ETV Bharat / state

JEE Mains Exam Result: સુરતનું ચોંકાવનારું પરિણામ, 99.99 ટકા સાથે નિશ્ચય અગ્રવાલ સિટી ટોપર

author img

By

Published : Feb 7, 2023, 9:32 PM IST

સુરતનો વિદ્યાર્થી નિશ્ચય અગ્રવાલ 99.99 ટકા સાથે JEE પરીક્ષાના પરિણામમાં સિટી ટોપર બન્યો છે. આ સાથે જ તેણે ફરી એકવાર સુરતનું નામ રોશન કર્યું છે. તો જાતસ્ય જરીવાલા નામનો વિદ્યાર્થી બીજા ક્રમાંકે રહ્યો હતો.

JEE Mains Exam Result: સુરતનું ચોંકાવનારું પરિણામ, 99.99 ટકા સાથે નિશ્ચય અગ્રવાલ સિટી ટોપર
JEE Mains Exam Result: સુરતનું ચોંકાવનારું પરિણામ, 99.99 ટકા સાથે નિશ્ચય અગ્રવાલ સિટી ટોપર

તમામ વિદ્યાર્થીઓ ટોપમાં રેન્ક લાવવા માટે મહેનત કરી રહ્યા છે

સુરતઃ એક પણ એવી ફિલ્ડ નથી કે જેમાં સુરતીલાલાઓનો ડંકો ન વાગતો હોય. આવી જ પરંપરા જાળવી રાખી છે સુરતના વિદ્યાર્થી નિશ્ચય અગ્રવાલે. આ વિદ્યાર્થી JEE મેઈન્સ પરીક્ષાના પરિણામમાં 99.9986 ટકા મેળવીને શહેરનો સિટી ટોપર બન્યો છે. આ ઉપરાંત ઉપરાંત જાતસ્ય ઝરીવાલાએ પણ JEE મેઈન 2023માં ગણિતમાં 99.9906031% સાથે 100 ટકા ગુણ મેળવ્યા છે.

આ પણ વાંચો JEE Mains Exam: ભણવું તો ગુજરાતીમાં જ, JEE મેઈન્સ પરીક્ષામાં પ્રથમ સ્થાને ચમક્યો સુરતનો 'ધ્રુવ'

JEE મેઈન જાન્યુઆરી સત્રની પરીક્ષા 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ હતીઃ JEE મેઈન્સ પરીક્ષા 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ હતી. JEE મેઈન્સમાં 9.06 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નોંધાયા હતા. આમાં 8.6 લાખ વિદ્યાર્થીઓએ બીટેક માટે અરજી કરી હતી. આમાં 6 લાખ છોકરાઓ અને 2.6 લાખ છોકરીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં 95.79 ટકા હાજરી રહી હતી. 8.24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશના 399 પરીક્ષા શહેરો અને વિદેશના 25 પરીક્ષા શહેરો સહિત 424 પરીક્ષાના શહેરોમાં પરીક્ષાઓ યોજાઈ હતી.

તમામ વિદ્યાર્થીઓ ટોપમાં રેન્ક લાવવા માટે મહેનત કરી રહ્યા છેઃ આ બાબતે ઈન્સ્ટિટ્યૂટના માર્ગદર્શક નેચરસિંહ હંસપાલે જણાવ્યું હતું કે, આજ રોજ સવારે JEE મેઈન 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અમારા ઈન્સ્ટિટ્યૂટના છેલ્લા બધા જ રેકોર્ડ તોડ્યો છે. આ વખતે નિશ્ચય અગ્રવાલ 99.9986276 ટકા સાથે સુરત સિટી ટોપર બન્યો છે. આ ઉપરાંત જાતસ્ય જરીવાલાએ પણ JEE મેઈન 2023માં ગણિતમાં 99.9906031 ટકા સાથે 100 ટકા ગુણ મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યા છે.

ચોંકાવનારું પરિણામઃ બીજી તરફ ભૂમિ હિરપરા JEE મેઈન્સ 2023માં ભૌતિકશાસ્ત્રમાં 99.9723658 ટકા સાથે 100 ટકા ગુણ મેળવી સુરતમાં ત્રીજા ક્રમે આવી છે. આ વખતે ખૂબ જ ચોંકાવનારા પરિણામ આવ્યા છે. સુરતના 9 જેટલાં વિદ્યાર્થીઓ 99.9 ટકા સાથે પાસ થાય છે. તો 39 જેટલાં વિદ્યાર્થીઓ 99 ટકા સાથે પાસ થાય છે. 99 જેટલા વિદ્યાર્થીઓએ 95 ટકા સાથે પાસ થાય છે. તેમ જ 125 જેટલા વિદ્યાર્થીઓ 90 ટકાથી વધુ પરિણામ સાથે પાસ થયા છે. આગળ આ તમામ વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષામાં ટોપમાં રેન્ક લાવવા માટે મહેનત કરી રહ્યા છે.

પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના કારણે મેળવી સફળતાઃ આ બાબતે JEE મેઈન 2023માં સુરતના ટોપર આવેલા નિશ્ચય અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે રોજની મેહનતનું પરિણામ મળ્યું છે. આ ઉપરાંત પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના કારણે સફળ થયો છું. આ માટે ઘરે જઈ રોજ 5થી 6 કલાક હું મહેનત કરતો હતો. અને જો કોઈ ડાઉટ હોય તો તેની માટે શિક્ષકોને કેહતો હતો. તે ડાઉટ શિક્ષકો ક્લિયર કરાવી દેતા હતા. અઠવાડિયામાં 3થી 4 વખત ટેસ્ટ લેવામાં આવતી હતી. આના કારણે જ આજે મારું આટલું સારું પરિણામ આવ્યું છે.

આ પણ વાંચો CA Foundation Result: સુરતના વિદ્યાર્થીએ અત્યાર સુધીના હાઈએસ્ટ માર્ક મેળવી રચ્યો ઈતિહાસ

મારું એટલું સારુ પરિણામ આવશે મેં કદી વિચાર્યું નહીં હતુંઃ JEE મેઈન્સ 2023માં સુરતના સેકન્ડ ટોપર આવેલા જાતસ્ય જરીવાલાએ જણાવ્યું હતું કે, પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના કારણે ઉપરાંત સતત પ્રેક્ટિસ કરવાના કારણે આજે હું સુરતમાં બીજો ક્રમ મેળવ્યો છે. મારું એટલું સારું પરિણામ આવશે મેં ક્યારેય વિચાર્યું નહતું. મને આગળ હવે JEE એડવાન્સની પરીક્ષામાં ટોપમાં રેન્ક લાવું એની માટે હું મેહનત કરીશ. આગળ જઈને મને કોમ્પ્યુટર સાયન્સમાં મુંબઈ ખાતે અભ્યાસ કરવો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.