ETV Bharat / state

BA સેમ3 પેપર લીકના મામલે ત્રણ પરીક્ષા સુપ્રિન્ટેન્ટ સસ્પેન્ડ

author img

By

Published : Oct 16, 2022, 1:34 PM IST

BA સેમ-3 પેપર લીકના મામલે ત્રણ પરીક્ષા સુપ્રિન્ટેન્ટ સસ્પેન્ડ
BA સેમ-3 પેપર લીકના મામલે ત્રણ પરીક્ષા સુપ્રિન્ટેન્ટ સસ્પેન્ડ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના MTB આર્ટસ કોલેજમાં બનાવવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાંથી BA-સેમ-3ના ચાર-ચાર પેપર લીક થવાને મામલે યુનિવર્સિટી દ્વારા આ મામલે ત્રણે પરીક્ષા સુપ્રિન્ટેન્ટ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.(BA SEM 3 PAPER LEAK) આ મામલાને લઈને ગતરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ખૂબ જ હોબાળો મચાવવામાં આવ્યો હતો.

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના MTB આર્ટસ કોલેજમાં બનાવવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાંથી BA-સેમ-3ના ચાર ચાર પેપર લીક થવાને મામલે ગતરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મામલે યુનિવર્સિટીમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. (BA SEM 3 PAPER LEAK)આ સમગ્ર મામલે જ્યારે યુનિવર્સિટી દ્વારા CCTV માંગવામાં આવ્યા ત્યારે કોલેજ પાસે CCTV ફૂટેજ પણ ન હતા.જેથી પરીક્ષામાં ગેરશિસ્ત વર્તવામાં આવી હોય તેવી શંકાઓ જોવામાં આવી હતી.

BA સેમ-3 પેપર લીકના મામલે ત્રણ પરીક્ષા સુપ્રિન્ટેન્ટ સસ્પેન્ડ
ઉગ્ર આંદોલન : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી કે,આ રીતે પેપર લીકના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ચેડા થઇ રહ્યા છે. આ મામલે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આગળના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. આવનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ જોડે ચેડા કરવામાં ન આવે અને પરીક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તેવી માંગ કરી છે. આ રજૂઆત કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ મોડી રાતે સુધી તપાસ કર્યા બાદ ત્રણે પરીક્ષા સુપ્રિન્ટેન્ટ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ચાર ટીમ તપાસ માટે: આ ખાલી જગ્યાએ એક્સટર્નલ સુપ્રીટેન્ડેટની નિમણૂક કરવામાં આવી છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગતરોજ યુનિવર્સિટી ના કુલપતિની રજૂઆત કર્યા બાદ કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા તાત્કાલિક એક કમિટી બનાવવામાં આવી હતી.આ કમિટીમાં યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર ફાલ્ગુની ઠક્કર, નવયુગ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.વિનોદ.પટેલ બુહારી કોલેજના પ્રિન્સિપાલ ડો.જયંત ચૌધરી અને આર્ટસ ફેકલ્ટીના ડીન અને ઓલપાડ કોલેજના પ્રિન્સિપલ ડો.ઇશ્વરભાઇ પટેલ એમ કુલ ચાર ટીમ તપાસ માટે બનાવવામાં આવી હતી. આ કમિટીના તમામ પ્રોફેસરોએ આ મામલે તપાસ કર્યા બાદ મોડી રાત્રે એમ.ટી.બી આર્ટસ ના ત્રણે પરીક્ષા સુપ્રિન્ટેન્ટ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ જગ્યાએ એક્સટર્નલ સુપ્રીટેન્ડેટની નિમણૂક કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.