ETV Bharat / state

New office bearers in municipalities : બનાસકાંઠાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ, કોણ સત્તાના સૂત્રો સંભાળશે જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 9:32 PM IST

New office bearers in municipalities : બનાસકાંઠાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ, કોણ સત્તાના સૂત્રો સંભાળશે જૂઓ
New office bearers in municipalities : બનાસકાંઠાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ, કોણ સત્તાના સૂત્રો સંભાળશે જૂઓ

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની પસંદગી સામે આવી ગઇ છે. ડીસા નગરપાલિકા, પાલનપુર નગરપાલિકા અને ભાભર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર કોણ સત્તાના સૂત્રો સંભાળશે તે જોઇએ.

નવા હોદ્દેદારોની પસંદગી

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આ ત્રણેય પાલિકાઓમાં આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડીસામાં પ્રમુખ તરીકે સંગીતાબેન દવે, ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોર ચૂંટાયા છે. પાલનપુરમાં પ્રમુખ તરીકે ચીમનલાલ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે નાગજીભાઇ દેસાઈ અને ભાભરમાં પ્રમુખ તરીકે સાકરબા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે. આ તમામે તમામ નગરપાલિકાના કોર્પોરેટરો અને નવનિયુક્ત પદાધિકારીઓના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી.

ડીસા નગરપાલિકાને મળ્યા નવા પદાધિકારી : ડીસા નગરપાલિકામાં અઢી વર્ષ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના આંતરિક વિવાદ વચ્ચે કોર્પોરેટરોને પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી ખંડમાં પ્રવેશ અપાયો હતો. ત્યારે નાયબ કલેકટર નેહા પંચાલ ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યાં હતાં. પ્રથમ પ્રમુખ માટે ફોર્મ ભરાતા ભાજપમાંથી એકમાત્ર સંગીતાબેન પ્રકાશભાઈ દવેએ ઉમેદવારી કરતા અને પાર્ટીએ મેન્ડેટ આપતાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તો ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઇ રાયગોરે ઉમેદવારી કરતા અને ભાજપ મેન્ડેટ આપતાં શૈલેષભાઇ રાયગોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આમ ભાજપના ભારે વિવાદ વચ્ચે આજે ડીસાને નવા નગરપતિ મળ્યા છે.

સત્તા સંભાળતા નવનિયુક્તો ખુશખુશાલ
સત્તા સંભાળતા નવનિયુક્તો ખુશખુશાલ

શહેરને રળીયામણું બનાવશે : ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે નવા પદાધિકારી પાર્ટીએ આપેલી જવાબદારી નિભાવી ડીસા નગરપાલિકાનો વિકાસ કરશે અને શહેરને રળીયામણું બનાવશે.

ભાભર પાલિકામાં નવા પ્રમુખ : ઉપપ્રમુખ ભાભર નગરપાલિકા ખાતે સુઇગામ નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ભાભર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે સાકરબા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે. જેને લઈને કોર્પોરેટરોમાં ખુશી જોવા મળી રહી છે.

પાલનપુર પાલિકાને મળ્યા નવા પ્રમુખ : પાલનપુર નગરપાલિકામાં પ્રથમ ટર્મના મહિલા પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ રહી છે. ત્યારે બીજી ટર્મના અઢી વર્ષના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાઈ હતી. ત્યારે પાલિકામાં બીજી ટર્મનું પ્રમુખ પદ ચીમનલાલ સોલંકી અને ઉપપ્રમુખ પદ નાગજીભાઈ દેસાઈ ભાજપે મેન્ડટ આપી બહુમતથી વરણી જાહેર કરી હતી. ભાજપ દ્વારા પ્રમુખ પ્રમુખના નામ જાહેર થતાં જ કાર્યકરો નવા નીમાયેલા પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર કરી મોં મીઠું કરાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમારી પર વિશ્વાસ કરીને અમને જે પદ આપવામાં આવ્યું છે તે બદલ પાર્ટીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને લોકોના જે કામ બાકી છે જે લોકોને તકલીફ પડે છે રોડ રસ્તા સફાઈને જે પણ કામો હશે તે અમે જેમ બને તેમ લોકોને સુખાકારી માટે કામ કરીશું...ચીમનભાઈ સોલંકી (નવનિયુક્ત પ્રમુખ પાલનપુર નગરપાલિકા)

બેઠક અનુસૂચિત જાતિ અનામત : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના પ્રથમ ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખનો કાર્યકાળ આગામી તા.15 સપ્ટેમ્બર 2023 ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. બીજી ટર્મના પ્રમુખ પદની બેઠક અનુસૂચિત જાતિ અનામત છે. ત્યારે વર્તમાન ભાજપની બોડીમાં અનુસૂચિત જાતિના બે પુરુષ અને બે મહિલા મળી ચાર સભ્યો ચૂંટાયેલા હતાં. જેમાં આજે ભાજપે મેન્ડેટ આપી પ્રમુખ ઉપપ્રમુખનું નામ જાહેર કર્યું હતું. જેમાં વોર્ડ નંબર એકમાંથી ચીમનલાલ સોલંકી અને ઉપપ્રમુખ પદ પર નાગજીભાઈ દેસાઈને ભાજપે મેન્ડેટ આપ્યો હતો.

નાગજીભાઈ પહેલીવાર પદ પામ્યાં : ઉલ્લેખનીય છે કે અંદાજે 45 વર્ષના ચીમનલાલ સોલંકી વોર્ડ નંબર એકમાંથી ભાજપમાં બે વાર નગરપાલિકામાં સદસ્ય બની ચૂકેલા છે. ઉપપ્રમુખ પદે આવેલા નાગજીભાઈ દેસાઈ વોર્ડ નંબર સાતમાંથી ચૂંટાઈ આવેલા છે. નાગજીભાઈ પ્રથમવાર નગરપાલિકાની ચૂંટણી લડ્યાં હતાં. નગરપાલિકાની અઢી વર્ષની ટર્મમાં નગરપાલિકા ઉપપ્રમુખ પદ મળ્યું છે.

  1. Dahod Municipality : દાહોદ નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી, પ્રમુખ નીરજ દેસાઇ અને ઉપપ્રમુખ પદે શ્રદ્ધા ભડગ ચૂંટાઈ આવ્યાં
  2. Kutch District Panchayat Result : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નવા હોદ્દેદારો ચૂંટાયા, પૂર્વ કચ્છના નેતાઓનું વધેલું કદ જોવા મળ્યું
  3. Anand Taluka Panchayat Election : આણંદ જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.