ETV Bharat / state

સોનગઢ જિલ્લામાં અકસ્માતોમાં 2ના મોત અને 12 લોકોને નાની-મોટી ઇજા

author img

By

Published : Dec 30, 2020, 10:53 PM IST

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. માલવણ હાઇવે ગુરૂકુળ ધાંગધ્રા નજીક અકસ્માત સર્જાતા એક્ટિવા બાઇક ચાલકને ટ્રાવેલ્સ સાથે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતુ. બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થાતા આસપાસના લોકો દ્વારા અમદાવાદ કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.

સોનગઢ જિલ્લામાં અકસ્માતોમાં 2ના મોત અને 12 લોકોને નાની-મોટી ઇજાસોનગઢ જિલ્લામાં અકસ્માતોમાં 2ના મોત અને 12 લોકોને નાની-મોટી ઇજા
સોનગઢ જિલ્લામાં અકસ્માતોમાં 2ના મોત અને 12 લોકોને નાની-મોટી ઇજા

  • સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા-જુદા અકસ્માતના બનાવોમાં 2 વ્યક્તિઓના મોત 10 થી 12 લોકોને નાની-મોટી ઈજાઓ થવા
  • સમલા પાસે કડબ ભરેલા આઇસર પલ્ટી જતા 2 ને ઈજા પહોંચી
  • લકઝરી બસ નીચે બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. માલવણ હાઇવે ગુરૂકુળ ધાંગધ્રા નજીક અકસ્માત સર્જાતા એક્ટિવા બાઇક ચાલકને ટ્રાવેલ્સ સાથે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત થયું હતુ. બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત તથા આસપાસના લોકો દ્વારા અમદાવાદ કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. અમદાવાદ હાઈવે બંધ થતાં જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા સમજાવટથી ટ્રાફિક દૂર કરવા પોલીસ સ્થળે પર દોડી આવી હતી.

ધાંગધ્રા બાયપાસ પર વારંવાર અકસ્માત

કચ્છ હાઈવે ધાંગધ્રા બાઇપાસ પર ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા દ્વારા પણ અગાઉ સ્પીડ બ્રેકર બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. ઘણાં લાંબા સમયથી અમદાવાદ કચ્છ હાઇવે ધાંગધ્રા બાયપાસ પર વારંવાર અકસ્માતના બનાવો બનવાથી સ્થાનિક લોકોની માગ છે કે, ત્યાં સ્પીડબ્રેકર બનાવવામાં આવે.

વઢવાણ કોઠારીયા પાસે હાઈવે પર ડમ્પરે એકટીવાને અડફેટે લીધું

વઢવાણ કોઠારીયા પાસે હાઈવે પર ડમ્પરે એકટીવાને અડફેટે લીધું હતું. 1નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત એકને ઇજા પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલે રિફર કરવામાં આવ્યા છે. સતત વાહનો ધમધમતા હાઇવે પર અકસ્માતથી દોડધામ મચી હતી. વઢવાણથી લખતર તરફ જતા ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો.

વઢવાણ લીંબડી રોડ પર અકસ્માતની ઘટના

વઢવાણ લીંબડી રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં સમલા ગામ નજીક કડબ ભરેલા આઇસર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આઇસર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આઇસર કાબૂમાં ન રહેવા સાથે રસ્તા ઉપર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતના બનાવમાં બે લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતના બનાવના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ જેવા દ્રશ્ય સર્જાયો જોવા મળ્યા હતા. જ્યારે ચોટીલામાં પસાર થતો નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે, ત્યારે આજે એક બાઇક લકઝરી બસ સાથે ટકરાતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં ઇજાગ્રસ્તને ચોટીલા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા.

સોનગઢ જિલ્લામાં અકસ્માતોમાં 2ના મોત અને 12 લોકોને નાની-મોટી ઇજા

લકઝરી બસ અને બાઇક સાથે થયો અકસ્માત

હાલ, કોલ્ડવેવ ચાલે છે, ત્યારે 10 ડિગ્રી તાપમાન વચ્ચે ઘણા બાઇક ચાલકો પોતાના બાઇકો લઈને કામકાજ અર્થે જતા હોય છે, જેમાં ચોટીલાનાં ચામુંડા નગરમાં રહેતા 45 વર્ષના રમેશભાઈ જાદવભાઈ બારૈયા આણંદપુર રોડ પર આવેલા ચામુંડા ફરસાણ નામની દુકાને સવારે જતા હતા. ત્યારે અમદાવાદ તરફથી આવતી ખાનગી લકઝરી બસે ટક્કર મારતા બાઇક ચાલક પોતાના બાઇક સાથે લકઝરી બસનાં આગળના ટાયરની નીચે આવી જતા ગંભીર ઇજા થઇ હતી. જેમાં ઇજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક ચોટીલાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને વધુ ઇજા થવાના કારણે તેઓને વધુ સારવારની જરૂર હોવાથી રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.