ETV Bharat / state

GIDCમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીઓ પર રેડ, 6 આરોપીઓની ધરપકડ

author img

By

Published : Dec 29, 2022, 3:50 PM IST

રાજ્યમાં અનેક વાર લઠ્ઠા કાંડની (Latha Kand in gujarat) ઘટનાઓ સામે આવી ચુકી છે તેમ છતાં અનેક સ્થળો પર હાલ પણ દેશીદારૂની ધમધમતી ભઠ્ઠીઓ જોવા મળે છે. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં (Sachin GIDC area of Surat) આવી જ દેશી દારૂની ભટ્ટી કે જે ઘરની અંદર અને ખાડી કિનારે ધમધમી રહી હતી ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી (State monitoring cell raids) એક મહિલા સહીત 6 આરોપીઓની ધરપકડ (6 accused including a woman arrested) કરી છે.

6 accused arrested  burning country liquor Sachin GIDC area
6 accused arrested burning country liquor Sachin GIDC area

સુરત: સુરતના સચિન જીઆઈડીસી (Sachin GIDC area of Surat) પોલીસ મથકની હદમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા (State monitoring cell raids) છે. દીપલીગામમાં ખાડી કિનારે અને ઘરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડી (Surat Sachin GIDC area burning country) પોલીસે મહિલા સહીત 6 લોકોની ધરપકડ કરી (6 accused arrested burning country liquor) છે. એટલું જ નહીં એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.સ્ટેટ મોનીટરીંગ સેલે ઘટનાસ્થળ થી થી પોલીસે 2 હજાર લીટર દેશી દારૂ મળી કુલ 1.57 લાખનો મુદામાલ કબજે કર્યો છે.અગત્યની વાત આ છે કે સચિન દીપલી ગામની સીમમાં આવેલી ખાડી કિનારે તથા ભુપેન્દ્ર ભાઈ પટેલના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી. આ અંગેની માહિતી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને થઈ હતી. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી અહીંથી 40 હજારની કિમતનો 2 હજાર દેશી દારૂ, ઠંડો વોશ, 1 વાહન, 5 મોબાઈલ, પતરાના પીપ, એલ્યુમીનીયમના તગારા વગેરે મળી કુલ 1.57 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો MS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

એક મહિલા વોન્ટેડ: આ ઘટનામાં પોલીસે ઘરમાં દારૂની ભઠ્ઠી ચાલવાર ભુપેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ, ભઠ્ઠી ચલાવવામાં મદદ કરનાર તેની પત્ની ધર્મિષ્ઠબેન, અહી નોકરી કરનાર ધનસુખભાઈ મંગુભાઈ પટેલ, શુભમ પપ્પુરાજ ઠાકુર, દેવેન્દ્ર રમેશભાઈ ગુપ્તા તથા પ્રવીણભાઈ સુખાભાઈ પટેલની ધરપકડ કરી છે. આ સિવાય શકુંતલાબેન ઉર્ફે શકુમાસી વિનોદભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા તમામ આરોપી સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર

બોટાદની ઘટના બાદ એક્શન મોડમાં હતી પોલીસ: થોડા વર્ષો અગાઉ સુરતમાં પણ લઠ્ઠા કાંડ સર્જાઈ ચૂક્યો છે. જુલાઈ 2022માં બોટાદમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. 27 જુલાઈ વર્ષ 2022ના રોજ બોટાદ માં બનેલી ઘટના બાદ અનવક સ્થળે પોલીસે રેડ કરી હતી જે અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે આપેલી જાણકારી મુજબ માત્ર બે દિવસ દરમિયાન પોલીસ દ્વારા 209 દેશી દારૂના અને 20 ઇંગલિશ દારૂના કેસો કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 226 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 2588 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. 4804 ઇંગ્લિશ દારૂની બોટલ પણ કબજે કરી છે.જોકે હાલ પણ સુરત શહેરમાં અનેક સ્થળે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તેવી અનેક ફરિયાદ વિપક્ષ દ્વારા કરવામાં આવતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.