ETV Bharat / state

સુરતમાં આ વર્ષે ફેન્સી અને ધ્વનિ રહિત ફટાકડાઓની ડિમાન્ડ

author img

By

Published : Oct 26, 2019, 5:56 PM IST

સુરત: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળીના અંતિમ દિવસ અગાઉ સુરતના ફટાકડા બજારમાં ફટાકડા જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 22 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ખરીદી કરવામાં ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે, સાથે ધ્વનિ રહિત ફટાકડાઓ આ વખતે બજારમાં જોવા મળી રહ્યા છે.

સુરતમાં આ વર્ષે ફેન્સી અને ધ્વનિ રહિત ફટાકડાઓની ડિમાન્ડ

દિવાળીનો તહેવાર હોય અને ફટાકડાની હાજરી ન હોય તેવું કેવી રીતે બની શકે. જ્યાં દિવાળીના પર્વ નિમિત્તે શહેરીજનો ફટાકડાની ખરીદી અવશ્ય કરતા હોય છે, ચાલુ વર્ષે પણ દિવાળીના અંતિમ દિવસ અગાઉ જ ફટાકડાની ધૂમ ખરીદી નીકળી છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ગ્રાહકોના જણાવ્યાં અનુસાર ગત વર્ષે બજેટ મુજબ ફટાકડા મળી રહ્યા હતાં. પરંતુ, આ વર્ષે GSTના કારણે ફટાકડાના ભાવમાં 22 ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ફટાકડાની જે વેરાયટીઓ હતી. તે લુપ્ત થઇ ગઈ છે.

સુરતમાં આ વર્ષે ફેન્સી અને ધ્વનિ રહિત ફટાકડાઓની ડિમાન્ડ

સુરતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મંદિની અસર જોવા મળી હતી. જોકે આ મંદી વચ્ચે પણ સુરતીલાલાઓ ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે અને આવતીકાલે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે તમામ તૈયારીઓ પણ કરી ચૂક્યા છે. સુરતમાં ચાલુ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટીઓ બજારમાં આવી છે. જેમાં સરકારના આદેશ મુજબ ધ્વનિ રહિત ફટાકડાઓ આ વખતે બજારમાં મૂકવામાં આવ્યા છે, તો સાથે જ મ્યુઝીકલવાળા ફટાકડાની સાથે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Intro:સુરત : દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના અંતિમ દિવસ અગાઉ સુરતના ફટાકડા બજારમાં ધૂમ ઘરાકી જોવા મળી રહી છે.. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 22 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.. ત્યાં બીજી તરફ ગત વર્ષે ગ્રાહકો દ્વારા બજેટ પ્રમાણે ફટાકડા ની ખરીદી કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે 22 ટકા જેટલો વધારો થવાના કારણે ખરીદી કરવામાં ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે...સાથે ધ્વનિ રહિત ફટાકડાઓ આ વખતે બજારમાં જોવા મળી રહ્યા છે.


Body:દિવાળીનો તહેવાર હોય અને ફટાકડા ની હાજરી ના હોય તેવું કેવી રીતે બની શકે. જ્યાં દિવાળીના પર્વ નિમિત્તે શહેરીજનો ફટાકડા ની ખરીદી અવશ્ય કરતા હોય છે ચાલુ વર્ષે પણ દિવાળી ના અંતિમ દિવસ અગાઉ જ ફટાકડાની ધૂમ ખરીદી નીકળી છે જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે ગ્રાહકોના જણાવ્યાનુસાર ગત વર્ષે બજેટ મુજબ ફટાકડા મળી રહ્યા હતા પરંતુ આ વર્ષે જીએસટીના કારણે ફટાકડાના ભાવમાં ૨૨ ટકા જેટલો વધારો થયો છે ચા બીજી તરફ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ફટાકડાની જે વેરાયટીઓ હતી એ લુપ્ત થઇ ગઈ છે.સુરતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મંદિરની ભારે બુમરાણ મચી હતી જોકે આ મંદી વચ્ચે પણ સુરતીલાલાઓ ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે અને આવતીકાલે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે તમામ તૈયારીઓ પણ કરી ચૂક્યા છે. સુરતમાં ચાલુ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટીઓ બજારમાં આવી છે.જેમાં સરકારના આદેશ મુજબ ધ્વનિ રહિત ફટાકડાઓ આ વખતે બજારમાં મૂકવામાં આવ્યા છે. Conclusion:
તો સાથે જ મ્યુઝીકલવાળા ફટાકડા ની સાથે નં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં  લઈ ફટાકડા નું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે

બાઈટ : પ્રદીપ
બાઈટ : રાજ
બાઈટ : કિશોર (દુકાનદાર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.