ETV Bharat / city

બરોડા મેડિકલ કોલેજના યજમાન પદે તબીબી વિદ્યાર્થીઓના 5માં ખેલ મહાકુંભનો થયો પ્રારંભ

author img

By

Published : Oct 10, 2022, 5:06 PM IST

વડોદરામાં બરોડા મેડિકલ કોલેજના (Baroda Medical College) યજમાન પદે તબીબી વિદ્યાર્થીઓના 5માં ખેલ મહાકુંભનો (5th Khel Mahakumbha of medical students) પ્રારંભ થયો છે. આ સાથે બરોડા મેડિકલ કોલેજ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓની 15થી વધુ ટીમોના વિદ્યાર્થીઓના પાંચમા વાર્ષિક રમતોત્સવનો મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 11 જેટલી મેદાની અને ગૃહિય રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

બરોડા મેડિકલ કોલેજના યજમાન પદે તબીબી વિદ્યાર્થીઓના 5માં ખેલ મહાકુંભનો થયો પ્રારંભ
બરોડા મેડિકલ કોલેજના યજમાન પદે તબીબી વિદ્યાર્થીઓના 5માં ખેલ મહાકુંભનો થયો પ્રારંભ

વડોદરા તબીબી અભ્યાસએ કુશાગ્ર બુદ્ધિ અને તેજસ્વીતાનું ભણતર છે. જેમાં ચેતના અને માનસિક શક્તિઓનો વિનિયોગ કરવો પડે છે. સતત પુસ્તકો, અભ્યાસક્રમ, વર્ગખંડ, પ્રયોગશાળાઓ અને દવાખાનાના વોર્ડ્સમાં મનો પરિશ્રમ કરતા બરોડા મેડિકલ કોલેજ (Baroda Medical College) સહિત રાજ્યના 15 જિલ્લાઓની તબીબી શિક્ષણ સંસ્થાઓના (Medical Education Institutions) વિદ્યાર્થીઓના પાંચમા વાર્ષિક રમતોત્સવનો આજે એટલે કે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) નિમિતે MS યુનિવર્સિટીના યુનિયન પેવેલિયન મેદાનમાં (Union Pavilion Grounds of MS University) પ્રારંભ થયો છે.

બરોડા મેડિકલ કોલેજ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓની 15થી વધુ ટીમો:
બરોડા મેડિકલ કોલેજ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓની 15થી વધુ ટીમો:

પાંચમા વાર્ષિક ખેલ મહાકુંભનો પ્રારંભ બર્ન આઉટ 5 નામક તબીબી વિદ્યાર્થીઓના આ પાંચમા વાર્ષિક ખેલ મહાકુંભનો (5th Khel Mahakumbha of medical students) બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરે, સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક (Medical Superintendent of Sayaji Hospital) ડો.રંજન કૃષ્ણ ઐયર તેમજ વરિષ્ઠ પ્રાધ્યાપક તબીબોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. માનસિક તેમજ શારીરિક આરોગ્ય રક્ષા(Mental and physical health protection) માટે શિક્ષણ અને ખેલ પ્રવૃત્તિઓ નો સમન્વય કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રીની પ્રેરણાથી રાજ્યમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સથી રચાયેલા ખેલ પર્યાવરણ ને આપણો રમતોત્સવ આગળ વધારશે.

વિવિધ તબીબ શિક્ષણ સંસ્થાઓએ લીધો ભાગ બર્ન આઉટ એટલે પરિશ્રમ કરવો તે પ્રમાણે આ રમતોત્સવમાં બરોડા મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદની BJ મેડિકલ કોલેજ, સુરત ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ, રાજકોટની PDU મેડિકલ કોલેજ, ગોત્રી, વલસાડ,હિંમતનગર અને પાટણની GMERS મેડિકલ કોલેજો,અદાણી મેડિકલ કોલેજ, ભુજ, સુમનદીપ અને પારુલ યુનિવર્સિટી મેડિકલ કોલેજ, નડિયાદની ND દેસાઈ મેડિકલ કોલેજ, સરકારી ફિઝીયોથેરાપી કોલેજ, વડોદરા, ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ સહિતની તબીબી શિક્ષણ સંસ્થાઓના રમતવીર તબીબી વિદ્યાર્થીઓ મેડલ જીતવા રમતના મેદાનમાં ઉતરીને પરસેવો વહાવશે.

11 જેટલી મેદાની અને ગૃહિય રમતોની સ્પર્ધાઓનું આયોજન
11 જેટલી મેદાની અને ગૃહિય રમતોની સ્પર્ધાઓનું આયોજન

મેદની અને આંતરગ્રહીય રમતો યોજાશે આ રમતોત્સવ હેઠળ MS યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના (MS University Physical Department ) ખેલ તજજ્ઞો અને કર્મચારીઓના સહયોગથી ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ,બાસ્કેટ બોલ, લોન ટેનિસ, કબડ્ડી અને ખોખો જેવી મેદાની અને ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી આંતરગ્રહીય રમતોની હરીફાઈઓ યોજવામાં આવી છે.આ રમતોત્સવ આગામી 13 ઓક્ટોબર સુધી ચાલશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.