ETV Bharat / state

Surat News : પીએમ મોદીની સુરત મુલાકાત પહેલાં ભાજપ અધ્યક્ષ પાટીલે લીધો 'વિકાસ'નો ક્લાસ

author img

By

Published : Aug 17, 2023, 8:46 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવે તે પહેલા વિકાસનો રોડમેપ તૈયાર કરવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ ગઇ. જેમાં એક્સપ્રેસ હાઇવેમાં નડતરરૂપ મુદ્દાઓનો ઉકેલ તેમ જ ખેડૂતોને પૂરતો ન્યાય અપાવવા મુદ્દે ચર્ચાઓ થઇ હતી.

Surat News : પીએમ મોદીની સુરત મુલાકાત પહેલાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લીધો  'વિકાસ ' નો ક્લાસ
Surat News : પીએમ મોદીની સુરત મુલાકાત પહેલાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લીધો 'વિકાસ ' નો ક્લાસ

ઉકેલ માટે તત્પરતા

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવે તે પહેલા વિકાસનો રોડમેપ તૈયાર કરવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન બેઠકમાં સરકારના પ્રધાન અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકને લઇને અપાયેલી સત્તાવાર માહિતી મુજબ એક્સપ્રેસ હાઇવેમાં નડતરરૂપ મુદ્દાઓનો ઉકેલ તેમ જ ખેડૂતોને પૂરતો ન્યાય અપાવવા મુદ્દે ચર્ચાઓ થઇ હતી.

વિકાસ આયોજનોનો રોડમેપ : આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓને ધ્યાને લઇને ભારતીય જનતા પક્ષની કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોપયોગ કાર્યો અને લોકોને નડતી સમસ્યાઓના ઉકેલ માટે તત્પર બનતી જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવે તે પહેલાં વિસ્તારની સમસ્યાઓ અને વિકાસ આયોજનોનો રોડમેપ તૈયાર કરવા માટે સી આર પાટીલ સહિતના નેતાઓ દ્વારા બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી.

કયા મુદ્દા ચર્ચાયાં : સુરતના સર્કિટ હાઉસમાં મળેલી આયોજન બેઠકમાં સરકારના વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન મૂકેશ પટેલ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સુરત સહીિત દક્ષિણ ગુજરાત ના વિકાસનો રોડમેપ તૈયાર કરાયો હતો. એક્સપ્રેસ હાઇવેમાં નડતરરૂપ મુદ્દાઓનો ઉકેલ, ખેડૂતોને પૂરતો ન્યાય અપાવવામાં આવશે. ડુમસ ઉભરાટ બ્રિજ તૈયારીને આખરી ઓપ આપવામાં આવશે,દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને લઈને ચર્ચાઓ એવા તમામ મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.

આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને આજરોજ મિટિંગ રાખવામાં આવી હતી. જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બનવાનો છે તેમાં નર્મદા, ભરૂચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાની અંદરથી જમીનો જાય છે. તેના સંપાદન માટે કોઈ સમસ્યા ઉભી ન તેની થાય તેની માટે તમામ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ તમામ લોકોને આજરોજ ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય તે માટે બોલાવવામાં આવ્યા હતાં. જમીન સંપાદનનું 3Aનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને 3Dનું કાર્ય બે મહિનામાં પૂર્ણ થઈ જશે...મૂકેશ પટેલ(વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન)

આભવાથી ઉભરાટ સુધીના બ્રિજનું કામ ઝડપથી થશે : મૂકેશ પટેલે વધુમાં જણાવ્યું કે તેની સાથે જ આભવાથી ઉભરાટ સુધીનો જે બ્રિજ બનવાનો છે તેમાં જે સુરત બાજુની જમીનો છે તે જમીન સંપાદનની પણ તમામ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. તથા નવસારી બાજુનો જે ભાગ છે તેમાં પણ તમામ કાર્યો પૂર્ણ થઈ ગયા છે. એટલે ઝડપથી એ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે.

  1. Surat Crime : કામરેજ તાલુકામાં અસામાજિક તત્વોએ ખેતરને બનાવ્યું નિશાન, 1000 નીલગીરીના વૃક્ષ કાપી નાખ્યા
  2. Navsari News : જમીન સંપાદનને લઈને ધારાસભ્ય અનંત પટેલે સંભાળ્યો મોરચો, હાઇવે નંબર 56ના વિસ્તૃતીકરણનો મામલો
  3. Bharatmala Project : ભારતમાલા પ્રોજેકટથી ખેડૂતોને આર્થિક નુકસાની થઈ રહ્યું હોવાની હાઈકોર્ટમાં અરજી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.