ETV Bharat / state

Navsari News : જમીન સંપાદનને લઈને ધારાસભ્ય અનંત પટેલે સંભાળ્યો મોરચો, હાઇવે નંબર 56ના વિસ્તૃતીકરણનો મામલો

author img

By

Published : Jun 28, 2023, 9:24 PM IST

વાંસદા તાલુકામાં હાઇવે નંબર 56ના વિસ્તૃતીકરણનો મામલો હાઇવે નંબર 56ના વિસ્તૃતીકરણનો મામલોને લઇને હજુ પણ ગૂંચવાયેલો જ છે. આજે વાંસદા પ્રાંત કચેરીમાં યોજાયેલી લોક સુનાવણીમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જમીન સંપાદનનો વિરોધ દર્શાવવા સાથે આવેદનપત્ર આપ્યું હતું. જેઓની આગેવાની વાંસદા એમએલએ અનંત પટેલ કરી રહ્યાં છે.

Navsari News : જમીન સંપાદનને લઈને ધારાસભ્ય અનંત પટેલે સંભાળ્યો મોરચો, હાઇવે નંબર 56ના વિસ્તૃતીકરણનો મામલો
Navsari News : જમીન સંપાદનને લઈને ધારાસભ્ય અનંત પટેલે સંભાળ્યો મોરચો, હાઇવે નંબર 56ના વિસ્તૃતીકરણનો મામલો

જમીન સંપાદનનો વિરોધ

નવસારી : વાંસદા તાલુકાના 18 ગામોમાંથી પસાર થનારા હાઇવે નંબર 56 ના વિસ્તરણમાં જમીન સંપાદનને લઈને આજે વાંસદા પ્રાંત કચેરી ખાતે લોક સુનાવણીનો વિરોધ કરવા માટે જમીન સંપાદનનો વિરોધ કરનારા અસરગ્રસ્ત ખેડૂતો મોટી.સંખ્યામાં હાજર રહ્યા હતાં. જાન દેંગે જમીન નહીં દેંગેના નારા સાથે તાલુકા સેવાસદન ગુંજ્યું હતું.

વિરોધ પ્રદર્શન કરતું આવેદન સુપ્રત કર્યું : દાહોદથી વાપી સુધી હાઇવે નંબર 56 ના વિસ્તરણની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી 18 ગામોની 174 હેક્ટર જમીન સંપાદિત થશે. આ જમીન સંપાદનનો પૂર્વે અસરગ્રસ્તોનો વાંધા વિરોધ સામે આજથી શરૂ થનાર સુનાવણીનો વિરોધ કરવા માટે અસરગ્રસ્તો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા તાલુકા સેવાસદનમાં ભેગા થઈ પ્રાંત અધિકારીને પોતાનું વિરોધ પ્રદર્શન કરતું આવેદન સુપ્રત કર્યું હતું.

વાપી શામળાજી હાઇવે નંબર 56 ની જમીન સંપાદન મુદ્દે વાસણા તાલુકાના અમે 18 ગામના ખેડૂતોએ આજે આવેદનપત્ર આપ્યું છે વાંધા અરજી બાદ પેસા એક્ટ મુજબ ગ્રામસભા કરવામાં આવી જેમાં અમારો વિરોધ હતો એવી જ રીતે આજે લોક સુનાવણી કરવામાં આવી હતી .તો બીજી તરફ જમીન માપણી પણ કરવામાં આવી રહી છે. જેથી તંત્ર બેધારી નીતિ ચલાવી રહ્યું છે. લોક સુનાવણી પહેલા કેવી રીતે જમીન સંપાદન થઈ શકે કે જમીનની માપણી થઈ શકે જે કાયદાકીય નથી. જેથી લોક સુનાવણીમાં અમે આજે અમારો વાંધો રજૂ કરવા આવ્યા છે. જો અમારી વાત નહીં માનવામાં આવે તો અને રાજ્ય સરકાર હાઇવે નંબર 56 ના વિસ્તરણ માટે જરૂરી જમીનના સંપાદન અંગે યોગ્ય નિર્ણય ન કરે તો આદિવાસી સમાજ આ મામલે વધુ ઉગ્ર બની આંદોલનનો માર્ગ અપનાવી શકે છે..અનંત પટેલ(ધારાસભ્ય, વાંસદા)

વિસ્થાપિત થવાનો ભય : હાઇવેના વિસ્તરણમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જે પહેલા 18 ગામોની જમીન સંપાદિત થશે જેથી આદિવાસી પરિવારોને વિસ્થાપિત થવાની ફરજ પડશે જે ભય સાથે તેઓએ હાઇવે વિસ્તરણનો વિરોધ કરી રહ્યા છે. 18 ગામોના રહેવાસીઓએ તાલુકા સેવા સદન ખાતે ભેગા થઈ જાન દેંગે જમીન નહીં દેંગેના નારા ગુંજતા કર્યા હતા અને સરકારને નિર્ણય અંગે ફેરવિચારણા કરવા અપીલ કરી હતી.

જમીન સંપાદનનો મામલો : તાપી જિલ્લામાંથી નેશનલ હાઇવે નંબર 56 પસાર થનાર છે. જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લામાંથી 51 કિલોમીટરનો માર્ગ પસાર થશે. વ્યારાના 22 ગામો અને ડોલવણ તાલુકાના 6 ગામોના ખેડૂતોની જમીન સંપાદન થનાર છે. જો રાજ્ય સરકાર હાઇવે નંબર 56 ના વિસ્તરણ માટે જરૂરી જમીનના સંપાદન અંગે યોગ્ય નિર્ણય ન કરે તો આદિવાસી સમાજ આ મામલે વધુ ઉગ્ર બની આંદોલનનો માર્ગ અપનાવી શકે છે.વાપી શામળાજી રોડ જેનું વિસ્તૃતીકરણ થવા જઈ રહ્યું છે. ત્યારે તેમના દ્વારા વાંધો ઉઠાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

જમીન નથી આપવી : જે જે વિસ્તારના લોકોની જમીન આ માર્ગમાં સંપાદિત થવાની છે તેવા આદિવાસી અને અન્ય સમાજના બધા જ ખેડૂતો લડત આપી રહ્યાં છે. લોક સુનાવણીમાં તાપી જિલ્લામાં આવશે પરંતુ એક ઇંચ પણ જમીન આપીશું નહીં તેવો તેમનો નિર્ધાર છે. જમીન સંપાદન મામલે ખેડૂતોનું કહેવું છે કે, નેશનલ હાઇવે 56માં અમારે એક પણ ઇંચ જમીન આપવી નથી અને સરકારનું વળતર અમને જોઈતું નથી. જીવ આપી દઈશું પરંતુ અમારી જમીન નહીં આપવી. સૌથી વધારે તેમની જમીન જાય છે અને સરકારનું વળતર પણ નક્કી કરવામાં આવ્યું નથી. સંજોગોવસાત વિકલ્પ ન મળે તો સારામાં સારું વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે.

  1. Land Scam in Navsari : નવસારી જિલ્લામાં જમીન સંપાદન વળતર મુદ્દે ફરિયાદોનો ઢગલો, પોલીસ એક્ટિવ
  2. Tapi News : નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદન અંગે ખેડૂતોનો હુંકાર, જીવ આપી દઈશ પણ જમીન નહીં
  3. Bullet Train Project Farmers Benefits : વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન આપનારા લખલૂટ કમાયાં, કુલ 1,016 કરોડ ચૂકવાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.