ETV Bharat / state

A M Naik Heavy Engineering Complex : L and Tના હઝિરા ઉત્પાદન સુવિધાનું નામ બદલીને ‘એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ’ થયું

author img

By

Published : Dec 2, 2021, 8:59 AM IST

Updated : Dec 2, 2021, 1:54 PM IST

સુરત L and Tના હઝિરા ઉત્પાદન સુવિધાનું(L and T hazira manufacturing facilities) નામબદલાયું છે. નામ બદલાતાની(L and T Hazira new name) સાથે જ ચેરમેન એ એમ નાયકનું સન્માન કર્યું હતું. હઝિરા ઉત્પાદન સુવિધાનું નામ નવું એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ(A M Naik Heavy Engineering Complex) રાખવામાં આવ્યું છે.

A M Naik Heavy Engineering Complex : L and Tના હઝિરા ઉત્પાદન સુવિધાનું નામ બદલીને ‘એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ’ થયું
A M Naik Heavy Engineering Complex : L and Tના હઝિરા ઉત્પાદન સુવિધાનું નામ બદલીને ‘એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ’ થયું

  • L&Tના હઝિરા ઉત્પાદન સુવિધાનું નામ બદલાયું
  • હઝિરા ઉત્પાદન નવું નામ એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ થયું
  • સંરક્ષણ ઉપકરણ કાર્યક્રમમાં હોવિત્ઝર્સ – કે9 વજ્રનું ઉત્પાદન મુખ્ય

સુરત : ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલું ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રૂપ લાર્સન એન્ડ ટૂબ્રોએ સુરતના હઝિરામાં એની ઉત્પાદન સુવિધાનું નામ(L and T Hazira new name) બદલીને એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ(A M Naik Heavy Engineering Complex) કરીને એના ચેરમેન એએમ નાયકનું સન્માન કર્યું છે.

દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે

L and Tની અન્ય મુખ્ય ઉત્પાદન સુવિધાઓ ઉપરાંત એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ પ્રક્રિયામાં સતત સુધારો કરી રહ્યું છે. તેમજ સચોટતા અને સ્પીડ વધારવા ઓટોમેશન અને રોબોટિક્સનો સામેલ કરે છે. લાર્સન એન્ડ ટૂબ્રો ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય જૂથ છે. આ જૂથ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે. મજબૂત, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કામગીરી માટે સતત પ્રયાસરત છે, જેથી L and Tએ આઠ દાયકાથી એના મુખ્ય વ્યવસાયોમાં લીડરશિપ મેળવી છે અને એને જાળવી રાખી છે.

એલએન્ડટીના સીઇઓ અને એમડી એસએન સુબ્રહમન્યનનું નિવેદન

આ અંગે L and Tના સીઇઓ અને એમડી એસએન સુબ્રહમન્યન(L and T ceo subrahmanyan) એ કહ્યું હતું કે, “એલએન્ડટીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સર્વાનુમતે એના ચેરમેન એએમ નાયકની ભૂમિકાને બિરદાવવાનો નિર્ણય કર્યો છે, જેમણે કંપનીને પરિવર્તિત કરીને નવી ઊંચાઈએ પહોંચાડી છે અને ખાસ કરીને સુરત નજીક હઝિરામાં(L and T hazira surat) મોટી સુવિધા સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. એટલે હઝિરા ગ્રૂપની ઉત્પાદન સુવિધાનું(L and T hazira manufacturing facilities) નામ બદલીને એ એમ નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ કરવાનો નિર્ણય લીધો છે.”

એલએન્ડટી અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રો માટે ઉપકરણનું ઉત્પાદન કરશે

1 ડિસેમ્બર, 2021ના રોજ L and Tના વરિષ્ઠ અધિકારીઓ અને સરકારી અધિકારીઓની હાજરીમાં સુવિધા પર એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયકે કહ્યું હતું કે, “કંપનીની લીડરશિપ ટીમની આ ચેષ્ટા મને સ્પર્શી ગઈ છે. મારું માનવું છે કે, ભેજવાળી કે કણણવાળી જમીનને એક સંકુલમાં પરિવર્તન કરવાના પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સને દેશના ગર્વ તરીકે ગણી શકાય છે. હઝિરા એ વાતનો પુરાવો છે કે, એલએન્ડટી અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રો માટે ઉપકરણનું ઉત્પાદન કરશે અને ભારતને(L and T india value fund) સતત ગર્વ થાય એવા સીમાચિહ્નો સર કરશે.”

અદ્યતન અને મોટા ઉપકરણની નિકાસ કરે છે

ત્રણ દાયકા અગાઉ તાપી નદીના મુખ નજીક એક સ્થળ પર પોચી, કળણવાળી પડતર જમીન હતી, જે સામાન્ય રીતે ભરતીમાં પાણીમાં ડૂબી જતી હતી. એ સમયે L&Tના હેવી એન્જિનીયરિંગ અને ઇપીસી પ્રોજેક્ટ બિઝનેસનું સુકાન સંભાળતા નાયકે આ પડતર જમીનમાં એક વિશાળ કોમ્પ્લેક્સની કલ્પના કરી હતી, જે કંપનીના વિશાળ અને જટિલ રિએક્ટર્સ અને પ્રેશર વેસલ્સનું નિર્માણ કરવાની લાંબા ગાળાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું હતું. નાયકે પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું, જેના પગલે આ સુવિધાનું એકથી વધારે તબક્કામાં વિસ્તરણ થયું છે, જેમાં મોડ્યુલર ફેબ્રિકેશન યાર્ડ અને પાવર પ્લાન્ટ માટે અતિ મહત્વપૂર્ણ ઉપકરણ, ન્યૂક્લીઅર ફોર્જિંગ્સ અને વિશિષ્ટ આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સનું ઉત્પાદન થાય છે. 1.6 કિલોમીટર લાંબા પાણીના કિનારા સાથે 750 એકરમાં પથરાયેલી આ સુવિધા અમેરિકા, કેનેડા અને ફ્રાંસ સહિત દુનિયાભરમાં વિવિધ દેશોને અદ્યતન અને મોટા ઉપકરણની નિકાસ કરે છે.

હોવિત્ઝર્સ – કે9 વજ્રનું ઉત્પાદન મુખ્ય

આ તમામ વર્ષોમાં હઝિરાએ વિવિધ આંતરરાષ્ટ્રીય માપદંડો સ્થાપિત કર્યા છે, જેમાં કેટલીક રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ માટે દુનિયાનાં કેટલાંક મોટાં રિએક્ટર્સ, ONGC(Oil and Natural Gas Corporation Limited) માટે ઓઇલ અને ગેસ પ્લેટફોર્મ તેમજ સંરક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે. સંરક્ષણ ઉપકરણ કાર્યક્રમમાં હોવિત્ઝર્સ – કે9 વજ્રનું ઉત્પાદન મુખ્ય હતું, જેને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કઇક આવું છે કારણ, સરકારો તમાકુની ખેતી અને પ્રોસેસિંગ પર પ્રતિબંધ કેમ નથી મૂકતી?

આ પણ વાંચોઃ ભારતમાં લોન્ચ થઈ ફૉક્સવૈગન તાઇગુન

Last Updated :Dec 2, 2021, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.