ઝંખવાવમાં 18 વિદ્યાર્થીઓના મૃતદેહની વાત અફવા સાબિત થઇ, સુરત પોલીસની સ્પષ્ટતા સામે આવી

author img

By

Published : Sep 29, 2022, 4:28 PM IST

ઝંખવાવમાં 18 વિદ્યાર્થીઓના મૃતદેહની વાત અફવા સાબિત થઇ, સુરત પોલીસની સ્પષ્ટતા સામે આવી

સુરત જિલ્લાના ઝંખવાવ ( zhankhawav ) માં 17થી 18 બાળકોના મૃતદેહ મળ્યા હોવાનો ઓડિયો વાયરલ ( Viral Audio of dead bodies of children ) થયો હતો. જોકે રાહતની વાત છે કે આ વાયરલ ઓડિયો ફેક હોવાની સુરત પોલીસની સ્પષ્ટતા સામે આવી (Surat Police clarified About Rumor ) છે.

સુરત જિલ્લાના ઝંખવાવ ( zhankhawav ) ખાતે 17થી 18 બાળકોના મૃતદેહ મળ્યા હોવાની અફવા ( Viral Audio of dead bodies of children from zhankhawav ) ઉડી હતી. હાલ સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો ( Viral Audio of dead bodies of children ) છે. જેમાં બે ઈસમો વાતચીત કરી રહ્યા છે. જેમાં એક ઇસમ જણાવી રહ્યો છે કે સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલ ઝંખવાવમાં 17 થી 18 બાળકોના મૃતદેહ મળ્યા છે અને બાળકો ઉપાડી જવાવાળી ગેંગ બે સાગરીતો ઝંખવાવથી ઝડપાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં આ ઓડિયો વાયુવેગે ફેલાઇ ગઇ હતી અને લોકોમાં એક ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.આ વાત અફવા હોવાનું પોલીસ (Surat Police clarified About Rumor ) દ્વારા જણાવાયું છે.

સુરત પોલીસની સ્પષ્ટતા વાયરલ ઓડિયો ક્લિપને લઇ સુરત પોલીસ સજાગ બની હતી. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ઓડિયોને ( Viral Audio of dead bodies of children ) લઈને જણાવ્યું હતું કે સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવો કોઈપણ પ્રકારનો બનાવ બન્યો ( Surat Police clarified About Rumor ) નથી. કોઈપણ સ્કૂલના બાળકના મૃતદેહ પણ મળ્યા નથી. તેમજ ઝંખવાવ ( zhankhawav ) ખાતે બે ઈસમો બાળકો ઉપાડવા આવેલ હોવાની ( Viral Audio of dead bodies of children from zhankhawav ) શંકાના આધારે પકડાયેલા હતાં તેમની તપાસ કરવામાં આવી હતી. ત્યારે વેરીફાઈ કરતા તેઓ ભીખ માગવાવાળા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હાલ પોલીસ દ્વારા વાયરલ થયેલ ઓડીયોને લઈને અજાણ્યા ઈસમો વિરુદ્ધ કોસંબા પોલીસે (Kosamba Police ) ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ સુરત ગ્રામ્ય DYSP બી.કે. વનારે જણાવ્યું હતું કે અમુક ઈસમો દ્વારા જનતામાં ભય ફેલવવા માટે આવી ખોટી માહિતી વાળી ઓડિયો ક્લિપ ( Viral Audio of dead bodies of children ) સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલ હોવાનું સામે આવ્યું છે. દરેક લોકોને અપીલ છે કે ખોટી અફવાઓથી ડરવું નહીં. તેમજ આવી કોઈ ખોટી અફવા (Surat Police clarified About Rumor ) બાબતે હકીકત જણાઈ આવે તો તરત સુરત ગ્રામ્ય પોલીસને જાણ કરવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.