ETV Bharat / state

Surat Crime: દીકરો સગી મા પાસે જવા નથી માગતો, અપહરણ કરેલા દંપતિને માને છે મા-બાપ

author img

By

Published : Jan 26, 2023, 10:10 AM IST

સુરતમાં કામરેજ તાલુકામાં છ વર્ષ પહેલા નવજાત શિશુની ચોરી કરનાર દંપતી ઝડપાયું છે. પરંતુ પરિસ્થિતિ એટલી કપરી બની છે કે બાળક તેના સાચા મા-બાપ પાસે જવા માટે તૈયાર નથી. આવી સ્થિતિ વચ્ચે પોલીસે માતા-પિતાની પૂછપરછ પોલીસે શરૂ કરી દીધી છે.

કામરેજ તાલુકામાં છ વર્ષ પહેલા નવજાત શિશુની ચોરી કરનાર દંપતી ઝડપાયું
કામરેજ તાલુકામાં છ વર્ષ પહેલા નવજાત શિશુની ચોરી કરનાર દંપતી ઝડપાયું

કામરેજ તાલુકામાં છ વર્ષ પહેલા નવજાત શિશુની ચોરી કરનાર દંપતી ઝડપાયું

સુરત:જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર આરોગ્ય કેન્દ્રમાંથી છ વર્ષ પહેલાં નવજાત શિશુની ચોરી થઈ હતી. કામરેજ પોલીસે નવજાત શિશુની ચોરી કરનાર દંપતીને ઝડપી લીધું છે અને હાલ આગળની તજવીજ હાથ ધરી છે. છ વર્ષ પહેલા આરોગ્ય કેન્દ્રમાંથી ચોરી થયેલા બાળકને પોલીસે શોધી કાઢયું છે.

આ પણ વાંચો Surat Crime : ઓડિશાથી સુરતમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક ચલાવનાર પરીડા બંધુની ધરપકડ

શિશુને ઉઠાવી ગયો: સંતાન સુખથી વંચિત તેમજ ત્રણ-ત્રણ વાર પત્નીને કસુવાવડ થતા મૂળ કરજણના અને 108 એમ્બ્યુલન્સમાં ઇ.એમ.ટી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ છ વર્ષ પહેલાં કઠોર આરોગ્ય કેન્દ્રમાંથી નવજાત શિશુને ઉઠાવી ગયો હતો.ગુનામાં સામેલ દંપતી સહિત ત્રણને કામરેજ પોલીસે ઝડપી પાડયા હતા.કામરેજના આંબોલી ખાતે આવેલા નાના નગર અસ્માલ એપાર્ટમેન્ટમાં રહેતા સુફિયા મોહમદ અલી અંસારીને વીતેલા વર્ષ 2017માં પ્રસૂતિ દરમ્યાન કામરેજના કઠોર ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પુત્રનો જન્મ થયો હતો.

ઈસમ ઉપાડી ગયો: નવજાત શિશુને રસીકરણનું બહાનું બતાવી તારીખ 5 જાન્યુઆરી 2017 ના આરોગ્ય કેન્દ્ર વોર્ડમાં ડોક્ટરના એપ્રોન પહેરેલા વેશમાં આવેલો અજાણ્યો ઈસમ ઉપાડી ગયો હતો. નવજાત શિશુનું અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ થયા અંગેની ચોરીની ફરિયાદ ગુમ થયેલા નવજાત શિશુના વાલીએ કામરેજ પોલીસ મથકે 5 જાન્યુઆરી 2017 રોજ નોંધાવી હતી.

કામગીરી કરી રહ્યા હતા: કામરેજ પી.આઇ આર.બી ભટોળના માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ સ્ટાફના દેવેન્દ્રસિંહ કિશોરદાન તેમજ નામદેવ કલાભાઈ ગુના શોધક કામગીરી કરી રહ્યા હતા. જે સમય દરમ્યાન વર્ષ 2017 માં કામરેજના કઠોળ ગામના આરોગ્ય કેન્દ્રમાંથી નવજાત શિશુનું થયેલા અપહરણ અંગેના આરોપી મીયા ગામ કરજણ ખાતે 108 એમ્બ્યુલન્સના ડોકટર છે.જે બાતમી અને હકીકતના આધારે કામરેજ પી.આઇ આર. બી ભટોળ,પી.એસ.આઇ વી.આર ઠુમ્મર સહિતની ટીમ મીયા ગામ કરજણ ખાતે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર

બે વખત કસુવાવડ: મીયાગામ કરજણ ખાતેથી 108 એમ્બ્યુલન્સના ઇ.એમ. ટી ડોકટર તરીકે ફરજ બજાવતા અને નવજાત શિશુનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડયો હતો. કામરેજ પોલીસે ઝડપી પાડેલા અપહરણના ગુનામાં સંડોવાયેલ 108 એમ્બ્યુલન્સના ડોકટરની પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ કમલેશ ચંદુભાઈ ઓડ હોવાનું જણાવ્યું હતું.પોતાના લગ્ન જીવન દમ્યાન પત્ની નયના બેનને સગર્ભા અવસ્થા દરમ્યાન બે વખત કસુવાવડ થતા તેઓ નાસીપાસ થયા હતા.પરંતુ ત્રીજી વાર સામાજિક રીત રિવાજ પ્રમાણે ખોળાભરત વિધિનો દેખાડો કરી પત્ની ગર્ભવતી હોવાની દેખાડાબાજી કરી હતી.

