ETV Bharat / state

Surat News: વેન્ચ્યુરા ફ્લાઈટમાં બેઠેલા યાત્રીઓ ગભરાઈ ગયા, ફ્લાઇટના ટાયરમાંથી હવા નીકળી ગઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 9:58 AM IST

15 દિવસમાં બે વખત વેન્ચ્યુરા ફ્લાઈટમાં બેસેલા યાત્રીઓ ગભરાઈ ગયા, આ વખતે ફ્લાઇટના ટાયર માંથી હવા નીકળી ગઈ
15 દિવસમાં બે વખત વેન્ચ્યુરા ફ્લાઈટમાં બેસેલા યાત્રીઓ ગભરાઈ ગયા, આ વખતે ફ્લાઇટના ટાયર માંથી હવા નીકળી ગઈ

સુરત એરપોર્ટ પર ફરી એક વખત મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. વેન્ચ્યુરા કંપનીનું ડોમેસ્ટિક પ્લેન જ્યારે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ થવાનું હતું. ત્યારે અચાનક જ ટાયરમાંથી હવા નીકળી જતા પ્લેનની સંતુલન બગડી ગયું હતું. જેથી યાત્રીઓ ગભરાઈ ગયા હતા

સુરત: એરપોર્ટ પર ફરી એક વખત વેન્ચ્યુરા પ્લેનના યાત્રીઓ ગભરાઈ ગયા હતા. અમદાવાદ સુરત વેન્ચુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી. વહેલી સવારે અમદાવાદ થી સુરત એરપોર્ટ પર આવેલી વેન્ચુરાની ફ્લાઈટ જ્યારે રનવે પર લેન્ડિંગ કરે તે પહેલા અચાનક જ ટાયરમાંથી હવા નીકળી ગઈ હોય તેવું પાયલોટને લાગ્યું હતું. જ્યારે પાયલોટને આ અંગે જાણ થઈ ત્યારે તેને લેન્ડિંગ કરવા પહેલાં સુરત એરપોર્ટ ઓથોરિટીને આ અંગે જાણ પણ કરી હતી.

ટાયર પૂરતું એર પ્રેશર જાળવી શક્યું ન હતું: સમગ્ર મામલે કંપની તરફથી પ્રેસ રિલીઝ કાઢી જણાવવામાં આવ્યું છે કે, આ સમગ્ર મામલે અમે તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે જે ટાયર નાખવામાં આવ્યા હતા તેમાં કોઈ ખામી છે. એક અઠવાડિયા પહેલા જ નવા ટાયર ફ્લાઇટમાં લગાડવામાં આવ્યા હતા. એરક્રાફ્ટ લેન્ડ થવાનો હતો. ત્યારે ટાયર પૂરતું એર પ્રેશર જાળવી શક્યું ન હતું.

ટેકનિકલ નિષ્ણાંતો સાથે વાત કરી રહ્યા છે: કંપની તરફથી પ્રેસ રિલીઝમાં આપેલી માહિતી અનુસાર, એરક્રાફ્ટમાં જે ટાયર લગાડવામાં આવ્યા છે. તે કંપનીના ટાયરોમાં ટેકનિકલ ખામી આવી રહી છે. કોઈપણ પ્રકારની ક્ષતિ થઈ નથી પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત છે. તેથી અમે ગંભીરતાથી આગળ આવી ઘટના ન બને તે અંગે સજ્જ છીએ. અમે વર્ષ 2011 થી એરક્રાફ્ટનું સંચાલન કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 13 વર્ષમાં ક્યારેય પણ આવી પરિસ્થિતિ ઉદ્ભવી નહોતી. પંદર દિવસમાં આ બીજી ઘટના છે. અગાઉ ટાયર ક્રશ થવાની ઘટના પણ બની હતી. 14 દિવસ પહેલા આજે અમે ટાયર બદલ્યું છે. અમે ટેકનિકલ નિષ્ણાત સાથે પણ વાત કરી રહ્યા છે.

  1. Surat News: ભાદરવી પૂનમના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં 45મુ સફળ અંગદાન થયું
  2. Surat Crime: ઘરે બેસી મહિને કમાવવાની લાલચ પડી ભારે, ગઠિયાઓ 30 હજાર પડાવી ગયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.