ETV Bharat / state

સુરતમાં બાઇક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ

author img

By

Published : Sep 27, 2019, 5:55 PM IST

સુરત: શહેરમાં વેસુ વિસ્તારમાં બાઈક સ્લીપ થઇ જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાંના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

સ્પોટ ફોટો

સુરતના પાંડેસરાના કૈલાસ નગરમાં રામવિકાસ મહેશ યાદવ માસીઆઈ ભાઈ સાથે રહેતો હતો અને ડુમસમાં કામ કરતો હતો. આજે તે ડુમસથી બાઈક પર ઘરે ટિફિન લેવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન વેસુના વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેમાં રામવિકાસ 20 મીટર સુધી ઢસડાયો હતો અને તેનુ માથુ ડિવાઈડર સાથે અથડાયું હતું. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં બાઇક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ

મૃતક રામવિકાસના લગ્ન આગામી મેં મહિનામાં નક્કી કરવામાં આવ્યા હતાં, ત્યારે મોતની જાણ પરિવારને કરવામાં આવતા શોકનો માહોલ છવાયો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.

Intro:સુરત : વેસુ વિસ્તારમાં બાઈક સ્લીપ થઇ હતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે મૃતક બાઈક સવારના આઠ મહિના બાદ મે મહિનામાં લગ્ન થવાના હતા.

Body:સુરતના પાંડેસરાના કૈલાસ નગરમાં રામવિકાસ મહેશ યાદવમાસીઆઈ ભાઈ સાથે રહેતો હતો. અને ડુમસમાં કામ કરતો હતો. આજે ડુમસથી બાઈકપર ઘરે ટિફિન લેવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન વેસુના વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થઈ ગઈ હતી. રામવિકાસ 20 મીટર સુધી ઢસડાયો હતો અને ડિવાઈડર સાથે માથું અથડાયું હતું. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. Conclusion:મૃતક રામવિકાસના લગ્ન આગામી મે મહિનામાં નક્કી કરવામાં આવ્યા હતા ત્યારે મોતની જાણ પરિવારને કરવામાં આવતા શોકનો માહોલ છવાયો છે.આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.