ETV Bharat / state

સુરત કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું, ડુમસ બીચ જવાઆવવા નવો રોડ સહિત 10 રસ્તા મળ્યાં

author img

By

Published : Jan 6, 2023, 3:38 PM IST

સુરત કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. શહેરના કુલ 35 રોડને પહોળા કરવા ઝૂંબેશ (TP road opening campaign Surat )શરૂ કરવામાં આવી છે. એસએમસી ટાઉન પ્લાનિંગ વિભાગ (Surat Town Planning Department )એ 61 હજાર ચોરસ મીટર જમીનનો કબજો મેળવ્યો છે. જેમાં ડુમસ બીચ જવાઆવવા નવો રોડ (Dumas Beach New Road ) પણ મળ્યો છે.

સુરત કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું, ડુમસ બીચ જવાઆવવા નવો રોડ સહિત 10 રસ્તા મળ્યાં
સુરત કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું, ડુમસ બીચ જવાઆવવા નવો રોડ સહિત 10 રસ્તા મળ્યાં

એસએમસીએ 61 હજાર ચોરસ મીટર જમીનનો કબજો પરત મેળવ્યો

સુરત શહેરના અલગ-અલગ ઝોનમાં કુલ 35 રોડને પહોળા કરવા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પાલિકા કામે લાગ્યું છે. નવા કમિશનર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.આજરોજ પણ દરેક ઝોનમાં ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેર તથા એસએમસી ટાઉન પ્લાનિંગ વિભાગ (Surat Town Planning Department )ના સંકલનમાં ટીપી રસ્તા ખુલ્લા કરવાની ઝુંબેશ (TP road opening campaign Surat )સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. આમ શહેરના દરેક ઝોનમાં સુરત કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે.જેને કારણે શહેરના 10 નવા રસ્તા ખુલ્લાં થયાં છે તેમાં ડુમસ બીચ પર જવાઆવવા નવો રોડ પણ મળ્યો છે.

આ પણ વાંચો સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જૂઓ કોણ મેદાને ઊતર્યું અને શું કરી કામગીરી

ટ્રાફિકમાં રાહત શહેરીજનોને પ્રાથમિક સુવિધા ઝડપથી મળી રહે તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે દરેક ઝોનમાં ટીપી રસ્તા ખુલ્લા મૂકવાની કામગીરી અગ્રિમતાના ધોરણે હાથ ધરવા આદેશ કરવામાં આવ્યો છે. આજરોજ પણ દરેક ઝોનમાં ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેર તથા એસએમસી ટાઉન પ્લાનિંગ વિભાગ (Surat Town Planning Department )ના સંકલનમાં ટીપી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી (TP road opening campaign Surat )ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. આ સાથે જ પાલિકાએ 61 હજાર ચોરસ મીટર જમીનનો કબજો મેળવ્યો છે. આ સાથે રસ્તા ખુલતાં ટ્રાફિકમાં પણ રાહત થઇ છે.

આ પણ વાંચો વાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી

કયા ઝોનમાં કેટલા મીટર રોડ પહોળો કરવામાં આવ્યો સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 8 ઝોનમાં 61હજાર ચોરસ મીટર રસ્તાની જગ્યાનો કબજો લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ દિવસની અંદર 35 ટીપી રસ્તાઓ ખુલ્લા કરવાનું અભિયાન (TP road opening campaign Surat ) શરૂ કર્યું છે.

નવા માર્કેટ જવા નવો રસ્તો મળી ગયો વરાછા ઝોનેમાં ટીપી 35 કુંભારિયા સારોલી સણિયા હેમાદમાં ફાઇનલ પ્લોટમાં 262 થી 255 સુધી 18 મીટર પહોળાઇનો 4680 ચોરસ મીટરનો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સાથે જ રસ્તો ખુલ્લો મુકાતા સુરત કડોદરાને લાગુ નવા માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર માટે નવો રસ્તો મળી ગયો છે.

કતારગામમાં 30 મીટરનો નવો રસ્તો મળ્યો કતારગામ ઝોનમાં 51 ટીપી ફાઇનલ પ્લોટ માં 36 થી 44 સુધી 18 મીટર પહોળાઈમાં 4680 ચોરસ મીટરનો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ રસ્તો ખુલ્લો મુકાતા 30 મીટરનો નવો રસ્તો મળી ગયો છે.

ઉધના અને રાંદેમમાં રસ્તા ખુલ્યાં ઉધના ઝોનમાં ટીપી 47 ભેસ્તાન વિસ્તારના ફાઇનલ પ્લોટમાં 10 થી 12માં ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. લિંબાયત ઝોનમાં ટીપી 61 પરવટ ગોડાદરામાં પ્લોટ નંબર 440 ચોરસ મીટર રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. રાંદેર ઝોનમાં ડ્રાફટ ટીપી સ્કીમ નંબર 37 વરિયાવ ફાઇનલ પ્લોટ નંબર 14 થી 97 સુધીના 15 મીટર પહોળાઇના ટીપી રોડને આજરોજ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

સચિન અને અઠવામાં આ રસ્તા ખુલ્યાં સચિન ઝોનમાં ડ્રાફટ ટીપી સ્કીમ નંબર 59 ફાઇનલ પ્લોટ નંબર 197 થી 158માં 18 મીટર પહોળા રસ્તા પૈકી 5220 ચોરસ મીટર રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અઠવા ઝોનમાં ટીપી સ્કીમ નંબર 81 ફાઇનલ પ્લોટ નંબર 9 થી 166 સુધીના 24 મીટરના ટીપી રસ્તાને ખુલ્લો કરાયો હતો.5250 ચોરસ મીટર ક્ષેત્રફળ રસ્તો ખુલ્લો મૂક્યો હતો. જે થકી ડુમસ ગામથી સુરત ડુમસ રોડને જોડતો મહત્ત્વનો લીંક રોડ ખુલ્લો થયો છે.

ડુમસ દરિયાકિનારે જવા આવવા માટે નવો રસ્તો લીંક રોડ ખુલ્લો થતા ડુમસ ગામના રહીશો સુરત શહેર જવા આવવા તથા સુરતવાસીઓને ડુમસ દરિયાકિનારે જવા આવવા માટે નવો રસ્તો મળી (Dumas Beach New Road )ગયો છે. તો સરથાણા ઝોનમાં ડ્રાફટ ટીપી સ્કીમ નંબર 38 નાના વરાછામાં વરાછા રોડથી સવજી કોરાટ બ્રિજ તરફ જતા 45 મીટર તથા સુરત કામરેજ 60 મીટરના રસ્તાના જંક્શન પર નટવર નગર સોસાયટીના મકાનોથી બોટલનેક સર્જાતો હતો. 45 મીટર પહોળાઇમાં આવતા મકાનો દુકાનો દૂર કરી 2250 ચોરસ મીટર રસ્તા પૈકીની જગ્યાનો કબજો લેવામાં આવ્યો છે. જોકે દસ વર્ષ બાદ સીમાડા જંક્શન પરનું બોટલનેક દૂર કરવામાં પાલિકાને (TP road opening campaign Surat )સફળતા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.