ETV Bharat / state

Surat Crime: માર્કેટમાંથી 17 કટ્ટા બટાટા ચોરાયા પણ ટમેટા ચોર જ પકડાયો

author img

By

Published : Jul 10, 2023, 11:42 AM IST

શહેરમાં હીરા,જવેરાત કે સોનાની ચોરી નહીં પરંતુ બટાકાની ચોરીની ઘટના સામે આવી છે. સતત છેલ્લા કેટલાક દિવસથી શાકભાજીના ભાવ સાતમા આસમાને છે. ત્યારે સુરત શહેરમાં 50 કિલોના 17 કટ્ટા બટાકાની ચોરીની ઘટના સામે આવી છે. ટામેટા અને લસણ મોંઘા થતાની સાથે જ ચોરો પણ ટામેટાની ચોરી કરવા લાગ્યા હતા. ટામેટા અને લસણ ના ભાવ આસમાને જતા ચોર એ ટમેટા-લસણની ચોરી કરી છે. શાકભાજી વિક્રેતાઓ ફરિયાદ નોંધવવા કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

Surat Crime News : સાવધાન ! હવે તમારી શાકભાજી પણ સુરક્ષિત નથી
Surat Crime News : સાવધાન ! હવે તમારી શાકભાજી પણ સુરક્ષિત નથી

હવે તમારી શાકભાજી પણ સુરક્ષિત નથી, ચોરીની ઘટના CCTVમાં કેદ

સુરત : હીરાનગરી સુરતમાં હીરાની નહીં, બટાકાની ચોરીની ઘટના સામે આવી છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ સુરતમાં 50 કિલો બટાકાની ચોરી થઈ છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ માતૃશ્રી ફાર્મના શાકભાજીના વેપારી કેશવલાલ પટેલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ પોતાની શોપની બહાર બટાકા મૂક્યા હતા. જેમાંથી 17 કટ્ટા બટાકાની ચોરી થઈ ગઈ છે. પણ ટમેટાની જે ચોરી થયેલી એ કેસનો ચોર પકડાઈ ગયો છે. પોલીસે એની સામે કાયેદસરની કામગીરી કરી છે.

કાપોદ્રા પોલીસની કામગીરીઃ સુરતની કપોદ્રા પોલીસની ટીમે ટામેટા ચોર પકડ્યો હતો. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ટામેટા ચોર ઝડપાયો હતો. રવિવારે કાપોદ્રા વિસ્તારમાં ટમેટા અને લસણની ચોરી કરી હતી. કાપોદ્રાની અક્ષર ડાયમંડ માર્કેટમાં ટામેટાની અને લસણ થઈ ચોરીની ઘટના સામે આવતા વેપારીઓની ચિંતા વધી ગઈ હતી. ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેના આધારે પોલીસે તપાસ કરી હતી.

શાકભાજી ચોર : શાકભાજી માર્કેટમાં જ્યારે જઈએ ત્યારે ટામેટા, ધાણા, મિર્ચી અને અન્ય શાકભાજીઓની કિંમતમાં ધરખમ વધારો નોંધાયો છે. અનેક શાકભાજીની કિંમત સેન્ચ્યુરી પાર કરી ચૂકી છે. ત્યારે હવે ચોરોએ શાકભાજીને પોતાનો ટાર્ગેટ બનાવી છે. સુરતમાં 17 કટ્ટા બટાકાની ચોરી થતા શાકભાજી વિગ્રતાઓમાં દહેશતનો માહોલ છે. ચોરીની ઘટના સામે આવતા જ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. CCTV કેમેરાના ફૂટેજના આધારે પોલીસ હવે બટાકા ચોરની શોધખોળ કરી રહી છે.

અમે હોલસેલ શાકભાજીની દુકાન ધરાવીએ છે. 30 તારીખના રોજ અમે ડીસાથી 45 કટ્ટા બટાકાની ખરીદી કરી હતી. તેને દુકાનની બહાર મૂક્યા હતા. જેમાંથી 17 કટ્ટા બટાકાની ચોરી થઈ જતા અમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અમે CCTV ફૂટેજની તપાસ પણ કરી. જેમાં એક વ્યક્તિ શંકાસ્પદ નજર આવે છે. જેણે બટેકાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. એક કટ્ટાની કિંમત 1000 હોય છે. કુલ 17000 રૂપિયાના બટેકાની ચોરી થઈ છે. અમે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી છે.-- હિરેન પટેલ (વેપારી)

ઘટના CCTVમાં કેદ : ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેપારીએ ડીસાથી બટાકાની ખરીદી કરી હતી. 30 જૂનના રોજ તેઓએ 50 કિલોના એક કટ્ટા એવા 45 કટ્ટા બટેકાની ખરીદી કરી પોતાના દુકાન બહાર મૂક્યા હતા. તેમાંથી 17 કટ્ટા બટાકાની ચોરી થઈ ગઈ છે. આ અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ CCTV ફૂટેજના આધારે હવે ચોરની શોધખોળ કરી રહ્યા છે. CCTV ફૂટેજમાં એક રીક્ષા જોવા મળી છે.

  1. Surat Crime : શહેરમાં મોંઘીદાટ સાયકલો ચોરી કરીને પાર્ટ્સ ઓરિસ્સા મોકલતી ટોળકી ઝડપાઈ, 42 સાયકલો પોલીસે જપ્ત
  2. Surat Crime News : કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આરોપી ભુપત આહીર મુંબઈથી ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.