Surat Crime : ઓડિશાથી સુરતમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક ચલાવનાર પરીડા બંધુની ધરપકડ

author img

By

Published : Jan 25, 2023, 4:45 PM IST

Surat Crime : ઓડિશાથી સુરતમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક ચલાવનાર પરીડા બંધુની ધરપકડ

ઓડિશાના ગંજામથી ગુજરાત (Cannabis supply network from Orissa to Surat)સહિત અનેક રાજ્યમાં નશીલા પદાર્શોનો વેપલો કરતાં બે ઇનામી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોસ્ટ વોન્ટેડ આરોપી પરીડા બંધુઓની સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓડિશા એસટીએફની મદદથી ધરપકડ ( Surat Crime )કરી છે. બંને આરોપી 2009-10થી વોન્ટેડ હતાં.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓડિશા એસટીએફની મદદથી ધરપકડ કરી

સુરત : સહિત અન્ય જિલ્લામાં ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જત્થો સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી પરીડા બંધુઓને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓડિશા એસટીએફની મદદથી ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ બન્ને ગાંજા માફિયાને સુરત લાવી રહી હતી તે સમયે લોકોના ટોળાએ આરોપીઓને છોડાવવા માટે પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો.

બે ઇનામી આરોપીઓની ધરપકડ : ઓડિશાથી સુરતમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક ચલાવનાર પરીડા બંધુની ધરપકડ થઇ છે.સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાથી બે ગાંજા માફિયાની ધરપકડ કરી છે. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાના જત્થાનો સુરત શહેર અને જિલ્લામાં સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરીડા તથા ગુંડી વૃંદાવનની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બંને આરોપીઓ વર્ષ 2009-10 થી વોન્ટેડ હતા અને આ બંને આરોપીઓ ઉપર સરકારના હુકમ દ્વારા સુરત પોલીસ કમિશનર દ્વારા 20 હજાર તથા 10 હજારના ઇનામની રકમ ઘોષિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર

600 કિલોથી વધુના ગાંજાના કેસમાં વોન્ટેડ : આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરીડા સામે 51.170 કિલોગ્રામ ગાંજા મામલે પુણા, 49.250 ગ્રામ ગાંજા બાબતે કતારગામ તેમજ ઓલપાડમાં ઝડપાયેલા 600 કિલોથી વધુના ગાંજાના કેસમાં વોન્ટેડ હતો તેમજ આરોપી વિરુદ્ધ એસટીએફ ભુવનેશ્વર દ્વારા 1 હજાર કી.ગ્રા. ગાંજાનો ગંજામ ખાતે નોંધાયેલો છે તેમજ ભૂતકાળમાં તે સુરતમાં કતારગામ અને ડીસીબી પોલીસ મથકમાં વર્ષ 2009માં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હતો. જયારે ગુંડી પરીડા પુણા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો.

એસટીએફની મદદ : સુરત ક્રાઈમ બ્રાન્ચની ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીઓને પકડવા માટે ભુવનેશ્વર એસટીએફ, ગંજામ એસ.પી., છત્રપુર એસડીપીઓ તથા સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી અને એક ટીમ બનાવવામાં આવી હતી અને 22 જાન્યુઆરીના મોડી રાતે 1 વાગ્યાના અરસામાં રેઇડ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આરોપીને પકડી ત્યાંથી તેઓને લઈને નીકળે તે પહેલા જ લોકોના ટોળાનો આરોપીઓને છોડાવવા માટે પોલીસની ટીમ ઉપર પત્થરમારો કર્યો હતો.

આ પણ વાંચો કુખ્યાત આરોપીએ બચવા ગામમાં માણસો, CCTV રાખ્યા, છતાં પોલીસે દબોચી લીધો

15 રીઢા આરોપીઓ વોન્ટેડ છે : સુરતમાં 15 જેટલા ગુનેગારો વોન્ટેડ છે અને સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે કે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવે. આ સૂચનાના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતમાં ઓરિસ્સાથી ગાંજાની સપ્લાય કરનાર બે રીઢા આરોપીઓની ઓડિશાજઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને આરોપીઓની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.