ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લામાં એશિયાઇ સિંહનું આગમન, જાણો વિગત

author img

By

Published : Nov 19, 2019, 7:04 PM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં એશિયાઇ સિંહનું આગમન થયુ

સુરેન્દ્રનગર: જિલ્લાના ચોટીલા વિસ્તારમાં એશિયાઇ સિંહનું આગમન થયુ છે. અગાઉ ચોટીલા માનવ વન વિસ્તારમાં દીપડા જોવા મળતા હતા. જ્યારે હવે વિસ્તારમાં સિંહ જોવા મળ્યા છે. જેને લઇને સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગ્રામજનોને સૂચના આપવામાં આવી કે, સિંહ જોવા મળે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરવો.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના ઘણા તાલુકાઓમાં સિંહના વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે. તેમજ સિંહ વસવાટ વાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહે છે. અભ્યારણ્ય બહાર ખેડૂતો સાથે વસવાટ કરતા સિંહોનો મુખ્ય ખોરાક નીલગાય અને ભુંડ હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રીના સમયે ઉજાગરા કરવા પડતા નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં એશિયાઇ સિંહનું આગમન થયુ

ભારતની શાન ગણાતા એશિયાઈનું સિંહનું ચોટીલા વિસ્તારમાં આગમન થયાની વાતને સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ઢેઢુકી ગામમાં સિંહ હોવાની વાતને વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ જસદણ અને ચોટીલા સહિતના વિસ્તારોમાં હાલ સિંહ જોવા મળ્યા છે. આથી ગ્રામજનોના હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં સિંહને પજવવો કે, છંછેડવો નહીં તેમજ પરેશાન કરવો નહીં, લોકોનું ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં, ગામમાં ખુલ્લામાં માલ ઢોર બાંધવા નહીં તેમજ સિંહ મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહીં વગેરે બાબતે સજાગતા રાખવાનુ જણાવાયું છે.

ચોટીલા, વિંછીયા અને જસદણ ગામની બોડૅર પર સિંહની હરકત જોવા મળી છે. હાલમાં બે સિંહ હોવાનુ જાણવા મળ્યું છે તેમજ વન વિભાગ દ્રારા સિંહની મુમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે.

Intro:Body:CHOTILA LION 1911

Gj_Snr_Chotila Lion_Pkg_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : કલ્પેશ સર
ફોર્મેટ : pkg


એન્કર.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં એશિયાઇ સિંહ નું આગમન થયુ છે, ત્યારે અગાઉ ચોટીલા માનવવન વિસ્તારમાં દીપડા જોવા મળતા હતા ત્યારે ચોટીલા વિસ્તારમાં સિહ જોવા મળ્યા છે સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગ્રામજનોની સિંહ જોવા મળે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર નો સંપર્ક કરવા જણાવાયું છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ અને ભાવનગરના ઘણા બધા તાલુકાઓમાં સિંહ વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે તેમજ સિંહ વસવાટ વાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહેતી હોવાથી અભ્યારણ્ય બહાર ખેડૂતો સાથે વસવાટ કરતા સિંહો નું મુખ્ય ખોરાક નીલગાય અને ભૂંડ હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રી ઉજાગરા કરવા પડતા નથી,અને તેમનો કીમતી સમય પણ બચી જાય છે, તેમજ ભારતની શાન ગણાતા એશિયાઈનું સિંહ નું ચોટીલા વિસ્તારમાં આગમન થયાની વાતને સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે ઢેઢુકી ગામની સિંહ હોવાની વાતને વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, તેમજ જસદણ ચોટીલા સહિત આસપાસ વિસ્તારોમાં હાલ સિંહ જોવા મળ્યા છે આથી ગ્રામજનો ના હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં સિંહને પજવવો કે છંછેડવો નહીં તેમજ પરેશાન કરવો નહીં, લોકોનું ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં,સિંહ ની હાજરીમાં ગામની આસપાસ હોય ત્યારે માલ ઢોર અને ખુલ્લા બાંધવા નહીં તેમજ સિંહ મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહિ વગેરે બાબતે સજાગતા રાખવાનુ જણાવાયું છે.તેમજ સિંહ સાથે પંજવણી વિડીયો વાયરલ કરવા નહીં તૈમજ સિંહ જોવા મળે સ્થાનિક વનવિભાગ ને જાણ કરો તેમજ હાલ આ સિહ ચોટીલા,વિછીયા,જસદણ ની ગામની બોડૅર પર સિંહ ની હરકત જોવા મળી છે હાલમાં બે સિહ હોવાનુ જાણવા મળ્યું છે તેમજ વન વિભાગ દ્રારા સિહની મુમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે.

બાઈટ.
ડો.સંદીપ કુમાર(ભાવનગર રેન્જ ડીસીએફ)

સિંહ જોનારા બાઈટ.

1. ભુપતભાઇ રોજાસરા( ઢેઢુકી ગામ)
2. ધીરૂભાઇ નટુભાઈ
3. નારાયણભાઈ લિબાભાઈ
4. તખુબેન
5. ચમનભાઈ (સરપંચ ઢેઢુકી ગામ)
6. ધુસાભાઈ
7. વસંતબેન(વાડીમા સિંહ જોનાર)
8. સિંહ જોનાર સ્થાનિક Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.