ETV Bharat / state

વાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી

author img

By

Published : Jan 6, 2023, 1:01 PM IST

વાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી
વાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી

પેટ્રોલ,ડીઝલના ભાવમાં વધારો થતા લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો (Electric Vehicle) તરફ વળ્યા છે. સુરતમાં વર્ષ 2022 માં રેકોર્ડ બ્રેક 12,171 ઇલેક્ટ્રીક વાહનો વેચાયા (surat electric vehicle selling report record break) છે. અને આ વખતે સુરત શહેરમાં (Surat ranks first in sales of e vehicles) સૌથી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું રજીસ્ટ્રેશન કરાયું છે.સરકાર ઇલેક્ટ્રીક વાહનો પર સબસીડી (Subsidy on electric vehicles) આપી રહી છે.Surat Electric Vehicle record break selling

વાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી

સુરત મોંઘવારી અને પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારાના કારણે હવે લોકો ઇલેક્ટ્રિક (Surat Electric Vehicle selling) વ્હીકલ પસંદ કરી રહ્યા છે. પેટ્રોલ,ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે હવે લોકોને નાછૂટકે ઇલેક્ટ્રિક (surat electric vehicle selling report record break) વાહનો તરફ જવાનો વારો આવ્યો છે.પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલનો વધારે વેચાણમાં એક વાત જગજાહેર છે કે ચાર્જીંગ સ્ટેશનની પણ સમસ્યાઓ છે. અને આ પહેલા તો ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જીંગમાં મુકવાના સમયે બલાસ્ટ થયો હોવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. પરંતુ હાલ તો સુરત શહેરમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું રજીસ્ટ્રેશન (Surat Vehicle selling report) કરાયું છે. રુપિયા 27.19 કરોડની સબસીડી (Subsidy on electric vehicles) સરકાર દ્વારા સુરતની પ્રજાને 2022 માં આપવામાં આવી હતી.

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો સુરત શહેરમાં સતત ઇલેક્ટ્રિક વાહનોની (record break selling) ખરીદીમાં વધારો થઈ રહ્યો છે. 2022માં શહેરમાં રેકોર્ડ બ્રેક ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી થઈ છે. આ વર્ષમાં 12,171 ઇલેક્ટ્રીક વાહનો (e vehicle sales in india) વેચાયા હતા. શહેરનાં 12,171 ઇલેક્ટ્રિક વાહનોને રુપિયા 27.19 કરોડની સબસિડી અપાઈ છે. સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ- ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે જ સુરત સુરત મહાનગર પાલિકા ઈલેક્ટ્રીક વાહન માટે પ્રોત્સાહક પોલિસી જાહેર કરી છે. તેના કારણે સુરતમાં ઈ વ્હીકલ (e vehicle sales in gujarat) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ઈ વ્હીકલ વધી રહ્યાં છે. પરંતુ ચાર્જીંગ સ્ટેશન ન હોવાથી સુરત મહાનગર પાલિકાએ શહેરના જુદા જુદા જગ્યાએ 50 નવા ઈ વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે શરૂઆત પણ કરી દીધી છે.

આ પણ વાંચો Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી

1825 ઇલેક્ટ્રીક કારનું રજીસ્ટ્રેશન સુરત આરટીઓ ઇન્ચાર્જ એમ.આર ગજ્જર એ જણાવ્યું હતું કે, સૌથી વધારે સુરતમાં 9737 ટુ-વ્હીલર અને 1825 ઇલેક્ટ્રીક કારનું રજીસ્ટ્રેશન સુરત RTOમાં થયું છે.જેમના ચાલકોને સરકારે 27.19 કરોડની સબસીડી આપી છે. ઇલેક્ટ્રીક વ્હીકલ માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે સરકાર દ્વારા સબસીડી આપવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સરકાર દ્વારા 27.19 કરોડની સબસીડી આપવામાં આવી .ઈલેક્ટ્રીક વાહનો માટે સરકારની યોજનાના કારણે વ્હીકલની ખરીદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને આ પર્યાવરણની જાળવણી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદીમાં ધૂમ વેચાણ સરકારની યોજનાના કારણે ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદીમાં ધૂમ વેચાણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા (E vehicles in India) પર ગુજરાત સરકાર રુપિયા 15 હજાર સુધીની સબસિડી આપે છે. ગુજરાત ઈવી પોલિસી યોજના ના કારણે લોકો ઈલેક્ટ્રીક વહીકલ તરફ વળ્યા છે. આ યોજનાનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો કરવાનો છે. આ યોજના હેઠળ ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર સબસિડી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો હેમર હેડમેનનો પાવર, 30 સેકન્ડ બાઇક ખભા પર રાખી 100 મીટરની રેસ

વધારાની સબસિડી સરકાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદીમાં વિદ્યાર્થીઓને 12 હજાર રૂપિયાની વધારાની સબસિડી આપી રહી છે. ધોરણ 9 થી કોલેજ જતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યોં છે. આ યોજના હેઠળ, ઇલેક્ટ્રિક થ્રી-વ્હીકલની ખરીદી પર 48,000 રૂપિયાની સબસિડી પણ મળશે. તેનાથી રોજગારમાં પણ વધારો થશે. યોજના હેઠળ, સબસિડી ખરીદદારોને સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. આ સાથે, ઇલેક્ટ્રિક વાહન પરના તમામ (Subsidy on electric vehicles) રજિસ્ટ્રેશન ચાર્જ બિલકુલ ફ્રી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.