ETV Bharat / state

સુરતના સાંસદ દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર હોળીની પૂજા કરી

author img

By

Published : Mar 29, 2021, 1:47 PM IST

Updated : Mar 29, 2021, 2:37 PM IST

સુરત શહેરમાં વકરતા કેસો વચ્ચે સાંસદ દર્શના જરદોશ માસ્ક વગર જોવા મળ્યા હતા. એક બાજુ તંત્ર લોકોને અપીલ કરે છે કે, માસ્ક ફરજીયાત પહેરવું ત્યારે બીજી તરફ શહેરના સાંસદ જ કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરી રહ્યા છે.

સાંસદ દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર હોળીની પૂજા કરી
સાંસદ દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર હોળીની પૂજા કરી

  • હોલિકા દહન પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું જરૂરી
  • સાંસદ દર્શના જરદોશે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ વગર હોળીની પૂજા કરી
  • ડિંડોલીના 35 વર્ષીય યુવાન અને 83 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું

સુરત : સરકારની ગાઇડ લાઇન છે કે, હોલિકા દહન પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. લોકોએ આ નિયમનો પાલન કર્યું પરંતુ સુરતના સાંસદ દર્શના જરદોશે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવ્યા વગર હોળીની પૂજા કરી હતી. એક તરફ તંત્ર લોકોને હોળી-ધૂળેટીના પર્વમાં લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે. બીજી તરફ નેતાઓ જ નિયમનો ભંગ કરતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં ત્રણ ડાયમંડ કંપનીને કોવિડ -19 ગાઈડલાઇનના ભંગ બદલ દંડ


એક દિવસમાં 775 લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

શહેરમાં સ્થિતિ વધુને-વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. એક જ દિવસમાં શહેરના 611 અને જિલ્લાના 164 મળી કુલ 775 લોકો કોરોનાથી થતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ શહેરમાં વધુ બે મોત નોંધાયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ડિંડોલીના 35 વર્ષીય યુવાન અને 83 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : જૂનાગઢ: સાંસદની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ

બે મોત સાથે મરણાંક 1,165 ઉપર પહોંચી ગયો

બે મોત સાથે મરણાંક 1,165 ઉપર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાની સારવાર લઈને શહેરના 481 અને જિલ્લાના 105 લોકો મળી કુલ 586 લોકો કોરોનાને હરાવીને સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

Last Updated : Mar 29, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.