ETV Bharat / state

સુરેન્દ્રનગર સાફસફાઈમાં ઉણું ઉતરતા સ્વચ્છતા અભિયાનમાં સુરસુરીયું

author img

By

Published : Jul 6, 2019, 2:51 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં ધોળીપોળ દેપાળાવાડ સહિતના વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા હતા. જેને લઈને વિસ્તારના સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

સુરેન્દ્રનગર સાફસફાઈમાં ઉણું ઉતરતા સ્વચ્છતા અભ્યાનનું સુરસુરીયું

જિલ્લાના વઢવાણમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો, કચરાના ઢગ અને ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જેને કારણે શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધો સહિતના લોકો પરેશાન થઈ ગયા હતા. શહેરમાં તંત્ર સાફસફાઈમાં ઉણું ઉતરતા સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું થઈ ગયું હતું. સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાંન્ટ ફાળવવામાં આવતી હોવા છતા સ્વચ્છતાના નામે મીંડુ છે.

સુરેન્દ્રનગર સાફસફાઈમાં ઉણું ઉતરતા સ્વચ્છતા અભ્યાનનું સુરસુરીયું

આ અંગે શહેરીજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતા આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. દેવાળાવાડ અને ધોળીપોળ વિસ્તારમાં રસ્તા પર રહેલા કચરાના ઢગના કારણે રોગચાળો ન થાય તે માટે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.

Intro:વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં આવતા ધોળીપોળ દેપાળાવાડ સહિતના વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક લોકોમાં રોષ Body:સુરેન્દ્રનગરઃ વઢવાણમાં ઠેરઠેર ઉભરાતી ગટરો, કચરાના ઢગલા અને ગંદકીથી લોકો ત્રાહીમામ

વઢવાણની મુખ્ય બજારમાં રોજ ઉભરાતી ગટરોથી શાળાએ જતા બાળકો, વૃધ્ધો સહિત લોકો પરેશાન

દેપાળાવાડ; ધોલીપોલ સહિતના વિસ્તારમાં ગંધાતા ઉકરડાથી લોકો ત્રાહીમામ

પાલીકા તંત્ર શહેરમાં સાફસફાઈમાં ઉણું ઉતરતા સ્વચ્છતા અભ્યાનનુ સુરસુરીયુ

લાખોની ગ્રાન્ટ સ્વચ્છતા અભ્યાન પાછળ ખર્ચ પરંતુ શહેરમાં સ્વચ્છતાના નામે મીંડુ

દેપાળાવાડ ધોલીપોળ વિસ્તારમાં રોડ પર ઉકરડાથી લોકો પરેશાન રોગચાળો ફાટી નીકળે તેવી દેહેસત

શહેરીજનોએ ઉચ્ચ કક્ષાએ કરી રજુઆતConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.