ETV Bharat / state

Gold Smuggling: દુબઈથી 27 કરોડ રૂપિયાનું સોનું લિક્વિડ ફોર્મમાં લાવતા સુરત એરપોર્ટ પર ચાર લોકોને ઝડપી પડાયા

author img

By

Published : Jul 9, 2023, 4:00 PM IST

શુક્રવારે સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં રાંદેરના ચાર યુવાનો 27 કરોડની કિંમતનું 45 કિલો સોનું લિક્વિડ ફોર્મમાં લઈને આવતા ચાર લોકો ઝડપાયા હતા. સુરત અને અમદાવાદ ડી.આર.આઇ વિભાગને મળતા ડી.આર.આઈ વિભાગના અધિકારીઓએ આવેલા ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી આ જથ્થો મળી આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Gold Smuggling
Gold Smuggling

સુરત: અમદાવાદ અને સુરત ડીઆરઆઈનું જોઈન્ટ ઓપરેશન સુરત એરપોર્ટ ખાતે થયું હતું. યાત્રીઓ પાસેથી 27 કરોડ રૂપિયાનું સોનું પકડાયું હતું. ચાર યાત્રીઓ હેન્ડ લગેજમાં 45 કિલો પેસ્ટ સ્વરૂપ સોનુ લઈને આવ્યા હતા જેની જાણકારીની ટીમને થઈ હતી. સુરતની વાત કરવામાં આવે તો આજ દિન સુધીની આ સૌથી મોટી ખેપ ડીઆરઆઈએ પકડી છે.

લિક્વિડ ફોર્મમાં સોનાની દાણચોરી: બાતમીના આધારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે ડીઆરઆઈએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારી શારજાહમાંથી ઉતરી રહેલા ચાર યાત્રીઓની સઘન તપાસ હાથ ધરી હતી તેમના હેન્ડ લગેજની અંદર જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પેસ્ટ સ્વરૂપમાં 27 કરોડ રૂપિયાનું સોનુ મળી આવ્યું હતું. આ લોકો સોનાની તસ્કરી કરવા માટે સોનાને પેસ્ટ સ્વરૂપ તકદીર કરી સુરત લઈ આવ્યા હતા. સોનાને પેસ્ટ સ્વરૂપમાં લાવનાર આ લોકો મૂળ સુરત શહેરના રાંદેર વિસ્તારના છે. અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે તેમાં પણ રાંદેર વિસ્તારના બે લોકોની ધરપકડ કરાઈ ચૂકી છે.

આરોપીઓ રિમાન્ડ પર: ફ્લાઈટ આવે તે પહેલાંથી જે ડીઆરઆઈના તમામ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યારે આ તમામ યાત્રીઓ એર પ્લેનથી ઉતર્યા ત્યારે જ તેમની ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. તેમની પાસે જે હેન્ડબેગ છે તેને સ્કેન કરાવી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. શનિવારે આખો દિવસ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ડીઆરઆઈની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.

ટેક્સથી બચવા માટે દાણચોરી: એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ છેલ્લા ઘણા વર્ષોમાં અનેક આવા કેસો પકડ્યા છે. કેટલાક સ્મગલર દ્વારા સુરતની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટને જાણે સોનાની કેપ મારવા માટેનો સાધન બનાવી દીધો છે. સૌથી અગત્યની વાત છે કે સોનાના વેચાણ પર દુબઈમાં માત્ર પાંચ ટકા વેટ લાગે છે. જેમાંથી 4.85% એરપોર્ટ પર રોકડ અથવા તો એકાઉન્ટમાં પણ મળી જાય છે. બીજી બાજુ ભારતમાં ગોલ્ડ ઉપર 12.5 ટકા કસ્ટમ ડ્યુટી છે. સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સેસ પણ આ મેલ હોય છે જેથી આ સંપૂર્ણ સેસ, વેટે અને ઈમ્પોર્ટ ડ્યુટી મળીને 15 ટેક્સ થઈ જાય છે.

  1. Surat crime news: સોનાની દાણચોરીનો પર્દાફાશ, 7.158 કરોડના સોના સાથે 4 શખ્સ ઝડપાયા
  2. Gold Smuggling: મોબાઇલના ફ્લિપ કવરમાં 110 ગ્રામની કુલ 10 સોનાની બિસ્કટો મળી આવી

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.