ETV Bharat / state

Surat News: સુરત એરપોર્ટ પર રાજ્યનું સૌથી મોટું ગોલ્ડ સ્મગલિંગ, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના PSIની કરાઇ ધરપકડ

author img

By

Published : Jul 10, 2023, 10:27 AM IST

Updated : Jul 10, 2023, 4:31 PM IST

સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઘટનામાં કસ્ટમ અધિકારી પણ ઝડપાયો છે. ક્લાસમાં જાણવા મળ્યું છે કે એરપોર્ટના અધિકારીઓના મેળાપીપણામાં એરપોર્ટ પર સોનાની દાણચોરી થઈ રહી હતી. 48 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કર્યા બાદ જ્યારે ડીઆરઆઈએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે કસ્ટમ વિભાગના આરોપી અધિકારીએ સ્ક્રિનિંગ ટાળવા માટે પેસેન્જરને ઇમિગ્રેશન પહેલા વોશરૂમમાં લઈ ગયો હતો.

48 કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સુરત એરપોર્ટના કસ્ટમ અધિકારીઓ પણ સામેલ DRIએ શરૂ કરી તપાસ
48 કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સુરત એરપોર્ટના કસ્ટમ અધિકારીઓ પણ સામેલ DRIએ શરૂ કરી તપાસ

48 કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કસ્ટમ અધિકારીઓ સામેલ, તપાસનો ધમધમાટ શરૂ

સુરત: અમદાવાદ અને સુરત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે ડીઆરઆઈએ તપાસ બાદ જણાવ્યું છે કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર યાત્રીઓ પાસે જપ્ત કરાયેલા 48 કિલો સોના પ્રકરણમાં પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે, એરપોર્ટ પર જ ફરજ બજાવી રહેલા કસ્ટમ વિભાગના અધિકારીઓની મદદથી તેઓ દાણચોરીની ઘટનાને અંજામ આપવાના હતા. અધિકારીઓએ યાત્રીઓની સ્ક્રિનિંગને ટાળવા માટે તેમને એરપોર્ટના પુરુષ વિભાગના શૌચાલયમાં લઈ ગયા હતા. તે વખતે તેઓએ સોનાનું વિનમય કરવાનું આયોજન પણ કર્યું હતું.

"આ ગોલ્ડ ની કિંમત 25 કરોડનું છે. અગાઉ પણ આવી જ ઘટના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની ચૂકી છે. જેથી આ વખતે ડીઆરઆઈએ ઓપરેશન ગુપ્ત રાખ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન પૂરું પાડ્યું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજહાં આવનાર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના ચાર યાત્રીઓને શંકાના આધારે પહેલા પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેમની પાસેથી 24 કરોડ રૂપિયાનું ગોલ્ડ જપ્ત કર્યું હતું. યાત્રીઓ ચેકિંગ બેગમાં ગોલ્ડ લઈ આવ્યા હતા. તપાસમાં તેમની પાસેથી 43.5 કિલો સોનું પેસ્ટ સ્વરૂપે મળ્યું હતું." -- ડીઆરઆઇના અધિકારી

ડીઆરઆઈ દ્વારા તપાસ: સ્ક્રિનિંગ અને ખાસ કરીને પરીક્ષણ ટાળવા માટે તેઓએ ઇમિગ્રેશન પહેલાના અધિકારીઓ શૌચાલયમાં લઈ ગયા હતા. ત્યાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈએ આખરે ટોયલેટ સુધી પહોંચાડેલું સોનું પણ પકડી પાડ્યું હતું. ત્યાંથી પણ 4.67 કિલો સોનું DRIને મળી આવ્યું હતું. આ સમગ્ર રેકેટમાં અન્ય કયા અધિકારીઓ સામેલ છે. અને કઈ રીતે સુરત એરપોર્ટ પર આ રેકેટ ચાલતું હતું. તે અંગેની તપાસ સુરત ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે.

DRI સૂત્ર તરફથી માહિતી: 35 વર્ષીય યાસિર મોહમદ ઈલ્યાસ શેખ અને 46 વર્ષીય પરાગ કુમાર ધીરજલાલ દવે સારજહાંથી ફ્લાઇટમાં સોનુ લાવ્યા હતા. આજે ડી આર આઈ દ્વારા આરોપીઓને મેડિકલ ચેકપ બાદ કોર્ટમાં લઈ જવામાં આવશે. ચારે આરોપીઓને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકપ માટે લાવવામાં આવ્યો હતો. ઇમિગ્રેશન વિભાગના પીએસઆઈ કેસમાં ઝડપાયો છે. લાંબા સમય થી રેકેટ ચાલતું હતું. એરપોર્ટના અઘિકારીઓ શામેલ હોય તેવી પણ આશંકા -DRI સૂત્ર તરફથી માહિતી મળી રહી છે.

  1. Gold Smuggling: દુબઈથી 27 કરોડ રૂપિયાનું સોનું લિક્વિડ ફોર્મમાં લાવતા સુરત એરપોર્ટ પર ચાર લોકોને ઝડપી પડાયા
  2. Surat News : લાખો કમાતા સીએ દીકરા પાસેથી ભરણપોષણ માટે સુરત ફેમિલી કોર્ટમાં ન્યાય માગતી માતા, થયો આ આદેશ
Last Updated : Jul 10, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.