ETV Bharat / state

Surat News : પ્રાઇવેટને આપે છે ટક્કર, ટીવી કે ફોન જોયા નથી તેવા બાળકો ઉર્દુ સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં બનાવી રહ્યા છે ભવિષ્ય

author img

By

Published : Jul 20, 2023, 5:43 PM IST

Surat News : પ્રાઇવેટને આપે છે ટક્કર, ટીવી કે ફોન જોયા નથી તેવા બાળકો ઉર્દુ સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં બનાવી રહ્યા છે ભવિષ્ય
Surat News : પ્રાઇવેટને આપે છે ટક્કર, ટીવી કે ફોન જોયા નથી તેવા બાળકો ઉર્દુ સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં બનાવી રહ્યા છે ભવિષ્ય

પ્રાઇવેટ શાળાઓને ટક્કર આપે તેવી દક્ષિણ ગુજરાતની એકમાત્ર ઉર્દુ સરકારી શાળામાં સારી સુવિધા જોવા મળી છે. આર્થિક રીતે પછાત હોય, સ્માર્ટફોન, કમ્પ્યુટર જોયા નથી તેવા બાળકો શાળામાં ભવિષ્ય બનાવી રહ્યા છે. ક્લાસમાં સ્માર્ટ બોર્ડના ઓડિયો વિડિયોના માધ્યમથી ઉર્દુ ભાષામાં વિષયો ભણી રહ્યા છે. દર વર્ષે એડમિશન મેળવવા માટે ત્રણ ગણી અરજીઓ પણ આવી છે.

પ્રાઇવેટ શાળાઓને ટક્કર આપે તેવી દક્ષિણ ગુજરાતની એકમાત્ર ઉર્દુ સરકારી શાળા

સુરત : ઘરમાં ટીવી કે સ્માર્ટફોન નથી, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તેમ છતાં અન્ય સમુદાયના બાળકો એક એવી સરકારી સ્કૂલમાં ભણી રહ્યા છે. જે સુવિધા પ્રાઇવેટ સ્કુલોમાં મળે છે. દક્ષિણ ગુજરાતની એકમાત્ર ઉચ્ચતર માધ્યમિક ઉર્દૂ સરકારી શાળા સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી છે. સુમન હાઇસ્કુલ નંબર 16 ઉર્દુ માધ્યમના વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ઉર્દુ ભાષામાં ડિજિટલ માધ્યમથી ગણિત અને વિજ્ઞાન સહિતનું શિક્ષણ મેળવી રહ્યા છે. ઉર્દુ માધ્યમની શાળા હોવાના કારણે અહીં વિદ્યાર્થીનીઓની સંખ્યા સૌથી વધારે છે.

શું છે સમગ્ર રસપ્રદ વાત : સુરતમાં એક માત્ર દક્ષિણ ગુજરાતની ઉર્દુ હાયર સેકન્ડરી સ્કૂલ પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર આપે છે. અહીં ઉર્દુ ભાષાના વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડમાં તમામ વિષયો ભણી રહ્યા છે. સૌથી અગત્યની વાત છે કે સુમન હાઈસ્કૂલ નંબર 16 ઉર્દૂ માધ્યમની આ શાળા વિદ્યાર્થીઓમાંથી અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ એ ક્યારેય પણ સ્માર્ટફોન કે કમ્પ્યુટર જોયા નથી, તેમના ઘરે ટીવી પણ નથી. હાલ ઉર્દુ ભાષામાં આ વિદ્યાર્થીઓ ભણીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ ખાસ સ્માર્ટ શાળા છે કે જ્યાં ધોરણ 9 અને 12ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રાથમિક શાળા સુધી ભણ્યા બાદ ઉર્દુ મિડીયમના વિદ્યાર્થીઓ માટે કોઈ વિકલ્પ મળતો નથી અથવા તો તેમને પ્રાઇવેટ શાળામાં જઈને ભણવાનું પડતું હતું અને પરિવારની સ્થિતિ સારી ન હોવાથી તેઓ પ્રાઇવેટ શાળામાં ભણી પણ શકતા ના હતા, પરંતુ હાલ આ શાળાના કારણે અન્ય સમુદાયના બાળકોને ભણવાની તક મળી છે.

