ETV Bharat / state

New office bearers : કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન પટેલની વરણી કરાઈ, કારોબારી અધ્યક્ષપદે પણ મહિલા નીમાયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 2:57 PM IST

કામરેજ તાલુકા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારોએ અભિનદન આપ્યાં હતાં. કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન પટેલની વરણી થઇ છે.

New office bearers : કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન પટેલની વરણી કરાઈ, કારોબારી અધ્યક્ષપદે પણ મહિલા નીમાયાં
New office bearers : કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન પટેલની વરણી કરાઈ, કારોબારી અધ્યક્ષપદે પણ મહિલા નીમાયાં

રેખાબેન પટેલની વરણી

સુરત : કામરેજ તાલુકા પંચાયતની 20 સીટો માંથી 18 સીટો પર ભાજપનો કબજો રહ્યો હતો. 2 સીટ આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી. સ્પષ્ટ બહુમતી ધરાવતા ભાજપ પક્ષ દ્વારા ફરી બાકી રહેલ અઢી વર્ષની ટર્મ માટે તાલુકા પંચાયતના હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સેવણી ગામના રેખાબેન પંકજભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે હર્ષદ ઢોડીયાની વરણી કરવામાં આવી છે.

તેજલ મિસ્ત્રી કારોબારી અધ્યક્ષ : જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે તેજલ મિસ્ત્રી અને શાmક પક્ષના નેતા તરીકે રમેશ શિંગાળાની વરણી કરવામાં આવી હતી. આજરોજ મળેલી આ સામાન્ય સભામાં તમામ હોદેદારોના નામની સત્તાવાર જાહેરાત કામરેજ પ્રાંત અધિકારી એસ.જી સાવલીયા કરી હતી. બિનહરીફ વરણી થયેલા તમામ હોદ્દેદારોએ તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું.

તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપ સંગઠન દ્વારા જે મારા પણ વિશ્વાસ મૂકી મને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું તેઓનો આભાર વ્યક્ત કરું છું. જે બાકી રહેલા કામો છે એ આગામી અઢી વર્ષમાં પૂરા કરીશું.. રેખાબેન પટેલ ( નવનિયુક્ત પ્રમુખ, કામરેજ તાલુકા પંચાયત )

નેતાઓએ અભિનંદન આપ્યાં : નવનિયુક્ત તમામ હોદ્દેદારોને સુરત જિલ્લા ભાજપ મંત્રી જતીન પટેલ,તાલુકા પ્રમુખ બળવંત પટેલ,જયેશ પટેલ,કમલેશ પટેલ,પૂર્વ તા.પ્રમુખ અજીત આહીર,રસિક પટેલ, કલા ભરવાડ, દિવ્યેશ નવાગામ સહિતના હોદ્દેદારોએ અભિનદન આપ્યાં હતાં.

નવનિયુક્ત હોદ્દેદારોના ચૂંટણી પરિણામ પર નજર : આજરોજ અઢી ટર્મ માટે વરણી કરાયેલ હોદ્દેદારોના ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પંકજભાઈ પટેલની 811 મતથી, ઉપપ્રમુખ હર્ષદભાઈ ઢોડીયા 1870 મતોથી, કારોબારી અધ્યક્ષ તેજલબેનની 918 મતોથી અને શાસક પક્ષના નેતા રમેશ શિંગાળાનો 850 મતોથી વિજય થયો હતો.

  1. New office bearers in municipalities : બનાસકાંઠાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ, કોણ સત્તાના સૂત્રો સંભાળશે જૂઓ
  2. Kutch District Panchayat Result : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નવા હોદ્દેદારો ચૂંટાયા, પૂર્વ કચ્છના નેતાઓનું વધેલું કદ જોવા મળ્યું
  3. Jamnagar New Mayor : જામનગરના નવા મેયર બન્યાં વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પદની ખેંચતાણ બાદ આરુઢ થયાં નીલેશ કગથરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.