ETV Bharat / state

સુરેન્દ્રનગર વઢવાણ બેઠકના પૂર્વ ધારાસભ્યના પરિવારે લોકોને ઘરમાં રહેવા કરી અપીલ

author img

By

Published : Apr 8, 2020, 10:20 AM IST

સુરેન્દ્રનગર વઢવાણ બેઠકના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલાનો પરિવાર કોરાના સામે લડવા માટે ઘરમા રહી લોકડાઉનનું પાલન કરી રહ્યો છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં કોરાના પોઝિટિવ કેસ સામે આવતા ભારત સરકાર સતત કોરાનાને અટકાવવાના પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને 21 દીવસ બહાર ન નીકળવા અને લોકડાઉનમા સહકાર આપવા લોકોને અપીલ કરી છે. ત્યારે ગુજરાત અને સુરેન્દ્રનગર લોકડાઉનનો અમલ થઈ રહ્યો છેે. વઢવાણ બેઠકના પૂવૅ ધારાસભ્ય ધનરાજ ભાઈ કૈલા પણ વડાપ્રધાન નરેન્દ્ર માદીની અપીલને આવકારી રહયા છે.

ધરનરાજભાઈ કૈલાનો પરિવાર પણ લોકડાઉનનો ચુસ્ત પણે પાલન કરી રહ્યો છે. તેમજ અગત્યનું કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળે છે. તેમજ ધનરાજ ભાઈ કૈલાએ લોકોને સાવચેત અને ઘરમા જ રહેવા અપીલ કરી છે. માત્ર 21 દીવસ તમામ લોકોએ ઘરમા રહેવું જોઇને તંત્રને સાથ સહકાર આપવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.