ETV Bharat / state

Surat crime news: સોનાની દાણચોરીનો પર્દાફાશ, 7.158 કરોડના સોના સાથે 4 શખ્સ ઝડપાયા

author img

By

Published : Apr 30, 2023, 6:52 PM IST

સુરત એસઓજી પોલીસે ડુમ્મસ એરપોર્ટ પાસેથી એક નંબર વગરની કારમાંથી 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ સોનાની કિંમત 4,29,48,000 હજાર છે. હાલ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

gold-smuggling-busted-4-arrested-with-gold-worth-more-than-7-crores-in-surat
gold-smuggling-busted-4-arrested-with-gold-worth-more-than-7-crores-in-surat

સોનાની દાણચોરીનો પર્દાફાશ

સુરત: સુરત એસઓજી પોલીસે 7.158 કિલો સોના સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવી તે સોનુ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપર આંતર વસ્ત્રોમાં છુપાવી તેવા સોનાને દુબઈથી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહેલ છે.

આંતર વસ્ત્રો તથા બૂટમાં છુપાવીને દુબઈથી લાવવામાં આવે છે સોનું
આંતર વસ્ત્રો તથા બૂટમાં છુપાવીને દુબઈથી લાવવામાં આવે છે સોનું

બાતમીના આધારે કાર્યવાહી: આ ટોળકીના બે સભ્યો દુબઈ ખાતેથી સોનુ શરીર ઉપર છુપાવી દાણચોરી કરી લાવેલ છે અને તે ટોળકી ફોર વ્હિલ કારમાં ડુમ્મસ એસ.કે.નગર ચોકડી પાસેથી પસાર થનાર છે. જે બાતમી આધારે એઓજી પોલીસ ગઈકાલે મોડી રાતે વોચ ગોઠવી રોડ ઉપરથી પસાર થતી હોન્ડા સીવીક ફોર વ્હિલ કારને આંતરી ચાર વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમાં બે વ્યક્તિઓના આંતર વસ્ત્રો તથા બુંટમાં છુપાવીને દુબઈથી લાવેલ સોનાની પેસ્ટ વજન 7.158 કિલોસોનું જે રૂપિયા 4.29.48.00 હતું. તેનો પોલીસે કબ્જે લઈને આ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

છેલ્લા 15 દિવસથી ગેંગ ઉપર વોચ: આ બાબતે સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલે જણાવ્યું હતું કે, 'સુરત એસ.ઓ.જી પોલીસ પાસે એવી માહિત હતી કે સોનાની દાણ ચોરી ચાલી રહી છે. દુબઈથી સોનાનું કસ્ટમ ડ્યુટી ના આપવી પડે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેને લઈને છેલ્લા 15 દિવસથી આ ગેંગ ઉપર અમારી વોચ રાખવામાં આવી હતી. ગઈકાલે રાતે એસ.કે નગર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

'આ ગેંગના ચાર સભ્યો પૈકી બે સભ્યો ફેની અને નીરવ દુબઈથી આવતા હતા. અન્ય બે વ્યક્તિઓ ઉમેશ અને સાવંત અહીંથી સોનું મોકલવામાં મદદરૂપ થતા હતા. આ લોકો એક ટ્રીપનું 25 હજાર રૂપિયા આપતાં હતા. તે ઉપરાંત આવા જવા માટેની ટિકિટ પણ આપવામાં આવતી હતી ત્યાં રેહવાની તમામ સગવડો કરી આપવામાં આવતી હતી.' -શરદ સિંગલ, જોઈન્ટ પોલીસ કમિશનર, સુરત

કેવી રીતે થાય છે દાણચોરી?: દુબઈથી સોનુ લાવવા માટે આ લોકો પોતાના અંડર ગારમેન્ટમાં, સૂઝમાં મૂકી છુંપાવીને લઈને આવતા હતા. આ લોકો સોનાને પેહલા પાવડર સ્વરૂપમાં લાવે છે અને ત્યારબાદ તેમાં કેમિકલ મિક્સ કરીને પેસ્ટ બનાવે છે. પેસ્ટમાં સેલો ટેપ મારીને એવા એક ઝેલ ફ્રોમ બનાવી દેવામાં આવે છે. જેને અંડર ગારમેન્ટસમાં મુકવામાં આવે છે. સુરત આવી અહીં ઉમેશ અને નીરવને આપી દે છે અને લોકો છેલ્લા છ મહિનાથી આ રીતે કાર્ય કરતા હતા. એક મહિનામાં પાંચથી દસ ટ્રીપ મારતા હતા.

આ પણ વાંચો Vadodara Crime: કિરણ પટેલની જેમ CMOના નામે રોફ જમાવનાર વિરાજ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો Ahmedabad Crime : પ્રેમલગ્ન કરનાર યુવતીનો પતિ નીકળ્યો હેવાન, દારૂ પીને પત્નીને મોઢામાં ડૂચો ભરાવીને કરતો આવું કામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.