ETV Bharat / state

સુરતમાં સ્પાર્કર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું આયોજન, બ્રાઈડલ જ્વેલરી મળી રહેશે

author img

By

Published : Dec 14, 2022, 9:10 PM IST

સુરતમાં સ્પાર્કર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું આયોજન, બ્રાઈડલ જ્વેલરી મળી રહેશે
સુરતમાં સ્પાર્કર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું આયોજન, બ્રાઈડલ જ્વેલરી મળી રહેશે

સુરતમાં સ્પાર્કર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું (Sparker International Exhibition) આયોજન કરવામાં આવશે. આ આયોજનમાં એક્ઝિબિશનમાં 50 હજારથી લઈને 1 કરોડ સુધીની બ્રાઈડલ જ્વેલરી મળી રહેશે. (Surat Diamond Jewellery Manufacturing Hub)

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્પાર્કર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. આગામી 16, 17 અને 18 તારીખે આ (Sparker International Exhibition)આયોજન કરવામાં આવશે. દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના 50થી વધુ ગ્રાહકો સુરતની જવેલેરી ખરીદવા માટે આવે છે. જેને લઈને આ આયોજન કરવામાં આવશે. એક્ઝિબિશનમાં 50 હજારથી લઈને 1 કરોડ સુધીની બ્રાઇડલ જ્વેલરી મળી રહેશે.(Surat Diamond Jewellery Manufacturing Hub)

સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તા આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બૌડાવાલાએ જણાવ્યું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહ્યું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઈ રહ્યું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે જ્વેલરી ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે. (Sparkle Exhibition in Surat)

મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ વધુમાં જણાવ્યું કે, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ અને ડિઝાઇનિંગમાં સુરતની કેપેસિટી પણ વધી રહી છે, ત્યારે સ્પાર્કલ એકઝીબીશનને હવે સુરત પૂરતું જ સીમિત રાખવામાં આવશે નહીં. સુરતમાં વર્ષોથી સફળ આયોજન બાદ સ્પાર્કલ એકઝીબીશનને અમદાવાદ, રાજકોટ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દેશના મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ ચેમ્બર દ્વારા કરવામાં આવશે. (Surat Jewellery Designing)

આ પણ વાંચો દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં

સ્પાર્કલમાં 500 જેટલા પરિવારોનું સન્માન કરાશે. વધુમાં જણાવ્યું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે સુરત, નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી NRIને એક પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ (Bridal Jewellery in Surat) જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહી પણ ચેમ્બર દ્વારા 500 જેટલા પરિવારો કે જેમના ત્યાં આગામી 4થી 6 મહિનામાં લગ્ન થવાના છે. તેઓને આઈડેન્ટિફાય કરી તેઓને સ્પાર્કલમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પરિવારોનું સ્પાર્કલમાં ચેમ્બર દ્વારા સન્માન કરવામાં આવશે. (Jewelry Industry in Surat)

આ પણ વાંચો અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ

વિશ્વભરમાં વેચતા 100 માંથી 90 ડાયમંડ સુરતમાં બને છે. વધુમાં જણાવ્યું કે, સુરત શહેરને જ્વેલરી હબ બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું. વિશ્વભરમાં વેચતા 100 માંથી 90 ડાયમંડ સુરતમાં બને છે. સુરતના જ્વેલર્સ અવનવી ડિઝાઇન બનાવવા માટે આગામી તૈયારી કરી રહ્યા છે. ત્યારે સુરત વિશ્વનું જવેલરી હબ બની શકે છે. આવું એટલા માટે થઈ શકે છે કે, સુરત જ્વેલરી ડિઝાઇનિંગ ફેક્ટ્રાસમાં પણ આગળ છે. (Sparker International Exhibition in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.