ETV Bharat / city

એલ એન્ડ ટીએ ગ્લોબલ ફ્યુઝન પ્રોજેક્ટ માટે ક્રાયોસ્ટેટના ઉત્પાદનમાં મોટી સફળતા હાંસલ કરી

author img

By

Published : Jun 30, 2020, 5:21 PM IST

Updated : Jun 30, 2020, 6:43 PM IST

ભારતની અગ્રણી એન્જિનીયરિંગ, નિર્માણ, ટેકનોલોજી, ઉત્પાદન અને નાણાકીય સેવાઓ પૂરું પાડતા ગ્રૂપ લાર્સન એન્ડ ટર્બો (એલએન્ડટી)ની હેવી એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટર્બોએ દુનિયામાં સૌથી મોટી સ્ટેઇનલેસ-સ્ટીલની બનેલી હાઈ-વેક્યુમ પ્રેશર ચેમ્બર ક્રાયોસ્ટેટની સૌથી જટિલ અને અંતિમ એસેમ્બલીને લીલી ઝંડી આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ન્યૂક્લીઅર ફ્યુઝન ક્ષેત્રમાં આ સીમાચિહ્નરૂપ સફળતા છે તેમજ મેક ઇન ઇન્ડિયા પહેલ માટે ગર્વની બાબત છે.

એલએન્ડટી
એલએન્ડટી

સુરતઃ ભારતની લાર્સન એન્ડ ટર્બોએ દુનિયામાં સૌથી મોટી સ્ટેઇનલેસ-સ્ટીલની બનેલી હાઈ-વેક્યુમ પ્રેશર ચેમ્બર ક્રાયોસ્ટેટની સૌથી જટિલ અને અંતિમ એસેમ્બલીને લીલી ઝંડી આપી છે. ક્રાયોસ્ટેટ એસેમ્બલીનો સંદર્ભ ટોપ લિડ એટલે સૌથી ઉપરના ભાગ કે ઢાંકણા સાથે છે, જેનું વજન 650 મેટ્રિક ટન (એમટી) છે. જેને સધર્ન ફ્રાંસમાં રિએક્ટર પિટમાં ITER (ઇન્ટરનેશનલ થર્મોન્યૂક્લીઅર એક્સપેરિમેન્ટલ રિએક્ટર) માટે ક્રાયોસ્ટેટના અન્ય સેગમેન્ટ સાથે સ્થાપિત કરવામાં આવશે. એલએન્ડટીએ ક્રાયોસ્ટેટ માટે બેઝ સેક્શન, નીચેનાં સીલિન્ડર અને ઉપરનાં સીલિન્ડરની ડિલિવરી કરી દીધી છે. ક્રાયોસ્ટેટની કામગીરી ફ્યુઝન રિએક્ટરને કૂલિંગ આપવાની અને એના મુખ્ય ભાગ કે હાર્દમાં અતિ ઊંચા તાપમાનને નિયંત્રણમાં જાળવવાની છે.

એલએન્ડટીએ ગ્લોબલ ફ્યુઝન પ્રોજેક્ટ માટે ક્રાયોસ્ટેટના ઉત્પાદનમાં મોટી સફળતા હાંસલ કરી

આ ઉદ્ઘાટન સમારંભ ઓગસ્ટમાં ITER ગ્લોબલના ડાયરેક્ટર જનરલ ડૉ. બર્નાર્ડ બિગોટ, ભારતીય પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ કે. એન. વ્યાસ, ITER-ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર યુ. કે. બરુઆ, નીતિ આયોગના સભ્ય વી. કે. સારસ્વત, ગ્રૂપ ચેરમેન એ. એમ. નાઇક, એલએન્ડટીના CEO અને MD એસ. એન. સુબ્રહમન્યન સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

