ETV Bharat / state

વડાપ્રધાન મોદીની વાતથી પ્રેરિત થનાર સુરતના યુવાને કુલ્હડ પીઝા બનાવી લોકોને કર્યા આશ્ચર્યચકિત

author img

By

Published : Oct 3, 2021, 10:01 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ મંત્રના કારણે સુરતના લોકો હવે કુલ્હડ પીઝાની મજા માણી રહ્યા છે. સાંભળીને આશ્ચર્ય થશે કે, અત્યાર સુધી કુલ્હડની ચાર લોકો પીતા હતા પરંતુ હવે કુલ્હડમાં પીઝા પણ તૈયાર થઈ રહ્યા છે. સુરતના ધોરણ 10 પાસ ચિરાગે લોકડાઉન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં લોકલ ફોર વોકલ શબ્દ સાંભળીને સુરતમાં કુલ્હડ પીઝા બનાવવાની શરૂઆત કરી છે. જે હાલ ખૂબ જ લોકોને પસંદ આવી રહ્યા છે.

Kulhad Pizza
Kulhad Pizza

  • નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ મંત્રના કારણે સુરતના લોકો હવે માણી રહ્યા છે કુલ્હડ પીઝાની મજા
  • ચિરાગ ધોરણ 10 ભણીને એક જગ્યાએ મેનેજરની નોકરી કરતો હતો, જ્યારે પિતા વોચમેન હતા
  • પીઝામાં હોય છે તેના કરતાં પણ વધારે વસ્તુઓ આ કુલ્હડ પીઝાની અંદર આવી જાય છે

સુરત: શહેરના 23 વર્ષીય ચિરાગ બે વર્ષ પહેલા નાસ્તાની લારીઓ ચલાવતો હતો પરંતુ લોકડાઉન આવતા આજે તમામ બંધ થઈ ગઈ હતી. એક દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના અંશો સાંભળી તેને બિઝનેસનો નવો કોન્સેપ્ટ મગજમાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમિયાન વોકલ ફોર લોકલની વાત કરી હતી. જેને સાંભળતા જ ચિરાગને કુલ્હડ પીઝાનો વિચાર આવ્યો. આ વિચાર સાથે તેને સુરતના અડાજણ વિસ્તારમાં કુલ્હડ પીઝાનું વેચાણ શરૂ કર્યું હતું.

વડાપ્રધાન મોદીની વાતથી પ્રેરિત થઈ સુરતના યુવાને કુલ્હડ પીઝા બનાવી લોકો કર્યા આશ્ચર્યચકિત

આ પણ વાંચો: આણંદમાં રહેતા ઉદ્યોગ સાહસિક મહિલાનો વડાપ્રધાન મોદીએ કર્યો મનકીબાતમાં ઉલ્લેખ

આત્મનિર્ભર મંત્રથી પ્રેરાઈને તેની શરૂઆત કરી

ચિરાગે જણાવ્યું હતું કે, જે રીતે પીઝામાં તમામ વસ્તુ હોય છે તેના કરતાં પણ વધારે વસ્તુઓ આ કુલ્હડ પીઝાની અંદર આવી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર મંત્રથી પ્રેરાઈને તેની શરૂઆત કરી છે. આજે શહેરમાં જ નહિ, મુંબઈ- વડોદરામાં પણ લોકો મારા આ કુલ્હડ પીઝાને ખૂબ જ પસંદ કરે છે. મારા પિતા વોચમેન હતા અને હું ધોરણ 10 ભણીને એક જગ્યાએ મેનેજરની નોકરી કરતો હતો. જ્યાં મને વીસ હજાર રૂપિયા મળતા હતા પરંતુ મારે કંઈક નવું કરવાનું હતું. આ માટે નરેન્દ્ર મોદીના મૂળ મંત્રની સાથે આ અનોખી પહેલ કરી. કુલ્હડ અમે ખાસ કોલકાતાથી મંગાવીએ છે. પીઝામાં માટીની સુગંધ આવે છે જે લોકોને ખૂબ જ ગમે છે.

આ પણ વાંચો: આણંદના ડોક્ટરે વિશ્વના 37 જેટલા દેશમાં હોમિયોપેથી અંગે જાગૃતિ લાવવા શરૂ કર્યું ઇ- લર્નિંગ કલાસ

  • હોમિઓપેથીના નિષ્ણાત તબીબ ડો. કૃતિક શાહે હોમિયોપેથી સારવાર અને તેની ઉપલબ્દ્ધિઓ અને તેના તમામ પ્રકારના સાહિત્યનું ડિજિટલ રૂપાંતરણ કરી તેને ટેક્નોલોજીના માધ્યમ થકી વિશ્વના 37 જેટલા દેશમાં પહોચાડ્યું છે. ડો. કૃતિક શાહે આ પ્લેટફોર્મને આગામી સમયમાં વિશ્વમાં બોલાતી અન્ય 13 જેટલી ભાષાઓમાં રૂપાંતરિત કરી મહત્તમ લોકો સુધી આ ઇ- લર્નિંગ સાહિત્ય પહોંચી શકે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે ડો. કૃતિક શાહ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હોમિઓપેથીક તબીબી સલાહકાર છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના મન કી બાત કાર્યક્રમમાં જિલ્લાના મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટસ રિસર્ચ સેન્ટર અને હર્બલ મેડિસિન દ્વારા નવો વ્યવસાય શરૂ કરનારી મહિલાની વાત કરીને, તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જે અંગે Etv Bharat દ્વારા મૂળ આંધ્રપ્રદેશના અને આણંદમાં સ્થાયી થયેલા આ મહિલાની મુલાકાત લેવામાં આવી હતી. તેમનું નામ સાઈસુધા છે. જે અંદાજિત 40 કરતાં વધારે સર્ટિફાઇડ આયુર્વેદિક ઔષધિઓ દેશભરમાં પહોંચાડી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.