ETV Bharat / state

Surat Vegetable Thief : સાવધાન ! સુરતમાં શાકભાજી ચોરનો ત્રાસ યથાવત, લાખો રુપિયાનું લસણ ચોરાયું

author img

By

Published : Jul 25, 2023, 5:42 PM IST

હાલમાં પેટ્રોલ-ડીઝલની કિંમત કરતા શાકભાજીના ભાવ વધુ છે. ત્યારે અમુક તસ્કરોને હવે શાકભાજીની ચોરીમાં રસ પડ્યો છે. તાજેતરમાં જ સુરત શહેરમાંથી બટેકા અને ટમેટાની ચોરીના બનાવ સામે આવ્યા હતાં. ત્યારે હવે શહેરના લિંબાયત વિસ્તારમાંથી લાખો રુપીયાની લસણની ચોરી થઈ છે. ઉલ્લેખનિય છે કે, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસ શાકભાજી ચોરોની તપાસ કરી રહી છે.

સાવધાન ! સુરતમાં શાકભાજી ચોરનો ત્રાસ
સાવધાન ! સુરતમાં શાકભાજી ચોરનો ત્રાસ

લાખોની લસણ ચોરાઈ

સુરત : લોકોના ઘર-ઓફીસમાંથી કીમતી સમાન તેમજ રોકડ રૂપિયા ચોરી થવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. પરંતુ હાલમાં શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તાજેતરમાં જ સુરતમાં બટાકાની ચોરીની ઘટના બની હતી. ત્યારે હવે લસણ ચોરી થયાની ઘટના સામે આવી છે. લીંબાયત વિસ્તારમાંથી 91,960 રૂપિયાની કિમતના 836 કી.ગ્રા. લસણની ચોરી થઇ છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

લાખોની લસણ ગાયબ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં આ ચોરીની ઘટના બની હતી. લિંબાયત સ્થિત શિવદર્શન સોસાયટીમાં રહેતા સુમનબેન પવાર શાકભાજીનો વેપાર કરે છે. ગત 24 તારીખના રોજ તેઓના ઘર પાસે મુકેલા લસણની 22 ગુણોની ચોરી થઇ હતી. કુલ 91,960 રૂપિયાની કિમતના 836 કિલોગ્રામ લસણની ચોરી થતા તેઓ ચોકી ઉઠ્યા હતા.

ઘટના CCTV કેમેરામાં કેદ : આ ઘટના બાદ તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ઘર પાસે લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તેમાં રાત્રીના સમયે એક રીક્ષા અને ટેમ્પોમાં આવેલા ચાર જેટલા ઈસમો લસણની ગુણોની ચોરી કરતા નજરે ચડ્યા હતા. લીંબાયત પોલીસે સુમનબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

અમને ફરીયાદ મળી છે કે, ટેમ્પોમાં આવેલા ચાર જેટલા ઈસમો લસણની ગુણોની ચોરી કરી નાસી ગયા છે. ચોરીની ઘટના CCTV કેમેરાના ફૂટેજમાં જોઈ શકાય છે. રાત્રીના સમયે રીક્ષા અને ટેમ્પામાં આવીને 4 જેટલા ઈસમો લસણની ગુણો ચોરી કરીને ફરાર થઇ જાય છે. આ ઘટનાને લઈને પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલું છે. -- એસ.બી. પઢેરીયા (PI, લિંબાયત પોલીસ મથક)

શાકભાજી ચોર : મહત્વનું છે કે, હાલમાં શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. સુરતમાં અગાઉ બટેટા અને ટમેટાની ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. ત્યાં હવે સુરતમાં લસણ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં તસ્કરો હવે લોકોના ઘર-ઓફીસમાંથી કીમતી સમાન અને રોકડ રકમ બાદ શાકભાજીની પણ ચોરી કરી રહ્યા છે.

  1. Surat Crime: માર્કેટમાંથી 17 કટ્ટા બટાટા ચોરાયા પણ ટમેટા ચોર જ પકડાયો
  2. Surat Crime : શહેરમાં મોંઘીદાટ સાયકલો ચોરી કરીને પાર્ટ્સ ઓરિસ્સા મોકલતી ટોળકી ઝડપાઈ, 42 સાયકલો પોલીસે જપ્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.