દિલ્હીની સંસદના સુરતમાં થશે "સુવર્ણ" દર્શન, હીરાજડિત પ્રતિકૃતિ કરાશે ડિસ્પ્લે

author img

By

Published : Dec 15, 2022, 11:07 AM IST

Updated : Dec 15, 2022, 11:27 AM IST

દિલ્હીની સંસદના સુરતમાં થશે "સુવર્ણ" દર્શન, હીરાજડિત પ્રતિકૃતિ કરાશે ડિસ્પ્લે

સુરતમાં (diamond city surat) નવા સંસદ ભવનની સોના, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ (New Parliament Building a replica) જોવા મળશે. શહેરમાં યોજાનારા જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ શૉમાં તેની ઝલક (Gems and Jewelery Manufacturers Show) જોવા મળશે.

સુરત શહેરમાં (Diamond City Surat) આયોજિત થનારા જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉમાં (Gems and Jewelery Manufacturers Show) નવા સાંસદ ભવનની (New Parliament Building a replica) 15 કિલોની સોના, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ ડિસ્પ્લે કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (Surat Jewelery Manufacturing Association SJMA) દ્વારા 16થી 18 ડિસેમ્બર દરમિયાન સુરતના સરસાણા કનવેન્શન સેન્ટર ખાતે (Sarsana Convention Centre) આયોજિત થશે.

હોલસેલર ખરીદી માટે આવશે આ એક્ઝીબિશનમાં મોટી સંખ્યામાં સુરતના ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચર Diamond Jewelery Manufacture of Surat) ભાગ લેશે. આ એક્ઝીબિશનમાં દેશભરમાંથી જ્વેલરી રિટેઈલર અને હોલસેલર ખરીદી માટે આવશે.

વિવિધ પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરાયો આ અંગે SJMAના પ્રમુખ (Surat Jewelery Manufacturing Association SJMA) જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર નવા સંસદ ભવનની પ્રતિકૃતિ રહેશે. જેને બનાવવામાં ગોલ્ડ, સિલ્વર અને વિવિધ પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની ચોક્કસ કિંમત આંકી શકાય એમ નથી. જ્યારે તે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે ત્યારે જ કિંમત જાણી શકાશે. 15 કિલોની પ્રતિકૃતિની સાઈઝ દોઢ ફૂટ છે. જ્યારે 5 ડિઝાઇનર દ્વારા એને તૈયાર કરવામાં આવી છે.

થ્રીડી પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાશે સુરતના 50 જેટલા જ્વેલર્સનો (Diamond City Surat) ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ (Temple of Democracy) નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો છે. અગાઉ કેન્દ્રિય કાપડ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goyal Union Minister) અને કેન્દ્રિય કાપડ અને રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોષની (Darshana Jardosh Union Minister) હાજરીમાં એનું નિર્માણ શરૂ થયુ હતું. આ પ્રતિકૃતિ થ્રીડી પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો (3D printing technology) ઉપયોગ કરીને બનાવવામાં આવશે અને તેમાં પ્રાકૃતિક હીરા ઉપરાંત લેબગ્રોન હીરા, રૂબી, નીલમણિ અને નીલમ પણ હશે.

પ્રથમ સરકારને લેવા માટે એપ્રોચ કરવાનો વિચાર છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આખા વર્ષ દરમિયાન ટેમ્પલ ઓફ ડેમોક્રેસી (Temple of Democracy) થીમ પર નવી નવી ડિઝાઈન, શેપવાળી જ્વેલરી બનાવવામાં આવશે. આ એક્ઝીબિશનમાં પણ આ થીમ પર વિવિધ પ્રકારનું કલેક્શન જોવા મળશે. એક્ઝીબિશન પછી પ્રતિકૃતિનું શું કરાશે? એના જવાબમાં એમણે કહ્યું, પ્રથમ સરકારને લેવા માટે એપ્રોચ કરવાનો વિચાર છે.

Last Updated :Dec 15, 2022, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.