ETV Bharat / state

So Cute...! સિંહણે આપ્યો એક સાથે ત્રણ બચ્ચાને જન્મ, જોતા જ થઈ જશે પ્રેમ

author img

By

Published : Jun 13, 2022, 4:20 PM IST

સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં વસુધા નામની સિંહણે 3 બચ્ચાંને જન્મ(Vasudha lioness gave birth to three cubs) આપ્યો છે. આઠ વર્ષની ઉંમ૨ ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ પ્રક્રિયા 08 કલાક સુધી ચાલી હતી. જેનું નેચરપાર્કના અધિકા૨ીઓ-કર્મચારીઓએ CCTV કેમે૨ા દ્વા૨ા મોનીટરીંગ ક૨વામાં આવી રહી છે.

સુરત નેચરપાર્કમાં સિંહણએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો
સુરત નેચરપાર્કમાં સિંહણએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

સુરત: મહાનગરપાલિકાના ડૉ. શ્યામાપ્રસાદ મુર્ખજી ઝુલોજીકલ ગાર્ડન, સ૨થાણા, નેચરપાર્કમાં 30 મેના રોજ( Surat Nature Park)બપોરે સિંહણ વસુધાને પ્રસવ પીડા થતા બપોરે 03:30 કલાકથી રાત્રિના 11:30 કલાક એટલે આઠ કલાકમાં ત્રણ બચ્ચાઓને જન્મ (Vasudha lioness gave birth to three cubs)આપ્યો છે. આ વસુધા સિંહણને નર આર્ય સાથે તા.07 નવેમ્બર 2020 ના રોજ જંગલ સફારી, નયા રાયપુર ઝુ માંથી નેચ૨પાર્ક ખાતેથી મેળવવામાં આવ હતા.

સરથાણા

આ પણ વાંચોઃ દુનિયાને સૌથી વધુ બચ્ચા આપનાર ભારતીય વાઘણનું 16 વર્ષની ઉંમરે મોત

CCTV કેમે૨ા દ્વા૨ા મોનીટરીંગ - નેચરપાર્કના (Sarthana Nature Park And Zoo)પશુ તબીબી અધિકારી અને ઈનચાર્જ ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય સુ૫૨વાઈઝર સ્ટાફ દ્વા૨ા સિંહણ વસુધા અને તેના ત્રણ બચ્ચાઓનું CCTV કેમેરાની મદદથી ઘનિષ્ઠ મોનીટરીંગ દેખરેખ ક૨વામાં આવી રહી છે. આઠ વર્ષની ઉંમ૨ ધરાવતી વસુધા સિંહણની આખી પ્રસુતિ પ્રક્રિયા 08 કલાક સુધી ચાલી હતી. જેનું નેચરપાર્કના અધિકા૨ીઓ-કર્મચારીઓએ CCTV કેમે૨ા દ્વા૨ા મોનીટરીંગ ક૨વામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Jungle safari Kevadia: કેવડિયા જંગલ સફારી પાર્કમાં અલ્પાકા લાંબા પ્રાણીઓએ બચ્ચાને જન્મ આપ્યો

બચ્ચાઓનો વિકાસ સામાન્ય - ઝુના પશુ તબીબી અધિકારી દ્વારા નવા જન્મેલ બચ્ચાઓ પ્રતિ સિંહણ કઈ રીતનું વર્તન અપનાવે છે તેનું સતત દેખરેખ રાખી રહી છે અને આ વસુધા સિંહણની દેખરેખ જ બચ્ચાઓના ભવિષ્યની તંદુરસ્તી અને જીવનકાળ નકકી ક૨શે. હાલ તમામ બચ્ચાને માદા સહિત CCTV કેમેરાની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે. તથા તમામ બચ્ચાઓનો વિકાસ સામાન્ય હોવાનું જાણવા મળે છે. વધુમાં તમામ બચ્ચાઓનું ત્રણ માસે વેક્સિનેશન થયા બાદ જાહે૨ જનતાના પ્રદર્શન માટે ખુલ્લા મુકવામા આવશે. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.