો સરાણીયા સમાજ વર્ષોથી મકાન વિહોણા હતા. જેને ધ્યાને લઇ હરેશ ચૌહાણ દ્વારા સરણીયા સમાજને વિવિધ માહિતીઓ તેમજ આર્થિક સપોર્ટ કરી સાથે રહી અને વર્ષો બાદ ધનતેરસના દિવસે સરાણીયા સમાજના 17 લાભાર્થીઓને 100 ચોરસવારના પ્લોટ કલેકટર કે. રાજેશ દ્વારા આપવામાં આવતા સમસ્ત સરાણીયા સમાજ ભાવુક બન્યો હતો.

Last Updated : Nov 15, 2020, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.