ETV Bharat / state

Surat Bullet Train Project: જાણો ક્યા વર્ષથી સુરત અને બીલીમોરા વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે

author img

By

Published : Jun 6, 2022, 1:10 PM IST

કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેકટ એવા બુલેટ ટ્રેન પ્રોજેકટની (Bullet train)કામગીરીનું કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરતથી બીલીમોરા વચ્ચે 2026 સુધીમાં બુલેટ ટ્રેન (Bilimora bullet train from Surat )ચાલુ થશે એવી ખાતરી આપી હતી. સુરતના અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. જે દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન હશે. આ સ્ટેશન ડાયમંડ આકારનું હશે.

Surat Bullet Train Project: જાણો ક્યા વર્ષથી સુરત અને બીલીમોરા વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે
Surat Bullet Train Project: જાણો ક્યા વર્ષથી સુરત અને બીલીમોરા વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે

સુરત: કેન્દ્ર સરકારના અતિ મહત્વાકાંક્ષી ગણાતા બુલે ટ્રેન (Bullet train)પ્રોજેકટની કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે. સોમવારના રોજ કેન્દ્રના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ કામગીરીની સમિક્ષા માટે સુરત પહોંચ્યા હતા. તેમણે જિલ્લાના અંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન(Surat bullet train) સહિત અલગ અલગ સાઇટ્સની મુલાકાત લઈ કામગીરીની સમિક્ષા કરી હતી. તેમની સાથે સુરતના સાંસદ અને રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ પણ જોડાયા હતા.

બુલેટ ટ્રેન

આ પણ વાંચોઃ Surat Bullet Train Project: સુરતના બુલેટ ટ્રેન પ્રોજેકટની જાપાનના પ્રતિનિધિમંડળે વિવિધ સાઇટ્સની મુલાકાત કરી

બુલેટ ગતિએ ચાલી રહ્યું છે કામ - દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું(bullet train project) કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાલી રહેલી કામગીરીની વખતો વખત ઉચ્ચ કક્ષાના પ્રધાનો અને અધિકારીઓ મુલાકાત લેતા રહ્યા છે. ત્યારે હાઇસ્પીડ રેલવે સ્ટેશન પણ સુરતમાં બની રહ્યું હોય કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સુરતમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

130 કરોડ ભારતીયોનું સ્વપ્ન જલ્દી સાકાર થશે - પ્રોજેકટની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે, અમદાવાદ મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ ખુબ જ ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 61 કિલોમીટર સુધીમાં પિલર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. લગભગ 150 કિમી પર એક સાથે કામ ચાલી રહ્યું છે. રેલવેની ચાલી રહેલી કામગીરી જોતાં દેશના વડાપ્રધાને જોયેલા 130 કરોડ ભારતીયોનું સ્વપ્ન સાકાર થતું નજરે પડી રહ્યું છે. તેમણે કહ્યું કે 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી બુલેટટ્રેન ચલાવવાનું (Bilimora bullet train from Surat )લક્ષ્યાંક છે. કામની પ્રગતિ જોતાં અમારું આ લક્ષ્યાંક અવશ્ય પૂરું થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કામગીરીને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Bullet Train Project: સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ થશે, 520 જેટલા ટાવર ઊભા કરવામાં આવ્યા

સુરતમાં ડાયમંડ આકારનું સ્ટેશન બનશે - અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના અંત્રોલીમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. જે દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન હશે. આ સ્ટેશન ડાયમંડ આકારનું હશે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ જે તે શહેરની ઓળખ પ્રમાણેની થીમ પર સ્ટેશનની કામગીરી કરવામાં આવનાર છે. કેન્દ્રિય પ્રધાનની મુલાકાતથી આ કામગીરી વધુ ઝડપી બનશે તેવી આશા સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.