એલએન્ડટીના સ્વતંત્ર આ સીમાચિહ્નરૂપ સફળતા પર એલએન્ડટીના CEO અને MD એસ. એન. સુબ્રહમન્યને કહ્યું હતું કે, આ કંપની માટે ગર્વની ક્ષણ છે. કારણ કે, કંપનીએ વિશ્વની સૌથી મોટી સ્ટેઇન્લેસ સ્ટીલની બનેલી, હાઈ-વેક્યુમ પ્રેશર ચેમ્બર વિકસાવવામાં એક વધુ સીમાચિહ્નરૂપ સફળતા હાંસલ કરી છે. કંપનીએ ITERને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, અતિ સચોટ એસેમ્બલી સતત સપ્લાય સુનિશ્ચિત કરવા ઇનોવેટિવ અને ડિજિટલ ઉત્પાદન ટેકનિકોનો ઉપયોગ કર્યો છે. ફ્રાન્સમાં પ્રોજેક્ટ સાઇટ પર ક્રાયોસ્ટેટના ઇન્સ્ટોલેશન માટેનો માર્ગ મોકળો કરશે, જે છેવટે દુનિયાના સૌથી જટિલ સંશોધન પ્રોજેક્ટ પૈકીના એકમાં ફ્યુઝન પાવરની મોટા પાયે સંભવિતતા પ્રદર્શિત કરવા તરફ દોરી જશે.

એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને હેડ અનિલ પરબે કહ્યું હતું કે, ટોપ લિડ સેક્ટરના સપ્લાય સાથે અમે પ્રોજેક્ટ સાથે સંબંધિત આપણા ભારતની કામગીરી નિયત સમયમર્યાદા અગાઉ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઘટકોનું ફેબ્રિકેશન એની પ્રચંડ સાઇઝ અને એના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધારાધોરણો એમ બંને દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ એન્જિનીયરિંગનો પુરાવો છે. એલએન્ડટી હેવી એન્જિનીયરિંગ માટે આ ગર્વની ક્ષણ છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર ઉચ્ચ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતીય ક્ષમતા પ્રદર્શિત કરે છે.

પ્રોજેક્ટમાં એલએન્ડટી હેવી એન્જિનીયરિંગની કામગીરી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગમાં કંપનીએ એના અત્યાધુનિક હજીરા ઉત્પાદન સંકુલમાં એસેમ્બલીઓનું ઉત્પાદન કર્યું હતું. બીજા ભાગમાં ફ્રાંસના કેડરેચમાં પ્રોજેક્ટ સાઇટ પર વિવિધ સેક્ટરના એસેમ્બલિંગ માટે કામચલાઉ વર્કશોપનું નિર્માણ સંકળાયેલું હતું. છેલ્લા ત્રીજા ભાગમાં એને ટોકામક રિએક્ટર સાથે ક્રાયોસ્ટેટનું ઇન્ટિગ્રેશન સંકળાયેલું હતું. આ ઉદ્ઘાટન સાથે એલએન્ડટી હેવી એન્જિનીયરિંગે ભારતમાં આયોજિત ઉત્પાદન કામગીરી પૂર્ણ કરી છે.

એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના બિઝનેસે વર્ષ 2015માં પરમાણુ ઊર્જા વિભાગની પાંખ ITER ઇન્ડિયા પાસેથી આ પ્રતિષ્ઠિત કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. ભારત સહિત દુનિયાના સાત દેશોએ જોડાણમાં મહત્વકાંક્ષી મેગા સાયન્ટિફિક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 20 અબજ ડોલર છે.

એલએન્ડટી હેવી એન્જિનીયરિંગ અત્યાધુનિક, સંપૂર્ણપણે સંકલિત, આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ હજીરા (સુરત), પવઈ (મુંબઈ) અને વડોદરામાં ધરાવે છે. એલએન્ડટીનો હેવી એન્જિનીયરિંગ બિઝનેસ રિફાઇનરી, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ અને પરમાણુ ઊર્જા ઉદ્યોગોમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન ઉપકરણ અને સિસ્ટમ સપ્લાય કરવાનો અસરકારક ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

Last Updated : Jun 30, 2020, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.