ETV Bharat / state

Banaskantha News : બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા પાણીના ટીપાં, તંત્ર ક્યારે જાગશે?

author img

By

Published : Jul 17, 2023, 10:43 PM IST

Banaskantha News : બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા પાણીના ટીપાં, તંત્ર ક્યારે જાગશે?
Banaskantha News : બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા પાણીના ટીપાં, તંત્ર ક્યારે જાગશે?

રાજ્ય સરકાર દ્વારા એક તરફ દાવો કરવામાં આવી રહ્યો છે કે છેવાડાના ગામડાંઓના વિદ્યાર્થીઓને સગવડ સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારની પરિસ્થિતિ કંઈક અલગ છે, ત્યારે આવો બનાસકાંઠાના સરહદી વિસ્તારના પ્રાથમિક શાળાઓની પરિસ્થિતિ જાણીએ.

બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા પાણીના ટીપાં, તંત્ર ક્યારે જાગશે?

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર ભાભરના ઢેકવાળી ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક શાળાના ઓરડાઓના પતરા તૂટેલી હાલતમાં છે. જેના કારણે વરસાદનું પાણી શાળાના ઓરડાઓમાં ટપકી રહ્યું છે. ઓરડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું છે. બાળકો ઓરડામાં બેસીને ભણી શકતા નથી જે બાબતે શાળાના શિક્ષકો અને ગામના વાલીઓ દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી આ શાળાના ઓરડાઓના પતરાનું સમારકામ કરવામાં આવ્યું નથી. તેથી ગ્રામજનોમાં પણ હવે ભારે રોષમાં જોવા મળી રહ્યો છે અને સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે, સત્વરે સરકાર દ્વારા આ શાળાઓના ઓરડાઓનું સમારકામ કરવામાં આવે તેથી વિદ્યાર્થીઓ ભણી શકે.

અમે આ શાળામાં ભણવા માટે આવીએ છીએ, પરંતુ અમારી શાળાના ઓરડાઓના પતરા તૂટેલી હાલતમાં છે. જેના લીધે જ્યારે વરસાદ ચાલુ હોય, ત્યારે આ વરસાદનું પાણી અમારા રૂમમાં આવે છે. તેથી અમે ભણી શકતા નથી સરકારને નમ્ર વિનંતી છે કે, સત્વરે અમારા ઓરડાઓના પતરા નવા નાખવામાં આવે અથવા તો સમારકામ કરવામાં આવે તેથી અમે આ ઓરડાઓમાં બેસીને ભણી શકીએ - વિદ્યાર્થી

ભારે કરા સાથે વરસાદ : વિદ્યાર્થીઓના વાલીએ જણાવ્યું હતું કે, 1900થી 2000ની સાલમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે શાળાના પતરા તૂટ્યા હતા, ત્યારબાદ હજુ સુધી આ શાળાના પતરા નવા નાખવામાં આવ્યા નથી કે એનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી વરસાદી પાણી આ ઓરડાઓમાં પડી રહ્યું છે અને અમારા છોકરાઓને ભણવામાં તકલીફ પડી રહી છે. તેથી સરકાર દ્વારા સત્વરે આ ઓરડાનો સમારકામ કરવામાં આવે જેથી અમારા બાળકો બેસીને ભણી શકે.

શાળાના મુખ્ય શિક્ષક : આ બાબતે શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે, 2017માં જે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે શાળાઓના ઓરડાના પતરાને નુકસાન થયું હતું. તેના પછી વરસાદનું પાણી ઓરડાઓમાં આવતું હતું, ત્યારે અમારા દ્વારા અહીંથી તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. તેથી અમારી માંગણી છે કે સરકાર દ્વારા સત્વરે ઓરડાનું સમારકામ કરવામાં આવે.

  1. Gujarat Rain : ગુજરાતને ઘમરોળવા મેઘરાજા તૈયાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી
  2. Ahmedabad Crime : નવા નરોડામાં એક જ સોસાયટીમાં રહેતા નરાધમે બાળકને ધાબે લઈ જઈને ન કરવાનું કર્યું
  3. Vadodara News : અંગ્રેજીનું વધતું પ્રભુત્વમાં વડોદરામાં માત્ર એક જ શાળા ચાલુ, મરાઠી માધ્યમની સ્કૂલોનો યુગ અસ્તાચળ તરફ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.