ETV Bharat / state

ડ્યુટી ફ્રી ગોલ્ડની અછતના કારણે ડાયમંડ જ્વેલરી ક્ષેત્રમાં નિરાશા

author img

By

Published : Dec 15, 2022, 2:23 PM IST

સુરતમાં જ્વેલરી એક્સપોર્ટર્સને(Surat diamond jewelery sector) છેલ્લા અઢી મહિનાથી સસ્તા દરે મળતું સોનું બંધ થઈ જતાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં નિરાશાનો માહોલ છે.(suffers due to shortage of duty free gold) ક્રિસમસ માટેના ઓર્ડર પૂરા કરવા માટે સ્થાનિક બજારમાંથી ઊંચી કિંમતે ગોલ્ડ લેવાની નોબત આવી છે. ડ્યુટી ફ્રી ગોલ્ડની અછતના કારણે ડાયમંડ જ્વેલરી ક્ષેત્રે અને એક મુશ્કેલીઓ આવી રહી છે. આ બાબતે જીજેઈપીસી અને જ્વેલરી ક્ષેત્રના અગ્રણી નિકાસકારોની બેઠક યોજાઇ હતી.

કાચા માલની અછતને કારણે ઉદ્યોગને ઘણું નુકસાન
કાચા માલની અછતને કારણે ઉદ્યોગને ઘણું નુકસાન

કાચા માલની અછતને કારણે ઉદ્યોગને ઘણું નુકસાન

સુરત: નાતાલનો તહેવાર નજીકમાં હોવાથી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ત્યારે બીજી બાજુ ડાયમંડ જ્વેલરીના મેન્યુફેક્ચરના હબ તરીકે વિકસી રહેલા સુરતમાં નિરાશાનો માહોલ છે. (Surat diamond jewelery sector)સસ્તા ભાવે સોનું નહીં મળતા જ્વેલરી ઉદ્યોગકારોની ચિંતા વધી છે.(suffers due to shortage of duty free gold) જે મામલે જીજેઈપીસી અને જ્વેલરી ક્ષેત્રના અગ્રણી નિકાસકારોની બેઠક યોજાઇ હતી.(meeting of GJEPC and exporters in the jewelery sector)

સસ્તા દરે મળતું સોનું બંધ: સુરતમાં જ્વેલરી એક્સપોર્ટર્સને છેલ્લા અઢી મહિનાથી એક્સપોર્ટ માટે સસ્તા દરે મળતું સોનું બંધ થઈ ગયું છે. જેઓએ ક્રિસમસ માટેના ઓર્ડર લીધા છે તેમને સમય પર ઓર્ડર પૂરો કરવા માટે સ્થાનિક બજારમાંથી ઊંચી કિંમતે ગોલ્ડ લેવાનો વારો આવ્યો છે. સુરત શહેરના ગોલ્ડ જ્વેલરી તથા ડાયમંડ જ્વેલરી ઉત્પાદકોને નિકાસ માટે આવી રહેલી વિગત સમસ્યાઓ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની વચ્ચે એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં 50થી વધુ જ્વેલરી કંપનીના સંચાલકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - દિલ્હીની સંસદના સુરતમાં થશે "સુવર્ણ" દર્શન, હીરાજડિત પ્રતિકૃતિ કરાશે ડિસ્પ્લે

સોનાની નિકાસ કરવામાં ભારે સમસ્યા: જીજેઈપીસીના વેસ્ટર્ન ઝોન ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નવા નિયમ બહાર પાડવામાં આવ્યા છે તેના કારણે રજીસ્ટ્રેશન સહિત અન્ય પ્રક્રિયા જટિલ થઈ ગઈ છે અને પ્રીમિયમ પણ વધી જતા એજન્સીઓ મુશ્કેલમાં મુકાઈ છે. ગોલ્ડ બુલિયન એક્સચેન્જના એમડી અશોક ગૌતમ આ મિટિંગમાં હાજર રહ્યા હતા. વર્તમાન પરિસ્થિતિ વિશે અને તેમને સોનાના જથ્થાની આવશ્યકતા અને આ પૂરતી અંગેની સ્થિતિ અંગે બુલિયન એક્સચેન્જ કરવામાં આવ્યા છે. કાચા માલની અછતને કારણે ઉદ્યોગને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ઉત્પાદકો સોનાની નિકાસ કરવામાં ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી ઉદ્યોગને વધુ સારી રીતે સેવા આપવામાં માટે આઈઆઈબીએક્સને તમામ સમર્થન અને મદદની ખાતરી આપી હતી.

આ પણ વાંચો - દિલ્હીની સંસદના સુરતમાં થશે "સુવર્ણ" દર્શન, હીરાજડિત પ્રતિકૃતિ કરાશે ડિસ્પ્લે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.