અહીં સ્લમ વિસ્તારના બાળકોને ભણવા આવે છે. દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરકારી હાયર સેકન્ડરી શાળા છે. અહીં 180 જેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે એડમિશન આપવામાં આવતું હોય છે. એડમિશન મેળવવા માટે ત્રણ ગણી અરજીઓ આવે છે. બાળકોને સ્માર્ટ બોર્ડ પર ભણાવવામાં આવતું હોય છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર ગુજરાતીમાં આવતું હોય છે અને બાળકો ઉર્દુમાં તેનો ઉત્તર લખે છે. આ માટે અમે તેમને પહેલાથી જ ગુજરાતીનું પણ જ્ઞાન સારી રીતે આપીએ છીએ. ઉર્દુ મીડિયામાં સરકારી શાળા હોવાના કારણે આર્થિક રીતે પછાત વર્ગના લોકો પોતાની દીકરીઓને ભણાવવા માટે મોકલે છે. આજ કારણ છે કે દરેક ક્લાસમાં છોકરીઓની સંખ્યા વધારે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ શાળા સંચાલિત છે. - મલેક મુસ્તફા (આચાર્ય)

પોતાની પ્રતિભા દર્શાવવા માટે ભણી રહ્યા છે : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઉર્દુ ભાષાની સાથે તેમને ગણિત, વિજ્ઞાન, ઇંગલિશ, ગુજરાતી તમામ વિષયો ભણાવવામાં આવે છે. કોમ્પ્યુટર લેબની પણ સુવિધા છે. બાળકો અન્ય ક્ષેત્રમાં ભણી શકે આ માટે તેમને આગળના શિક્ષણ માટે પણ તૈયારીઓ કરવામાં આવે છે. શાળામાં નિષ્ણાંત શિક્ષકો છે અને દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડના ઓડિયો વિડિયોના માધ્યમથી ભણાવવામાં આવે છે. દરેક ક્લાસમાં CCTV ઉપલબ્ધ છે. જેથી માતા-પિતા પોતાની બાળકીઓને આ શાળામાં સુરક્ષિત અનુભવે છે. દર વર્ષે શાળાનું પરિણામ સારું આવી રહ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી પોતાની ભાષામાં આ મુસ્લિમ સમાજના બાળકો દેશ દુનિયા સામે પોતાની પ્રતિભા દર્શાવવા માટે ભણી રહ્યા છે.

અમારી ઘરની પરિસ્થિતિ સારી નથી. પિતા મજૂરી કામ કરે છે. ઘરમાં ટીવી કે મોબાઈલ ફોન પણ નથી. હું જ્યારે પ્રથમવાર શાળા આવી ત્યારે ખબર પડી કે સ્માર્ટ બોર્ડ જેવું પણ કોઈ વસ્તુ હોય છે. જ્યારે ભણવાની શરૂઆત કરી ત્યારે આ કઈ રીતે ચાલે છે એ અંગેની જાણકારી અમને ટીચરે આપી હતી. ખબર ન હતી કે કોઈ સરકારી શાળા છે. જેમાં ધોરણ 9અને 10 પણ ભણાવવામાં આવે છે. સરકારી શાળા હોવાના કારણે મે મારા માતા-પિતાને જીદ કરી કે મને ભણવું છે અને તેઓ તૈયાર થઈ ગયા હવે હું શિક્ષક બનવા માગું છું. કારણ કે એક સામાન્ય વ્યક્તિને ડોક્ટર એન્જિનિયર બનાવવાની શક્તિ માત્ર શિક્ષકમાં હોય છે. - રાયના (વિદ્યાર્થીની)

શાળામાં આવ્યા બાદ ખબર પડી કે કમ્પ્યુટર કેવું હોય છે : અન્ય એક વિદ્યાર્થીને રુકસાનાએ જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી, પિતા ડ્રાઈવર છે. ઘરમાં કોઈ પાસે સ્માર્ટફોન નહોતો, તો ખબર જ નહોતી કે સ્માર્ટ ફોન કઈ રીતે ચાલે છે, ક્યારે કમ્પ્યુટર જોયું નહોતું. કમ્પ્યુટરની સ્પેલિંગ પણ આવડતો નહોતો, પરંતુ આ શાળામાં આવ્યા બાદ ખબર પડી કે કોમ્પ્યુટર કેવું હોય છે. હવે કમ્પ્યુટર ચલાવવાની સાથે તમામ પ્રકારના પ્રોગ્રામ પણ હું શીખી ગઈ છું. શાળામાં સ્માર્ટ બોર્ડ પર ભણાવવામાં આવે છે. ડોક્ટર અબ્દુલ કલામની જેમ સાયન્ટિસ્ટ બનવા માંગુ છું. મારા શાળામાં માત્ર અભ્યાસલક્ષી વિશે જ નહીં પરંતુ સામાન્ય જ્ઞાનની પણ જાણકારી આપવામાં આવે છે.

  1. Surat News : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બીકોમ સેમ 4માં હજારો વિદ્યાર્થી ફરી નાપાસ
  2. Banaskantha News : બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા પાણીના ટીપાં, તંત્ર ક્યારે જાગશે?
  3. Vadodara News : અંગ્રેજીનું વધતું પ્રભુત્વમાં વડોદરામાં માત્ર એક જ શાળા ચાલુ, મરાઠી માધ્યમની સ્કૂલોનો યુગ અસ્તાચળ તરફ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.