ETV Bharat / state

Gujcet Exam : આવી ગઇ ગુજકેટ પરીક્ષાની તારીખો, સેન્ટર સહિતની વિગત એક ક્લિકમાં જાણો

author img

By

Published : Jan 23, 2023, 7:54 PM IST

Gujcet Exam : આવી ગઇ ગુજકેટ પરીક્ષાની તારીખો, સેન્ટર સહિતની વિગત એક ક્લિકમાં જાણો
Gujcet Exam : આવી ગઇ ગુજકેટ પરીક્ષાની તારીખો, સેન્ટર સહિતની વિગત એક ક્લિકમાં જાણો

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજકેટ 2023ની પરીક્ષાની તારીખ (GSEB Exams 2023 ) જાહેર કરી દેવામાં આવી છે. આગામી 3 એપ્રિલ 2023 ના (Gujcet Exam Date Announced )રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષા કેન્દ્રો તમામ જિલ્લા કક્ષાએ રાખવામાં આવ્યા છે.

અમદાવાદ : ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 નો અભ્યાસ બાદ ફાર્મસી અને એન્જીનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ખાસ અલગ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે. જે 2017 બાદ આ પરીક્ષા ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાંથી પાસ થયા બાદ ગુજકેટની પરીક્ષા આપશે. જેનો તારીખવાર સત્તાવાર કાર્યક્રમ ગુજરાત સરકાર શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

પરીક્ષા પાસ કરવી જરૂરી : ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જિનિયર ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે 2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ ફરજિયાત કરવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આગામી 3 એપ્રિલ 2023 ના સોમવારના રોજ રાજ્યના તમામ જિલ્લા કક્ષાએ યોજાશે. જેમાં સવારે 10 વાગ્યાથી શરૂ થઈને સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો GSEB HSC Result 2022: ગુજકેટની પરીક્ષામા રાજ્યમાં પ્રથમ આવનારી યુવતીએ આપ્યો સક્સેસનો મંત્ર

ગુજકેટનો અભ્યાસક્રમ : ગુજરાત સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2019 થી શિક્ષણ બોર્ડની રજિસ્ટર થયેલ શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિતના વિષયમાં NCERTના પુસ્તકોનો અમલ કરવામાં આવ્યો હતાં. આ પુસ્તકો આધારિત 2023ની ગુજકેટની પરીક્ષાઓમાં અભ્યાસક્રમ રહેશે.

ગુજકેટની પરીક્ષાનું માળખું : ગુજરાત કોમન એન્ટરેસ્ટ ટેસ્ટમાં બહુ વિકલ્પીય પ્રકારનું હેતુલક્ષી પ્રશ્નપત્ર ધરાવતા પ્રશ્નો રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાનના 40 પ્રશ્નો 40 ગુણ રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નોના 40 ગુણ જેનો સમય 120 મિનિટનો રહેશે. જ્યારે જીવ વિજ્ઞાનમાં 40 પ્રશ્નો 40 ગુણ જેમાં સમય 60 મિનિટ અને ગણિતમાં 40 વિજ્ઞાનના 40 ગુણ સમય 60 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો ETV Bharat special report: 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ

ત્રણ ભાષાઓમાં ગુજકેટ પરીક્ષા : ગુજકેટ 2023માં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાન અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના રહેશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જેમાં OMR આન્સરશીટ પણ અલગ અલગ આપવાની રહેશે. આ પરીક્ષા ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આમ ત્રણ ભાષાઓમાં લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.