જન્મ વિશે પરિચિત: બાદમાં 108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી ડોકટર તરીકે ફરજ બજાવતો હોય નવજાત શિશુના જન્મ વિશે પરિચિત હોય નવજાત શિશુના અપહરણ કરવાનું આયોજન કર્યું. આથી ગત તારીખ 5 જાન્યુઆરી 2017 રોજ કામરેજના કઠોર ખાતે આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે આંબોલીના અંસારી પરિવારમાં જન્મેલા નવજાત શિશુનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો.જેને રસીકરણ માટેનું બહાનું કાઢી તેનું અપહરણ કરી ઉપાડી ગયો હતો.

બાળકની માફક ઉછેર: અપહરણ બાદ નવજાત શિશુને કીમ ખાતે તેમજ ત્યાંથી અમદાવાદ અને બાદમાં મીયાગામ કરજણ અપહૃત બાળકને સ્મિથ આપી તેને પોતાના કરતા હતા.જે હાલ સિનિયર કે.જી માં અભ્યાસ કરે છે.કામરેજ પોલીસે નવજાત શિશુના અપહરણના ગુનામાં સામેલ કરજણ ખાતેના દંપતી કમલેશ ચંદુભાઈ ઓડ તેમજ પત્ની નયનાબેન કમલેશ ઓડ સહિત ઓલપાડ તાલુકાના કીમ ચાર રસ્તા ખાતે રહેતા જીજ્ઞેશ ખુમાંન રાઠવા સહિત ત્રણની કામરેજ પોલીસે અટક કરી હતી.

પોલીસે ભેદ: છ વર્ષ પહેલા બાળક અપહરણની ઘટના પરથી કામરેજ પોલીસે ભેદ તો ઉકેલી નાખ્યો છે પણ હવે પોલીસ પણ મુંઝવણમાં છે. પોલીસે આરોપી દંપતીનો કબ્જો લીધો છે. પણ સ્મિથ પોતાના અસલી માં-બાપ પાસે જવા તૈયાર નથી. કારણ કે સ્મિથ માટે તો આરોપી કમલેશ અને નયના ને જ પોતાના માં બાપ માની રહ્યો છે. પોલીસ અને અસલી માં બાપના લાખ પ્રયાસ પછી પણ બાળક અસલી મા બાપ પાસે જઈ રહ્યો નથી. જન્મ આપનારી એ મા જેણે નવ નવ મહિના સુધી જીવથી પણ વધારે સાચવી જેનું લાલન પાલન કર્યું પણ કમનસીબી જુઓ સગી જનેતા પોતાના કાળજાના કટકાને સામે જોયા પછી પણ તેની ગોદમાં લઈ રમાડી શક્તિ નથી.

કોર્ટ નક્કી કરશે: બાળક નકલી મા-બાપને અસલી માની રહ્યો છે. પોલીસે દંપત્તિને કોર્ટમાં રજૂ કરી અને બાળકનો કબ્જો કોને આપવો એ કોર્ટ નક્કી કરશે. એક મહિલા દીકરાના પ્રેમને પામવા ગુનેગાર બની ગઈ. બીજી મહિલા પોતાના સગા દીકરાને જન્મ આપ્યા બાદ પણ બાળકના વ્હાલ થી વંચિત રહી છે. કામરેજનો આ કિસ્સો ટોક ઓફ ટાઉન બન્યો છે. એક દંપત્તિનો ગુનો એ છે કે પોતે માતૃત્વ ધારણ નહીં કરી શકતા બીજી માતાના કાળજાના કટકાનું અપહરણ કર્યું અને બીજી માતા કહે છે દીકરા માટે છ-છ વર્ષ રડી રડી ને કાઢ્યા છે.

આંગણી છોડવા માંગતો નથી: તો બીજી તરફ દીકરો પોતાની મા નહીં હોવા છતાં એની આંગણી છોડવા માંગતો નથી. સમાજમાં આવા કિસ્સા આંખમાં આંસુ આપી જાય છે. ડી. એન. એ કર્યા બાદ દીકરો જન્મ આપનાર મા નો થઇ જશે. પણ દીકરો તો જન્મ આપનાર મા નહીં પણ લાલન પોષણ કરનારી માતાની આંગણી પકડીને ઉભો છે. કાયદાની દ્રષ્ટિએ કમલેશ અને નયના આરોપી છે અને તેમણે જે કર્યું એ ખોટું અને સજા ને પાત્ર છે. નયના એ સ્મિથ ને જન્મ નથી આપ્યો પણ પોતાના જીવથી વધારે વ્હાલથી દીકરાનું લાલન પાલન કર્યું છે. એટલે જ કવિ કહે છે માં તે માં બાકી વગડા ના વા આ દેશનો કાયદો શું ફેસલો કરે છે એના પર સૌની નજર અને મીટ મંડાયેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.