ETV Bharat / state

JEE Mains Exam: ભણવું તો ગુજરાતીમાં જ, JEE મેઈન્સ પરીક્ષામાં પ્રથમ સ્થાને ચમક્યો સુરતનો 'ધ્રુવ'

author img

By

Published : Feb 7, 2023, 6:45 PM IST

સુરતના વિદ્યાર્થીએ JEEની મેઈન્સ પરીક્ષાના પરિણામને લઈને સમગ્ર રાજ્યમાં પોતાનું નામ (Surat Dhruv Pansuriya get first rank in JEE Mains) ગૂંજતું કર્યું છે. શહેરના ધ્રુવ પાનસુરિયા ગુજરાતી માધ્યમમાં પ્રથમ સ્થાન મેળવી ગુજરાતી માધ્યમમાં ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો ( JEE Mains Exam result with Gujarati Medium) છે.

JEE Mains Exam: ભણવું તો ગુજરાતીમાં જ, JEE મેઈન્સ પરીક્ષામાં પ્રથમ સ્થાને ચમક્યો સુરતનો 'ધ્રુવ'
JEE Mains Exam: ભણવું તો ગુજરાતીમાં જ, JEE મેઈન્સ પરીક્ષામાં પ્રથમ સ્થાને ચમક્યો સુરતનો 'ધ્રુવ'

સુરતઃ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા એટલે JEEનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે સુરતના વિદ્યાર્થીએ ફરી એક વાર સુરતનું નામ સમગ્ર રાજ્ય સહિત દેશમાં ગુંજતું કર્યું છે. JEE મેઈન પરીક્ષા પરિણામમાં પી. પી. સવાણી સ્કૂલનો ધ્રૂવ પાનસુરિયાએ સમગ્ર ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. JEE મેઈન્સમાં 99.90 PR મેળવી સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો છે. ધ્રુવના પિતા વીમા એજન્ટ છે. જ્યારે માતા ગૃહણી છે.

આ પણ વાંચોઃ Junior Clerk Exam: એપ્રિલમાં યોજાઈ શકે છે પરીક્ષા, IPS હસમુખ પટેલ બનાવશે રણનીતિ

IITમાં જવા માગે છે ધ્રુવઃ ગત જાન્યુઆરી મહિનામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની ટોચની એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવવા લેવાયેલી જેઈઈ મેઈન ફેઝ 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પી. પી. સવાણી સ્કૂલના પાનસૂરિયા ધ્રુવ રસીકભાઈએ JEEના પરિણામમાં 99.90 PR મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ ગુજરાતી મધ્યમમાં પ્રાપ્ત કરી નામ રોશન કર્યું હતું. હાલ, ધ્રુવ એમના પરિવાર સાથે અમરોલીમાં છાપરા-ભાઠા રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે. ધ્રુવ જામનગર જિલ્લાના મકરાણી ગામના વતની છે. તેના પિતા વીમા એજન્ટ છે. જ્યારે માતા ગૃહિણી છે. તેનું સપનું ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાં IITમાંથી અભ્યાસ કરવાનું છે.

ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યુંઃ પી. પી. સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાનસૂરિયા ધ્રુવ રસીકભાઈ JEE MAIN 99.90 PR મેળવ્યા હતા. JEE મેઈન્સના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનારા વિદ્યાર્થીએ 99.90 PR મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે. આમ, શાળાના સહકાર અને ધુવની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગદર્શન આ તબક્કે ધ્રુવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત વાઘાણી કૂંજ જયેશભાઈએ પણ ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરી 99.07 PR પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત 99 PR ઉપર 11 વિદ્યાર્થીઓ, 95 PR ઉપર 72 વિદ્યાર્થીઓ, 90 PR ઉપર 164 વિદ્યાર્થીઓએ સ્કોર પ્રાપ્ત કર્યો હતો. આ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.

આ પણ વાંચોઃ Gujcet Exam : આવી ગઇ ગુજકેટ પરીક્ષાની તારીખો, સેન્ટર સહિતની વિગત એક ક્લિકમાં જાણો

ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાં IITમાંથી અભ્યાસ કરવો છેઃ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ પાનસૂરિયા ધ્રુવ રસિકભાઈ પુરૂ પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું. સાથે જ તે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે. આ દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તો ક્વાલિફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્ય દિશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.